Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગુડગાવમાં બાળકની હત્યા મામલે સ્કૂલના સ્ટાફની એસઆઇટી દ્વારા પૂછપરછ

- બાળકની હત્યા કોણે કરી તેની હજુ પણ જાણ નથી થઇ શકી

-પૂછપરછ દરમિયાન સીબીએસઇની ટીમ પણ હાજર રહી હતી, ગેરહાજર સ્ટાફની પણ પૂછપરછ થશે

-વકીલને અમારો કેસ લડતા અટકાવાઇ રહ્યાના આરોપ સાથે સ્કૂલ પ્રશાસન સુપ્રીમમાં


ગુડગાવ, તા. ૧૩
ગુડગાવમાં રિયાન સ્કૂલમાં બાળકનો ગળુ કપાયેલો મૃતદેહ મળી આવ્યો છે. જોકે આ હત્યા કોણે કરી તેને લઇને હજુ પણ કોઇ જ માહિતી નથી મળી શકી. દરમિયાન એસઆઇટી અને સીબીએસઇની ટીમ દ્વારા સ્કૂલમાં હાજર દરેક સ્ટાફના સભ્યોની પૂછપરછ કરી છે. જે સ્ટાફ હાજર નથી તેની પૂછપરછ પણ બાદમાં કરવામાં આવશે.

બાળકની હત્યા થયા બાદ પહેલી ધરપકડ સ્કૂલના બસ કન્ડક્ટર અશોક કુમારની કરવામાં આવી હતી. જે બાદ અનેક લોકોના નામ ધીરે ધીરે બહાર આવી રહ્યા છે. જોકે અશોક કુમારે પોતાનો ગૂનો કબૂલ્યો નથી તેથી હવે તેનું ડીએનએ ટેસ્ટ પણ કરાવવામાં આવશે.

બીજી તરફ હાલ આ સમગ્ર મામલો સોહના કોર્ટમાં ચાલી રહ્યો છે. જોકે સ્કૂલ પ્રશાસને સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને માગણી કરી છે કે આ કેસની સુનાવણી અન્ય કોઇ કોર્ટમાં કરવામાં આવે તો સારુ કેમ કે આ કોર્ટમાં બચાવ પક્ષના વકીલ બનવાની બાર બોડીએ મનાઇ ફરમાવી છે. આરોપીને પણ પોતાની દલીલ માટે વકીલ રાખવાનો અધિકાર છે જેનો ભંગ થઇ રહ્યો છે. તેથી આ કેસની સુનાવણી અન્ય કોર્ટમાં ચલાવવામાં આવે.

નોંધનીય છે કે આ મામલે અન્ય બે અરજીઓ પણ સુપ્રીમમાં પેન્ડિંગ છે, એક અરજી મૃતક બાળકના પિતાએ કરી છે જેમાં તેઓએ સીબીઆઇની તપાસની માગ કરી છે જ્યારે બીજી અરજી મહિલા વકીલો દ્વારા થઇ છે. બે મહિલા વકીલોએ પોતાની અરજીમાં માગણી કરી છે કે સમગ્ર દેશમાં જેટલી પણ સ્કૂલો છે તેમાં બાળકોની સુરક્ષા માટે વિશેષ કડક કાયદો ઘડવા માટે સરકારને કોર્ટ આદેશ આપે.

બાળકને આરોપી કારમાં હોસ્પિટલ લઇ ગયો હોવાનો દાવો
રિયાન સ્કૂલમાં બાળકની હત્યા કરેલો મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલે હવે કેસ નવો વળાંક લઇ રહ્યો છે. પોલીસે સ્કૂલના બસ કન્ડક્ટર અશોક કુમારની ધરપકડ કરી લીધી છે. જોકે કેટલાક એવા દાવા થઇ રહ્યા છે જે અશોક કુમારને બચાવી રહ્યા છે. આવો જ એક દાવો ઘટનાને નિહાળનારા એક શખ્સ સુભાષ ગર્ગે કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે મે મારી નજરે જોયુ છે કે કન્ડક્ટર અશોક કુમાર બાળકને લોહીલુહાણ હાલતમાં ટોઇલેટમાંથી કારમાં નાખી હોસ્પિટલ લઇ ગયો હતો.

બેંગાલુરૃની શાળામાં ચાર વર્ષીય બાળા પર જાતીય હુમલો
(પી.ટી.આઇ.)    બેંગાલુરૃ, તા. ૧૩
બેંગાલુરૃની એક ખાનગી શાળામાં ચાર વર્ષીય બાળા પર જાતીય હુમલો થયા બાદ સલામતી રક્ષકોની અટકાયત કરી પૂછપરછ કરાઈ હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ બાળા શાળાએથી ઘેર આવી ત્યારે ઉલટી અને બેચેનીની ફરિયાદ કરતી હતી. તેમના માતાપિતાએ હોસ્પિટલ ખસેડતા ડોક્ટરે તેના પર જાતીય હુમલો થયાનું જણાવ્યું હતું. સ્થાનિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને અજાણ્યા શખ્સો સામેકેસ દાખલ કર્યો હતો.

Post Comments