Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નોટબંધીના થોડાક કલાકો પહેલા નિરવ મોદીએ ૯૦ કરોડ જમા કરાવ્યા હતા

- એનસીપીના મજિદ મેમણનો ગંભીર આરોપ

- પીએનબીની એક શાખામાં રોકડ જમા કરાવી તેના બદલામાં સોનું ખરીદ્યાની શક્યતા

મુંબઇ, તા. 25 ફેબ્રુઆરી, 2018, રવિવાર

નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી(એનસીપી)ના સાંસદ મજિદ મેમણે આક્ષેપ કર્યો છે કે નોટબંધીના થોડાક કલાક પહેલા જ નિરવ મોદીએ ૯૦ કરોડ રૃપિયા પંજાબ નેશનલ બેંકની એક બ્રાન્ચમાં જમા કરાવ્યા હતાં.

મેમણે જણાવ્યું છે કે નિરવ મોદીએ ભારત છોડયું તે સમયે જાણવા મળ્યું કે ૨૦૧૬માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે નોટબંધીની જાહેરાત કરી તેના થોડાક જ કલાક પહેલા નિરવ મોદીએ પીએનબીમાં ૯૦ કરોડ રૃપિયા રોકડા જમા કરાવ્યા હતાં. સૂત્રોના જણાવ્યા અનુસાર આ રકમના બદલામાં નિરવ મોદીએ સોનું ખરીદ્યું હોવાનું માનવામાં આવે છે.

મેમણે પત્રકારને જણાવ્યું હતું કે આ સંદર્ભમાં યોગ્ય તપાસ કરવાની જરૃર છે. જો આ ગંભીર આરોપ સાચા પુરવાર થાય તો નોટબંધીની ગુપ્તતા અંગે પણ ગંભીર પ્રશ્રો ઉભા થઇ શકે છે.

Post Comments