Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

Video: ઝારખંડના એક ગામમાં પરણિત યુગલો વચ્ચે યોજાઈઃ 'કિસિંગ કોમ્પિટિશન'

- આદિવાસી ગામના મેળામાં યોજાએલ અનોખી હરિફાઈનો વીડિયો વાઈરલ થતા વિવાદ

રાંચી, તા. 12 ડિસેમ્બર 2017, મંગળવાર

ઝારખંડના પાકુડ જિલ્લામાં આદિવાસીઓના પરંપરાગત મેળામાં ચુંબન હરિફાઈ રાખવામાં આવતા વિવાદના વાદળો ઘેરાયા હતા.

આ કાર્યક્રમનું સમગ્ર આયોજન ઝારખંડ મુક્તિ મોર્ચા (ઝામુમો) ના ધારાસભ્યો દ્વારા કરવામાં આવ્યુ હતુ. રાજ્યમાં સત્તાધારી પક્ષ ભાજપે આ બંનેનો વિરોધ કરતા તેમને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે. ભાજપનું કહેવુ છે કે, આ નેતાઓએ પરંપરાગત સંસ્કૃતિનું અપમાન કર્યુ છે.

આ અંગે ઝામુમોના સંથાલ પરગણાના લિટ્ટીપોરાથી ધારસભ્ય પદે ચુંટાયેલ સાઈમન મરાંડી દ્વ્રા આ આયોજન કરવામાં આવ્યુ હતુ અને તેમનું કહેવુ હતુ કે આદિવાસી સમાજમાં છુટાછેડાનું પ્રમાણ વધી રહ્યુ છે ત્યારે દંપત્તિઓને એકબીજાની નજીક લાવવા માટે આ આયોજન કરવામાં આવ્યુ હતુ. તેઓ ખુદ આ મેળામાં હરિફાઈ વખતે ત્યાં હાજર હતા.

ઝારખંડની રાજધાની રાંચીથી લગભગ 400 કિલોમીટરના અંતરે આવેલ સંથાલ પરગણાના ઝુમરિયા ગામમાં 10મી ડિસેમ્બરની રાતે આ હરિફાઈ યોજવામાં આવી હતી જેમાં આદિવાસી પરણિત યુગલોએ ભાગ લીધો હતો પરંતુ આ ઘટનાનો વીડિયો ઝડપથી વાઈરલ થતા વિવાદ થયો હતો.
 

Post Comments