Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આધાર કાર્ડ 31 માર્ચ સુધીમાં લિંક કરવું ફરજિયાત નથી :સુપ્રીમ

- દેશભરના અનેક લોકોને સુપ્રીમ કોર્ટથી રાહત

૩૧ માર્ચ સુધીમાં આધાર કાયદાની બંધારણીય કાયદેસરતા નક્કી કરવી શક્ય નથી: સુપ્રીમ

- અગાઉ ૩૧મી માર્ચ સુધીની સમય મર્યાદા હતી: હવે બંધારણીય બેંચનો ચુકાદો ન આવે ત્યાં સુધી આધાર લિંક થઇ શકશે

(પીટીઆઇ)    નવી દિલ્હી, તા,૧૩ માર્ચ 2018, મંગળવાર

સુપ્રીમે વિવિધ સેવાઓ માટે આધાર લિંક કરાવવાની અંતિમ તારીખ વધારી દેશના અનેક લોકોને રાહત આપી છે. અંતિમ તારીખ ૩૧ માર્ચ પછી પણ આગામી ચુકાદો આપવામાં આવે ત્યાં સુધી આધાર લિંક કરી શકાશે. સુપ્રીમ કોર્ટ બાયોમેટ્રિક સ્કીમ અને તેનાથી સંબધિત કાયદાને પડકારતી અરજીઓ અંગે ચુકાદો ન આપે ત્યાં સુધી વિવિધ સેવાઓ માટે આધાર લિંક કરાવવાની તારીખ લંબાવવામાં આવી છે.

મુખ્ય ન્યાયમૂર્તિ દિપક મિશ્રાની અધ્યક્ષતા ધરાવતી પાંચ જજોની બનેલી બંધારણીય બેન્ચે સાત માર્ચે જણાવ્યું હતું કે અમારા માટે ૩૧ માર્ચ સુધીમાં આધાર કાયદાની બંધારણીય કાયદેસરતાને પડકારતી અરજીઓ પર ચુકાદો આપવો શક્ય નથી

ન્યાયમૂર્તિ દિપક મિશ્રા ઉપરાંત ન્યાયમૂર્તિ એ કે સિકરી, ન્યાયમૂર્તિ એ એમ ખાનવિલ્કર, ન્યાયમૂર્તિ ડી વાય ચંદ્રચૂડ અને ન્યાયમૂર્તિ અશોક ભૂષણથી બનેલી ખંડપીઠે જણાવ્યું હતું કે આ મુદ્દો બેંકો અને સ્ટોક એક્ષચેન્જ સાથે સંકળાયેલો હોવાથી અંતિમ સમયે ડેડલાઇનમાં વધારો કરવો યોગ્ય નથી.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ આધાર લિંક કરવાની અંતિમ તારીખ ૧૫ ડિસેમ્બર, ૨૦૧૭ હતી જેને સુપ્રીમ કોર્ટે વધારી ૩૧ માર્ચ, ૨૦૧૮ કરી હતી.

કર્ણાટક હાઇકોર્ટના પૂર્વ જજ ન્યાયમૂર્તિ કે એસ પુટ્ટાસ્વામાએ ૨૨ ફેબુ્રઆરીએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે આધાર આધારિત પબ્લિક ડ્રિસ્ટ્રીબ્યુશન સિસ્ટમની ખામીઓેને કારણે અનાજ ન મળવાને કારણે અનેક કેટલાક લોકોનાં મોત થયા છે.

Post Comments