Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

#પદ્માવત ફિલ્મના વિરોધના કારણે રોકાણકારો દૂર થઇ જશેઃ કેજરીવાલ

- જો સરકાર અને કોર્ટ ફિલ્મની રજૂઆતમાં મદદ ના કરે તો  રોકાણકારો કેવી રીતે ભારત આવશે?

(પીટીઆઇ)  નવી દિલ્હી, તા. ૨૪ જાન્યુઆરી 2018, બુધવાર

ફિલ્મ પદ્માવત પર થઇ રહેલા વિરોધ અંગે ચિંતા વ્યક્ત કરતાં દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતુ ંકે  આ બાબત દેશ માટે સારી નથી અને પહેંલાથી જ ડામાડોળ થઇ રહેલા અર્થતંત્ર માટે મોટો ફટકો છે. 'જો સરકાર અને કોર્ટ ફિલ્મની રજૂઆત અને તેને ચલાવવામાં મદદ ના કરે તો રોકાણકારો કેવી રીતે ભારત આવશે?'એમ તેમણે કહ્યું હતું. જો તમામ રાજ્ય સરકારો, કેન્દ્ર સરકાર અને સુપ્રીમ કોર્ટ ભેગા થઇને પણ એક ફિલ્મને રજૂ કરી શકાય એવો માહોલ અને સુરક્ષા આપી શકતા ના હોય તો, ભારતમાં પણ રોકાણ આવશે એવી આપણે કેવી રીતે આશા રાખીએ'

તેમણે કહ્યું હતું કે એવો માહોલ કે જ્યાં પહેલાથી જ રોકાણ મંદ પડયું હોય ત્યાં આવો હિંસક વિરોધ પ્રદર્શન કેવી રીતે ચલાવી લેવાય. આવા વાતાવારણમાં રોજગારી પણ ખોરવાય અને નવી નોકરીઓ પણ ઊભી ના થાય.' એફડીઆઇને તો ભુલી જ જાવ, સ્થાનિક રોકાણકારો પણ હવે ખચકાશે. આમ પણ આપણો અર્થતંત્ર ડામાડોળ છે અને એવામાં આવા હિંસક પ્રદર્શન વધુ રોકાણ આવતું રોકશે'એમ તેમણે કહ્યું હતું.

હજુ તો ગઇ કાલે જ દાઓસમાં વડા પ્રધાન મોદીએ વિદેશી રોકાણકારોને ભારતમાં રોકાણ કરવા આવવા ઇજન આપ્યું હતું અને કહ્યું હતુ ંકે લાલ ફિતા શાહી નહીં લાલ જાજમ તમારા માટે રાહ જુએ છે. નવા રોકાણ માટે ખૂબ સારી તકો રહેલી છે. ફિલમ પદ્માવતને લઇને ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં હિંકસ દેખાવ થઇ રહ્યા છે અને આવતી કાલે કરણી સેનાએ ભારત બંધનો એલાન પણ આપ્યો હતો.

Post Comments