Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દિલ્હી હાઇકોર્ટમાં આજે સુનાવણી: INX મીડિયા કેસમાં સમન્સ રદ કરવા કાર્તિ ચિદમ્બરમ દિલ્હી હાઇકોર્ટના શ

- આ અગાઉ સુપ્રીમે કાર્તિને રાહત મેળવવા દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરવા જણાવ્યું હતું

- CBIની FIRના સંદર્ભમાં EDને તપાસ કરવાનો અધિકાર નથી : કાર્તિ ચિદમ્બરમ

(પીટીઆઇ)    નવી દિલ્હી, તા. ૮ માર્ચ 2018, ગુરૂવાર

કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમે આઇએનએક્સ મીડિયા કેસમાં સમન્સ અને ઇડીએ શરૃ કરેલી કાર્યવાહી રદ કરાવવા દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરી છે.

આ અરજી ન્યાયમૂર્તિ એસ રવિન્દ્ર ભટ્ટના ચેમ્બરમાં રજૂ કરવામાં આવી હતી. આ અરજી અંગે આવતીકાલે સુનાવણી થશે.

આઇએનએક્સ મીડિયા કેસમાં કાર્તિ ચિદમ્બરમ હાલમાં સીબીઆઇ કસ્ટડીમાં છે. આ અગાઉ કાર્તિ ચિદમ્બરમે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી પણ સુપ્રીમે જણાવ્યું હતું કે તમારે જો આઇએનએક્સ મીડિયાના મની લોન્ડરિંગ કેસમાં કોઇ રાહત જોઇતી હોય તો હાઇકોર્ટનો સંપર્ક સાધો.

કાર્તિએ સુપ્રીમમાં અરજી કરી જણાવ્યું હતું કે ૧૫ મે, ૨૦૧૭ના રોજ સીબીઆઇએ દાખલ કરેલી અરજીના સંદર્ભમાં તપાસ કરવાનો ઇડીને કોઇ અધિકાર નથી. તેમણે ઇડી દ્વારા શરૃ કરાયેલી તમામ કાર્યવાહી રદ કરવાની માગ કરી હતી.

ઉલ્લેખનીય છે કે ૧૫ મે, ૨૦૧૭ની એફઆઇઆરના સંદર્ભમાં કાર્તિ ચિદમ્બરમની ૨૮ ફેબુ્રઆરીએ એ સમયે ધરપકડ કરવામાં આવી જ્યારે તે લંડનથી ભારત પરત આવ્યા હતાં.

આ કેસમાં કાર્તિ પર આરોપ છે કે ૨૦૦૭માં તેમના પિતા પી ચિદમ્બરમ કેન્દ્ર સરકારમાં નાણાપ્રધાન હતા ત્યારે ૩૦૫ કરોડ રૃપિયાનું વિદેશી ભંડોળ પ્રાપ્ત કરવા માટે આઇએનએક્સ મીડિયાને આપવામાં આવેલી એફઆઇપીબીની મંજૂરીમાં અનિયમિતતા આચરવામાં આવી હતી. એફઆઇપીબીની મંજૂરી અપાવવા માટે કાર્તિ ચિદમ્બરમે ૧૦ લાખ રૃપિયાની લાંચ લીધી હતી.

Post Comments