Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જજો પર ભ્રષ્ટાચારના આરોપોનો મામલો : બે જજોની બેંચના ચુકાદાને પાંચ જજોની બેંચે રદ કર્યો

- ન્યાયાધીશની સત્તાને લઇને સુપ્રીમ કોર્ટમાં જજોના સામ સામે ચુકાદા

- તપાસ કઇ બેંચને સોંપવી તે નક્કી કરવાની સત્તા મારી, અન્ય કોઇ જજ આ નિર્ણય ન લઇ શકે : મુખ્ય ન્યાયાધીશ

દિપક મિશ્રા પોતાની વિરૃદ્ધના આરોપોની સુનાવણી પોતે જ કેવી રીતે કરી શકે? : પ્રષાંત ભુષણ
નવી દિલ્હી, તા. 10 નવેમ્બર, 2017, શુક્રવાર

વિવિધ અદાલતોના કેટલાક જજો વિરૃદ્ધ પણ ભ્રષ્ટાચારના આરોપો થયા છે. હાલ આ મામલો સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. જોકે સુપ્રીમ કોર્ટે પોતાના અગાઉના બે જજોની બેંચના આદેશને રદ કરીને નવો આદેશ જારી કર્યો છે. જેને પગલે સુપ્રીમ કોર્ટના જજોએ પણ આ મામલે સામ સામે ચુકાદા આપ્યા છે.

અગાઉ જે બે જજોની બેંચે ચુકાદો આપ્યો હતો તેને પાંચ જજોની બેંચે રદ કરી દીધો અને નવો આદેશ ટૂંક સમયમાં જારી થશે તેમ કહ્યું છે. બે જજોની બેંચના આદેશને રદ કરતી વેળાએ સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેંચે જણાવ્યું હતું કે કઇ બેંચ કેસની સુનાવણી કરશે તે નક્કી કરવાની સત્તા મુખ્ય ન્યાયાધીશ પાસે જ છે.

અગાઉ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ બાદ સૌથી સીનીયર ગણાતા જસ્ટિસ ચેલામેસ્વર અને જજ અબ્દુલ નાઝીરે જજો પર ભ્રષ્ટાચારના કેસોની તપાસ કરવા માટે પાંચ જજોની બેંચનું ગઠન કરવાનો આદેશ કર્યો હતો. જોકે બાદમાં મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાની આગેવાનીમાં ગઠીત પાંચ જજોની બેંચે તાત્કાલીક આ મામલે પોતાનો આદેશ જારી કરીને સ્પષ્ટતા કરી હતી કે બે જજો કે ત્રણ જજોની કોઇ પણ બેંચ મુખ્ય ન્યાયાધીશને બંધારણીય બેંચની રચના કરવાના આદેશ ન આપી શકે.

એટલે કે સુપ્રીમ કોર્ટે ખુદ પોતાના જ બે જજો વિરૃદ્ધ સવાલ ઉભા કર્યા હતા કે મુખ્ય ન્યાયાધીશની સત્તા અન્ય કોઇ જજ કેમ લઇ શકે ? અથવા તો તેનો ઉપયોગ અન્ય જજો કેવી રીતે કરી શકે ? સુપ્રીમ કોર્ટમાં અગાઉ એક એનજીઓ વતી વકીલ પ્રષાંત ભુષણે અરજી કરી હતી. જેમાં પ્રષાંત ભુષણે દલીલ કરી હતી કે જજોની વિરૃદ્ધ જે પણ કેસો ભ્રષ્ટાચાર સંબંધી છે તેની તપાસ થવી જોઇએ.

સાથે તેઓએ એમ પણ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ દિપક મિશ્રાનું નાણ પણ કથીત ભ્રષ્ટાચાર કેસમાં સીબીઆઇની એફઆઇઆરમાં સામે આવ્યું હતું. તેથી તેઓએ જજો પર થયેલા ભ્રષ્ટાચારના કેસોની સુનાવણીથી પોતાને દુર રાખવા જોઇએ. જોકે બાદમાં બેંચે પ્રષાંત ભુષણને પોતાનું નિવેદન પરત લેવા કહ્યું હતું. હવે સમગ્ર મામલો આગામી દિવસમાં એક બેંચને સોપવામાં આવી શકે છે.

Post Comments