Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ચીન સાથેની સિક્કિમ અને અરુણાચલ સરહદે ભારતે વધુ સેના, શસ્ત્રો ખડક્યા

- ૧૪૦૦ કિ.મી.ની સરહદે તંગદિલી વધતાં સરકારનો નિર્ણય

- ભારતીય સેના પાસે શસ્ત્રો- દારૃગોળાની તંગી હોવાના અહેવાલો ખોટા : જેટલી

- ૪૫ હજાર જવાનોને વિષમ હવામાનમાં ટકી રહેવાની વિશેષ તાલીમ અપાઈ

- સરહદે તૈનાત સૈનિકોને કોઇ પણ સમયે યુદ્ધ માટે તૈયાર રહેવાનો આદેશ


(પીટીઆઇ)    નવી દિલ્હી, તા. ૧૧ શુક્રવાર, ઓગસ્ટ 2017
દોકલામમાં ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલી તંગદિલીને ધ્યાનમાં રાખીને ભારતીય સેનાએ ચીન સાથે જોડાયેલા સિક્કીમ અને અરૃણાચલ પ્રદેશમાં વધુ સૈનિકો ખડક્યા છે. સરહદ પર તૈનાત સૈનિકોને કોઇ પણ સ્થિતિનો સામનો કરવા તૈયાર રહેવાનું જણાવવામાં આવ્યું છે.

દોકલામ મુદ્દે ચીનના આક્રમક વલણથી ઉત્પન્ન થયેલી સ્થિતિની સમીક્ષા કર્યા પછી સિક્કીમથી અરૃણાચલ પ્રદેશમાં આવેલી ચીન સાથેની ૧૪૦૦ કિમી સરહદ પર વધુ સૈનિકો ખડકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ દરમિયાન સંરક્ષણ પ્રધાન જેટલીએ ફરી એક વખત સ્પષ્ટતા કરી છે કે ભારતીય સેના પાસે દારૃગોળાની કોઇ અછત નથી.

માહિતીની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને નામ ન આપવાની શરતે એક અધિકારીએ જણાવ્યું હતું કે સિક્કીમ અને અરૃણાચલ સેક્ટરમાં સૈનિકોની સંખ્યા વધારવામાં આવી છે.

આ સાથે જ સેનાએ સુકનાસ્થિત ૩૩ કોર્પ્સની સાથે અરૃણાચલ અને આસામમાં તૈનાત ૩ અને ૪ કોર્પ્સને ભારત- ચીન સરહદની સુરક્ષા કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. જો કે અધિકારીએ સૈનિકોની સંખ્યા અંગે કોઇ માહિતી આપી ન હતી. તેમણે જણાવ્યું હતું કે સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને આ માહિતી આપી શકાય તેમ નથી.

સંરક્ષણ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર લગભગ ૪૫,૦૦૦ સૈનિકો હવામાન સાથે સંતુલન સાધવાની તાલીમ મેળવી ચૂક્યા છે અને તેમને કોઇ પણ સમયે સેના પર તૈનાત કરવામાં આવશે.

જે સૈનિકોને ૯૦૦૦ ફૂટથી  ઉપર તૈનાત કરવામાં આવે છે તેમને હવામાન સાથે અનૂકુલન સાધવાની તાલીમ આપવામાં આવે છે. જો કે અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે દોકલામમાં સૈનિકોની સંખ્યા વધારવામાં આવી હતી. અહીં છેલ્લા આઠ સપ્તાહથી ૩૫૦ સૈનિકો મોરચો સંભાળી બેઠા છીએ.

દોકલામ વિવાદની વચ્ચે સુષમા ભૂટાનના વિદેશ પ્રધાનને મળ્યા
(પીટીઆઇ)    કાઠમંડુ, તા. ૧૧
દોકલામ મુદ્દે ભારત અને ચીન વચ્ચે વધેલી તંગદિલી દરમિયાન ભારતના વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ ભૂટાનના વિદેશ પ્રધાનને મળ્યા હતાં. બંને દેશના વિદેશ પ્રધાનો કાઠમાંડુમાં બેન્ગાલ ઇનિશિએટીવ ફોર મલ્ટી સેકટોરલ ટેકનિકલ અને ઇકોનોમિક કોઓપરેશન (બીઆઇએમએસટીઇસી) મંત્રણા પછી એકબીજાને મળ્યા હતાં. ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશ, ભારત,મ્યાનમર, શ્રીલંકા, થાઇલેન્ડ, ભૂટાન અને નેપાળ બીઆઇએમએસટીઇકીના સભ્ય દેશો છે.

Post Comments