Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જય શાહ વિરૃદ્ધ પુરાવા હોય તો જ તપાસ થાય: આરએસએસ

- અમિત શાહના પુત્ર સામે તપાસ મામલે સરકાર બાદ સંઘની પણ સ્પષ્ટતા

- જેમણે પણ આરોપો લગાવ્યા છે તેઓએ પુરાવા રજુ કરવા જોઇએ, માત્ર આરોપોથી તપાસ ન થઇ શકે

નવી દિલ્હી, તા. 12 ઓક્ટોબર 2017, ગુરૂવાર

ભાજપ અધ્યક્ષ અમિત શાહના પુત્ર જય શાહ મામલે એક વેબસાઇટ ધ વાયરે જણાવ્યું છે કે જય શાહે એક જ વર્ષમાં પોતાની કંપનીની કમાણી ૧૬૦૦૦ ગણી વધુ કરી લીધી. આ મામલે મોદી સરકારે જય શાહનો બચાવ કર્યો હતો અને તપાસ કરવાની ના પાડી દીધી હતી. જોકે આરએસએસ અત્યાર સુધી ચૂપ હતું પણ હવે તેણે પણ પોતાનો પક્ષ સ્પષ્ટ કરી લીધો છે. આરએસએસએ પણ સરકારના સુરમાં સુર મિલાવતા કહ્યું છે કે પહેલા જેઓએ આરોપો લગાવ્યા છે તેઓએ પુરવાર કરવું જોઇએ તે બાદ જ તપાસ થાય. તેથી હાલ તપાસની કોઇ જ જરૃર નથી.

આરએસએસના જોઇન્ટ જનરલ સેક્રેટરી દત્તાત્રેય હોસબલેએ જણાવ્યું હતું કે આરોપ લગાવનારા પ્રથમ દ્રષ્ટીએ એ સાબીત કરે કે જે પણ આરોપો લગાવવામાં આવ્યા તે સાચા છે. જે બાદ જ આ મામલે તપાસ થઇ શકે. ભોપાલમાં આરએસએસની ત્રણ દિવસની બેઠક આજે શરૃ થઇ હતી. આ બેઠક અંગે વાત કરતી વેળાએ જ્યારે જય શાહનો મુદ્દો છેડાયો ત્યારે દત્તાત્રેયે આ માહિતી આપી હતી. અને તેનો બચાવ પણ કર્યો હતો.

દત્તાત્રેયે જણાવ્યું હતું કે જો ખરેખર કોઇ ભ્રષ્ટાચાર થયો હોય તો તપાસ થવી જ જોઇએ, પણ આ તપાસ માટે જે પ્રાથમિક પુરાવા હોવા જોઇએ તે પણ મહત્વના છે. તેથી આ પ્રાથમીક પુરાવા ન હોય તેવી સ્થિતિમાં તપાસનો કોઇ અર્થ નથી રહેતો. જેમણે પણ જય શાહ પર આરોપો લગાવ્યા છે તેઓ પર પોતાના આરોપો પુરવાર કરવાનું નિર્ભર રહેશે. તેઓ જો આરોપો પુરવાર ન કરી શકે તો તપાસનો કોઇ મતલબ નથી.

જય શાહ પરના આરોપો ગંભીર, તપાસ જરૃરી: શત્રુઘ્ન
ભાજપ અધ્યક્ષ અમિત શાહના પુત્ર જય શાહ મામલે ભાજપના જ વરીષ્ઠ નેતાઓએ બાંયો ચડાવી છે. અગાઉ યશવંત સિંહાએ આ મામલે તપાસ થવી જોઇએ તેમ કહ્યું હતું હવે વધુ એક ભાજપના નેતા અને સાંસદ શત્રુઘ્ન સિંહાએ કહ્યું છે કે જય શાહ પરના આરોપો અતી ગંભીર છે. આ આરોપોને દબાવવા કરતા તેની તપાસ થવી જોઇએ જેથી જે સત્ય હોય તે બહાર આવે.
એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં શત્રુઘ્ન સિંહાએ આ નિવેદન કર્યું હતું અને મોદી સરકારને તપાસ કરવા કહ્યું હતું. મોદી સરકારે આ સમગ્ર મામલે તપાસની જરૃર ન હોવાનું કહ્યું છે જ્યારે બીજી તરફ તેમના જ નેતાઓ અને વિપક્ષ પણ તપાસની માગણી કરી રહ્યા છે.
 

Post Comments