Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભારતે મારો પાસપોર્ટ રદ કર્યો, હવે પરત આવવું અશક્ય : મેહુલ ચોક્સી

- નિરવ મોદી પછી મેહુલ ચોક્સીનો પણ તપાસમાં જોડાવાનો નનૈયો

- ભારત ન આવવા માટે ખરાબ તબિયત અને વ્યસ્તાનું પણ કારણ આપ્યું : તપાસ પ્રક્રિયા માટે સીબીઆઇ અને સમગ્ર કેસના કવરેજ માટે મીડિયાની ટીકા કરી

- ધરપકડ થશે તો ભારતમાં મારી સારવાર મારી મરજી મુજબના હોસ્પિટલને બદલે સરકારી હોસ્પિટલમાં થશે :

દેશની સુરક્ષાને ખતરો હોવાનું કારણ બતાવી મારો પાસપોર્ટ રદ કરાયો છે : સરકાર મને બતાવે કે મારાથી દેશની સુરક્ષાને કઇ રીતે ખતરો છે

(પીટીઆઇ)  નવી દિલ્હી, તા. ૮ માર્ચ 2018, ગુરૂવાર

ગીતાંજલિ જેમ્સના પ્રમોટર અને નિરવ મોદીની સાથે મળીને પીએનબી કૌભાંડ આચરનાર મેહુલ ચોક્સીએ સીબીઆઇને ઇમેલ મોકલીને તપાસમાં સામેલ થવાનો ઇનકાર કરી દીધો છે. ચોક્સીએ સાત પાનાના ઇમેલમાં  જણાવ્યું છે કે હવે હું ભારત આવું તે શક્ય નથી કારણકે ભારત સરકારે મારો પાસપોર્ટ જ રદ કરી દીધો છે.

પીએનબી કૌભાંડની તપાસ કરી રહેલી સીબીઆઇને સાત માર્ચના રોજ લખેલા પત્રમાં ચોક્સીએ એજન્સીની તપાસ પ્રક્રિયાની ટીકા કરી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે મારી અને મારા પરિવારની વિરુદ્ધ કાયદાનો ખોટો ઉપયોગ કરવામાં આવ્યો છે. ચોક્સીને સાત માર્ચના રોજ હાજર થવા સમન્સ જારી કરવામાં આવ્યું હતું.

મેહુલ ચોકસીના પત્રના સંદર્ભમાં સીબીઆઇએ જણાવ્યું છે કે મેહુલ ચોકસી અને નિરવ મોદીએ પોતાના લોકેશન અંગે ખુલાસો કર્યો નથી. હાલમાં તેઓ ક્યાં છે તે જણાવવા તેમને આદેશ આપ્યો છે.

ચોકસીએ વ્યસત હોવાનું કારણ બતાવીને પણ ભારત આવવાનો ઇનકાર કર્યો છે. ચોકસીએ દાવો કર્યો છે કે ૧૬ ફેબુ્રઆરી, ૨૦૧૮ના રોજ પાસપોર્ટ ઓફિસમાંથી મને એક ઇમેલ મળ્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે ભારતની સુરક્ષાના ખતરાને ધ્યાનમાં રાખી તમારો  પાસપોર્ટ રદ કરવામાં આવ્યો છે. પાસપોર્ટ એક્ટની કલમ ૧૦(૩)(સી) હેઠળ પાસપોર્ટ રદ કરવામાં આવ્યો છે.

ચોક્સીએ વધુમાં જણાવ્યું છે કે ભારતમાં મારી મિલકતો જપ્ત કરી લેવામાં આવતા મારા કર્મચારીઓ, ગ્રાહકો અને લેણદારોએ મને ધમકી આપી રહ્યાં છે. આ ઉપરાંત ભારત પરત ન આવવા માટે મેહુલ ચોક્સીએ પોતાની ખરાબ તબિયતનું પણ કારણ દર્શાવ્યું છે.

ચોક્સીએ ભય વ્યક્ત કર્યો છે કે જો ભારતમાં મારી ધરપકડ થશે તો મારી મરજી મુજબના હોસ્પિટલમાં મને સારવાર આપવાને બદલે સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. ચોક્સીએ ભારતના મીડિયાની પણ ટીકા કરી છે. જો કે ચોક્સીએ જણાવ્યું છે કે સીબીઆઇનો મારો સંપર્ક કરવો હોય તો ઇમેલથી અથવા મારા વકીલ સંજય એબોટ દ્વારા કરી શકે છે.

Post Comments