Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નિરવ મોદી-મેહુલ ચોક્સીના કૌભાંડ પરથી ધ્યાન હટાવવા કાર્તિની ધરપકડ કરાઇ : ચિદમ્બરમ

- ભાજપ બદલાની રાજનીતી કરી રહ્યું છે : કોંગ્રેસ

- ૩૦,૦૦૦ કરોડના કૌભાંડીઓ મોદી અને માલ્યાને જવા દેવાયા ને મામુલી ૧૦ લાખના જુઠા આરોપોમાં ધરપકડ કેમ ? : વિપક્ષનો સવાલ

કર્ણાટકની ચૂંટણી સમયે જ આ કાર્યવાહી કેમ? : અભિષેક સિંઘવ

નવી દિલ્હી, તા. ૨૮ ફેબ્રુઆરી 2018, બુધવાર

કોંગ્રેસના વરીષ્ઠ નેતા પી. ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમની સીબીઆઇએ ધરપકડ કરી છે. આ મામલે કોંગ્રેસે પ્રેસ કોન્ફરંસ કરીને મોદી સરકારને ઘેરી હતી. કોંગ્રેસે આરોપો લગાવ્યા હતા કે હાલ નિરવ મોદી અને મેહુલ ચોક્સીના કૌભાંડ જે બહાર આવ્યા છે તેના પરથી લોકોનું ધ્યાન હટાવવા માટે માત્ર ૧૦ લાખના આરોપોને પગલે જ કાર્તિ ચિદમ્બરની ધરપકડ કરી લેવામાં આવી છે. કોંગ્રેસના નેતા અને કાર્તિ ચિદમ્બરમના પિતા પી. ચિદમ્બરમે જણાવ્યું હતું કે અમે નિરવ મોદી અને મેહુલ ચોક્સી જેવાના કૌભાંડોના મુદ્દાઓ બહુ જ આક્રામકતાથી ઉઠાવી રહ્યા છીએ, માત્ર અને માત્ર અમારો અવાજ દબાવવા માટે કાર્તિ ચિદમ્બર વિરુદ્ધ જુઠા આરોપો લગાવી તેની ધરપકડ કરાઇ રહી છે.

નિરવ મોદી, મેહુલ ચોક્સીના ૧૭,૦૦૦ કરોડથી પણ વધુના કૌભાંડમાં કાર્યવાહી કરવામાં નિષ્ફળ મોદી સરકાર પોતાની આ નિષ્ફળતાને છુપાવવા માટે કાર્તી ચિદમ્બરનો મુદ્દો ચગાવી રહી છે તેવો આરોપ ચિદમ્બરમે લગાવ્યો હતો, જ્યારે કપિલ સિબ્બલે જણાવ્યું હતું કે આ માત્ર અને માત્ર બદલાની રાજનીતી છે, અમે નિરવ મોદી, મેહુલ ચોક્સીનો મુદ્દો ઉઠાવ્યો એટલે જુઠા આરોપોમાં અમારા પક્ષના નેતાના પુત્રની ધરપકડ કરી લેવાઇ. કોંગ્રેસના વરીષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે કાર્તિ ચિદમ્બરમ વિરુદ્ધ સીબીઆઇ પાસે કોઇ જ પુરાવા નથી કેમ કે આરોપો જ જુઠા છે, એફઆઇઆરમાં પણ જણાવ્યું છે કે સુત્રો પાસેથી કાર્તિ ચિદમ્બરમ વિરુદ્ધ માહિતી મળી છે. એનો અર્થ સ્પષ્ટ છે કે આ આખો કેસ ઉભો કરવામાં આવ્યો છે.

કોંગ્રેસના અન્ય એક વરીષ્ઠ નેતા રણદીપ સુર્જેવાલે જણાવ્યું હતું કે છેલ્લા ૧૦ દિવસમાં દેશમાં ૩૦,૦૦૦ કરોડના મોટા કૌભાંડો બહાર આવ્યા, આ કૌભાંડમાં સામેલ નિરવ મોદી, મેહુલ ચોક્સીની ધરપકડ કેમ ન કરાઇ અને કેમ તેઓને વિદેશ જવા દેવાયા? જ્યારે મામુલી ૧૦ લાખ રૃપિયાના જુઠા આરોપો લગાવી બદલાની ભાવનાથી કાર્તિ ચિદમ્બરમની ધરપકડ કરી લેવાઇ. નરેન્દ્ર મોદી છોટા મોદી(નિરવ મોદી) મુદ્દે કેમ અત્યાર સુધી ચુપ છે? સીબીઆઇનો દુરુપયોગ કરીને અમારા પર ગમે તેવા જુઠા આરોપો લગાવશો તો પણ અમે અમારો અવાજ ઉઠાવતા જ રહીશું અને કૌભાંડો મુદ્દે મોદી સરકાર પાસેથી જવાબ માગતા રહીશું.

કોંગ્રેસના અન્ય એક પ્રવક્તા અભિષેક સિંઘવીએ જણાવ્યું હતું કે મોદી સરકારના ડબલ સ્ટાન્ડર્ડ બહાર આવ્યા, એક તરફ માલ્યા અને નિરવ મોદી જેવાને ભગાડી દેવાયા અને બીજી તરફ ઇમાનદારોને ખોટા કેસમાં ફસાવી તેમની ધરપકડ કરાઇ. હાલ કર્ણાટકમાં ચૂંટણી નજીક હોવાથી જ કાર્તિ ચિદમ્બરમ વિરુદ્ધ કાર્યવાહી કરાઇ રહી છે.

Post Comments