Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભારત વિશ્વ માટે શાંતિદૂતની જેમ કામ કરી રહ્યું છે: મોદી

- 85 દેશોમાં ભારતના સાત હજાર જવાનો તૈનાત

- દેશને જોડનારા વલ્લભભાઇની જન્મજયંતીએ રન ફોર યુનિટી કાર્યક્રમમાં જોડાવા મોદીની અપીલ

નવી દિલ્હી, તા. 29 ઓક્ટોબર, 2017, રવિવાર

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને વિશ્વ માટેનું શાંતિદુત ગણાવ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે ભારત સંયુક્ત રાષ્ટ્ર મિશન અંતર્ગત હંમેશા વિશ્વ માટે શાંતી, એક્તાનો સંદેશો આપતુ રહ્યું છે. ભારતના આશરે ૭૦૦૦ સૈનિકો વિશ્વના જુદા જુદા વિસ્તારોમાં શાંતી અને ભાઇચારા માટે સેવા આપી રહ્યા છે. આ મામલે ભારત વિશ્વના બાકી દેશોની સરખામણીએ ત્રીજા ક્રમે છે.

મન કી બાત કાર્યક્રમમાં બોલતી વેળાએ મોદીએ જણાવ્યું હતું કે વિશ્વના આશરે ૮૫ જેટલા દેશોમાં ભારતીય જવાનો સ્વાસ્થ્યથી લઇને અનેક પ્રકારની સેવાના કાર્યક્રમો કરી રહ્યા છે. ૩૧મી ઓક્ટોબરે સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતી છે. આ દિવસે ગુજરાત સહીતના રાજ્યોમાં રન ફોર યૂનિટિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જોડાવવા માટે પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને અપીલ કરી હતી. તેઓએ ઇંદિરા ગાંધીને પણ યાદ કર્યા હતા.  

દર વર્ષે ૧૪મી નવેમ્બરે જવાહરલાલ નેહરુની જન્મ જયંતીએ બાળ દિનની ઉજવણી પણ કરવામાં આવે છે. જેને યાદ કરતી વેળાએ મોદીએ બાળકોની બિમારી અંગે ચીંતા વ્યક્ત કરી હતી. ડાયાબિટિસ જેવી બિમારીઓનું એક કારણ બાળકોની જીવનશૈલી છે જેમાં ફેરફાર કરવાની જરૃર છે. આ ઉપરાંત મોદીએ આગામી ૪ નવેમ્બરે યોજાનારી ગુરુનાનક જયંતીના કાર્યક્રમોને પણ યાદ કર્યા હતા. અને ગુરુનાનકને વિશ્વના ગુરુ ગણાવ્યા હતા.

Post Comments