Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઉત્તર પ્રદેશની જેમ ઝારખંડની મદરેસામાં પણ રાષ્ટ્રગીત ફરજિયાત

- વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભક્તિ માટે આ બાબત અનિવાર્ય : તુષ્ટીકરણ નીતિનો વિરોધ

રાંચી, તા. 9 નવેમ્બર, 2017, ગુરૂવાર

ઉત્તર પ્રદેશને પગલે ચાલતા ઝારખંડ સરકારે પણ મદરેસામાં રાષ્ટ્રગીત ગાવું ફરજિયાત કર્યું છે. ઝારખંડમાં પણ ભાજપની સરકાર છે. તેમના મતે બાળકોમાં રાષ્ટ્રભક્તિ જગાવવા માટે આ નિર્ણય લેવાયો છે અને સરકારી સહાયથી ચાલતી સંસ્થાઓએ આ નિર્ણયનો કડક અમલ કરવા માટે રોજ રાષ્ટ્રગીત ગાવું ફરજિયાત કરાયું છે. આ પૂર્વે ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે રાજ્યના તમામ મદરેસાઓમાં ૧૫મી ઑગસ્ટથી રાષ્ટ્રગાન ગાવું ફરજિયાત કર્યું હતું.

એટલું જ નહિ પણ તેનું રેકોર્ડિંગ કરીને રજૂ કરવાનું પણ ફરજિયાત કરાયું હતું. તેમના હુકમ મુજબ સ્વાતંત્ર્ય દિવસે તમામ મદરેસાઓમાં વિદ્યાર્થી- વિદ્યાર્થિનીઓને રાષ્ટ્રીય ગીતો રજૂ કરવા, સ્વાતંત્ર્ય સંગ્રામના શહિદોને શ્રદ્ધાંજલિ આપવી તેમના અંગે બાળકોને માહિતી આપવી તેમજ રાષ્ટ્રીય એકતા માટે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવાની તાકીદ કરવામાં આવી હતી. તે અંગે હોબાળો થયો હતો પમ ભાજપે સ્પષ્ટતા કરી હતી કે તેઓ તુષ્ટીકરણની રાજનીતિ કરતા નથી.

મુસ્લિમ શિક્ષણ સંસ્થા દારૃલ ઉલુમ ફરંગ મહલના વડા અને ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના વરિષ્ઠ સદસ્ય મૌલાના ખાલીદ રશિદ ફરંગી મહલીએ કહ્યું હતું કે, આઝાદીથી માંડીને આજ પર્યન્ત દેશ-પ્રદેશના મદરેસાઓમાં સ્વાતંત્ર્ય દિને ત્રિરંગો ફરકાવીને રાષ્ટ્રગીત ફરકાવીને રાષ્ટ્રગીત ગાવામાં આવે છે. વિદ્યાર્થીઓને સ્વાતંત્ર્ય સેનાનીઓ અંગે પણ માહિતી અપાય છે. તે સંજોગોમાં સરકારના આવા હુકમનો શો અર્થ ?

Post Comments