કર્ણાટકના લોકાયુક્ત પર ઓફિસમાં ચાકુથી હુમલો, તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા
- કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી અગાઉ જ કાયદો-વ્યવસ્થા કથળી
નવી દિલ્હી, તા. ૭ માર્ચ 2018, બુધવાર
કર્ણાટકના લોકાયુક્ત વી વિશ્વનાથ શેટ્ટી પર તેમની ઓફિસમાં જ ચાકુથી હુમલો કરવામાં આવતા તેમને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. હુમલાખોર આરોપીનું નામ તેજસ શર્મા બતાવવામાં આવી રહ્યું છે.
હુમલાખોર તેજસ શર્મા પકડાયો, ચાકુથી ત્રણ ઘા ઝીંકવાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ : શર્માએ ટેન્ડર નહીં મળવાના સંદર્ભમાં લોકાયુક્ત વિશ્વનાથ શેટ્ટીને ફરિયાદ કરી હતી
હુમલાની જાણ થતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી આરોપીની ધરપકડ કરી લીધી હતી. શેટ્ટી પોતાની ઓફિસમાં કાર્ય કરી રહ્યાં હતાં ત્યારે તેમને મળવાને બહાને તેજસ શર્મા તેમની ઓફિસમાં પ્રવેશ્યો હતો. ચાકુથી હુમલોે કરવાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ છે.
ઓફિસમાં પ્રવેશતાની સાથે જ તેજસ શર્માએ લોકાયુક્ત પર હુમલો કરી દીધો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર તેજસ શર્મા કર્ણાટકના તુમ્કુર જિલ્લાનો રહેવાસી છે. તેણે કેટલાક મહિના પહેલા ટેન્ડર નહીં મળવાની ફરિયાદ લોકાયુક્તને કરી હતી.
આ કેસને બંધ કરીને લોકાયુક્તે જણાવ્યું હતું કે તેમાં કશું પણ ખોટું નથી. જેનાથી આરોપી નારાજ થઇ ગયો હતો. આ સંદર્ભમાં જ બદલો લેવા તે લોકાયુક્તને મળવા આવ્યો હતો. તેણે ત્રણ વખત ચપ્પુ તીક્ષ્ણ હથિયારથી હુમલો કરતા તેઓ જમીન પર પડી ગયા હતાં.
આ ઘટનાની જાણ થતાં જ કર્ણાટકના મુખ્યપ્રધાન સિદ્ધરમૈયા લોકાયુક્તને મળવા હોસ્પિટલમાં ગયા હતાં. હોસ્પિટલમાંથી બહાર નીકળ્યા પછી તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે આ એક હત્યાનો પ્રયાસ હતો. લોકાયુક્ત પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. અમે આ હુમલાની તપાસના આદેશ આપી દીધા છે. ધરપકડ કરાયેલા આરોપીની પૂછપરછ શરૃ કરી દેવામાં આવી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર હુમલાખોરે લોકાયુકત ઓફિસના રજિસ્ટરમાં પોતાની ઓળખ એડવોકેટ તરીકે આપી હતી અને પોતે ફરિયાદ દાખલ કરાવવા આવ્યો હોવાનું દર્શાવ્યું હતું.
કર્ણાટકના ગૃહ પ્રધાન રામાલિંગા રેડ્ડીના જણાવ્યા અનુસાર શર્મા તુમાકુરુનો કોન્ટ્રાકટર છે અને તેણે ટેન્ડરના સંદર્ભમાં લોકાયુક્તને ફરિયાદ કરી હતી. લોકાયુક્તની તબિયત હવે સારી છે અને તેઓ ખતરાથી બહાર છે. લોકાયુક્ત વિશ્વનાથ શેટ્ટી કર્ણાટક હાઇકોર્ટના પૂર્વ જજ છે. કેન્દ્રીય પ્રધાન અનંતકુમારે આ હુમલા માટે કર્ણાટકની કોંગ્રેસ સરકારને જવાબદાર ઠેરવી છે.
Post Comments
ભારત ૨૦૩૨ની ઓલિમ્પિક ગેમ્સની યજમાની મેળવવા માટે દાવેદારી કરશે
કિંગ્સ ઈલેવન પંજાબને આજે કોલકાતા સામે પણ વિજય મેળવવાની આશા
IPLની આ સિઝનને બચાવી લીધી ગેલને હરાજીમાં કોઇ ખરીદનાર જ નહતું
વોટસનના ૫૭ બોલમાં ૧૦૬ રન આઇપીએલ કારકિર્દીની ત્રીજી સદી
વોર્નર હાલ નવા મકાનના બાંધકામમાં વ્યસ્ત
એર્સેન વેંગર આર્સેનલ ફૂટબોલ કલબના કોચ તરીકેના ૨૨ વર્ષના કાર્યકાળનો અંત આણશે
ચેરિટી ટી-૨૦ : વર્લ્ડ ઈલેવનમાં આફ્રિદી અને પરેરાનો સમાવેશ
રણવીર સિંહ અને સારા અલી ખાનની ફિલ્મની સ્ક્રિપ્ટમાં ફેરફાર થવાની ચર્ચા
સોનમ કપૂરના લગ્નમાં કરણ જોહર સલમાન ખાન સાથે પરફોર્મ કરે તેવી ચર્ચા
રાધિકા ફરી હોલિવૂડમાં અભિનયના ઓજસ પાથરશે
બાહુબલી-૨ હવે ચીનમાં રિલિઝ થશે
ત્રણ વર્ષે રણબીર-દીપિકા રેમ્પ પર સાથે દેખાયા
કોરિયોગ્રાફર ગીતા ગરોળીથી ડરીને સેટ છોડી જતી રહી
સુનિલને સલમાનની ફિલ્મમાં કામ મળ્યું
-
GUJARAT
-
INTERNATIONAL
-
BUSINESS
-
Religion & Astro
-
NRI News