કારગીલમાં સિઝનનું સૌથી નીચું માઇનસ ૨૦.૬ ડિગ્રી : ઉ.ભારત કાતિલ ઠંડીમાં ઠૂંઠવાયું
- જમ્મુ અને કાશ્મીરમાં શિયાળો ચરમ સીમાએ
- દિલ્હીમાં ગાઢ ધુમ્મસથી ૩૬ ફ્લાઇટ મોડી, બે રદ ૨૧ ટ્રેનો રદ થઈ, ૫૯ મોડી પડી
- રાજસ્થાનના માઉન્ટ આબુમાં માઇનસ ૧.૪ ડિગ્રી તાપમાન : હરિયાણાના નારનોલમાં ૨.૫ ડિગ્રી તાપમાને જનજીવન ઠપ
(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૩
જમ્મુ અને કાશ્મીરમાં તાપમાનમાં જબ્બર ઘટાડો થતા કાતિલ ઠંડી ફરી વળી હતી. કારગીલમાં માઇનસ ૧૪.૭ ડિગ્રીથી ઘટીને તાપમાન માઇનસ ૨૦.૬ ડિગ્રી નોંધાતા સિઝનનો સૌથી ઠંડો દિવસ બન્યો હતો. લેહમાં પણ તાપમાન ઘટીને માઇનસ ૧૬.૬ ડિગ્રી નોંધાયું હતું. કાશ્મીરની સાથે ઉત્તર ભારતમાં પણ તીવ્ર ઠંડી યથાવત્ રહી હતી. રાજસ્થાનના માઉન્ટ આબુમાં માઇનસ ૧.૪ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. પાટનગર દિલ્હીમા ૧૨ આંતરરાષ્ટ્રીય સહિત ૩૬ ફ્લાઇટ મોડી પડી હતી અને બે ફ્લાઇટ રદ કરાઈ હતી. ૨૧ ટ્રેનો રદ થઈ હતી અને ૫૯ ટ્રેન મોડી પડી હતી.
જમ્મુ અને કાશ્મીરમાં મોટા ભાગના વિસ્તારોનું તાપમાન શૂન્યથી નીચું રહેતાં તમામ જળાશયોમાં બરફની ચાદર છવાઈ ગઈ હતી. શ્રીનગરમાં માઇનસ ૪.૧ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જે સિઝનનું સૌથી નીચું હતું. ઉલ્લેખનીય છે કે કાશ્મીરમાં શિયાળાની ઋતુ ૩૧ જાન્યુઆરીએ પૂરી થશે ત્યાં સુધી ઠંડીનો પ્રકોપ ચાલુ રહેશે.
પાટનગર દિલ્હીમાં લઘુત્તમ તાપમાન ૭.૪ ડિગ્રી નોંધાયું હતું. શહેરના મોટા ભાગના વિસ્તારોમાં સવારમાં ગાઢ ધુમ્મસથી ટ્રાફિકને અસર થઈ હતી. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા અને ઓડિશામાં પણ ગાઢ ધુમ્મસ છવાયું હતું. રાજસ્થાનના સિકરમાં શૂન્ય ડિગ્રી તાપમાન નોંધાયું હતું અને ભીલવાડામાં ૦.૯ ડિગ્રી તાપમાન નોંધાતા જનજીવન ઠપ્પ થયું હતું.
પંજાબ અને હરિયાણામાં મોટા ભાગના વિસ્તારોમાં ધુમ્મસને કારણે જનજીવન ઠપ્પ થયું હતું. હરિયાણાનું નારનોલ ૨.૫ ડિગ્રી તાપમાન સાથે સૌૌથી ઠંડુ સ્થળ બન્યું હતું.
ઉત્તર પ્રદેશમાં પણ તીવ્ર ઠંડી અને ધુમ્મસથી જનજીવનને અસર પડી હતી. ઉત્તરાખંડના પર્વતીય વિસ્તારોમાં બરફવર્ષા થઈ હતી. લખનઉનું તાપમાન ૭.૩ ડિગ્રી રહ્યું હતું.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે ઓડિશામાં પણ ઘણા વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાયું હતું. આગામી બે દિવસમાં વધુ ઠંડી પડાની આગાહી કરી હતી. પૂર્વોત્તર અને સિક્કિમ ઉપરથી આવતા ઠંડા પવનોથી ઓડિશામાં ઠંડી વધશે તેમ હવામાન વિભાગે જણાવ્યું હતું.
Post Comments
નડાલનો મોન્ટે કાર્લો માસ્ટર્સમાં ૧૧મી વખત ઐતિહાસિક વિજય
બ્રાઝિલીયન ગોલકિપર સિઝરની નિવૃત્તિ
બોક્સિંગમાં ઈન્ડિયન ટાઈગર્સના બેવડા વિજય
ગોલ્ફર રાહીલ ગંગજીએ જાપાન ઓપન જીતી
ફેડ કપ : જર્મનીને હરાવીને ચેક રિપબ્લિક ફાઈનલમાં
બાર્સેલોના સતત ચોથી વખત 'કોપા ડી રે' ચેમ્પિયન
તેંડુલકરે ૨૦૧૫માં જ કહ્યું હતુ કે 'તું નંબર વન બનીશ' : શ્રીકાંત
છેતરપિંડી કેસ: અભિનેતા રાજપાલ યાદવને 6 મહિનાની જેલ, તાત્કાલિક જામીન મંજૂર
જાતીય દુરાચાર સામે બોલવાનો કશો અર્થ નથી
અનુપમ ખેરે લંડન શિડયુલ પૂરું કર્યું
ઉમેશ શુક્લા સંજય દત્ત સાથે ફિલ્મ બનાવશે
નમસ્તે લંડનની રિલિઝ ડેટ વહેલી કરવામાં આવી
આયમ નોટ પ્રેગનન્ટ, બેવકૂફ...
ખભો જલદી સાજો થઇ જાય એની રણવીરને ઉતાવળ છે
-
GUJARAT
-
INTERNATIONAL
-
BUSINESS
-
Religion & Astro
-
NRI News