Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઉત્તરપ્રદેશમાં કોપી કરતાં પકડાવાના ડરથી દસ લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા જ ના આપી

- પરીક્ષાના ૬૬ લાખ ફોર્મ ભરાયા હતા : ૮૦ ટકા પરીક્ષાર્થીઓ રાજ્ય બહારના : મંત્રી

નવી દિલ્હી, તા. 9 ફેબ્રુઆરી, 2018, શુક્રવાર

ઉત્તર પ્રદેશ બોર્ડની પરીક્ષા માટે ભરાયેલા ૬૬ લાખ ફોર્મ પૈકી છ લાખ કરતાં વધુ  વિદ્યાર્થીઓ પ્રથમ ત્રણ દિવસની પરીક્ષામાં બેઠા જ નહતા. રાજ્યના શિક્ષણ મંત્રી દિનેશ શર્માએ આનો યશ રાજ્ય સરકારની સતર્કતા અને નકલ કરનારાઓ પર ભારે તવાઇ તેમજ રાજ્યના શિક્ષણ માફિયાઓ પર નિયંત્રણને આપ્યો હતો.'આશરે ૮૦ ટકા વિદ્યાર્થીઓ રાજય બહારના હતા. તેઓ માત્ર ફોર્મ ભરી દે છે અને પછી ક્યારે કલાસમાં જતા નથી. ભૂતકાળમાં આવા વિદ્યાર્થીઓ માત્ર પરીક્ષામાં જ દેખાતા હતા.'એમ તેમણે કહ્યું હતું.

બોર્ડનું માનવું છે કે પ્રથમ ત્રણ દિવસમાં ૬૩૩૨૧૭ વિદ્યાર્થીઓ પ્રથમ ત્રણ દિવસમાં પરીક્ષા આપવા આવ્યા નહતા. આમા ૩૭૯૭૮૨ હાઇ સ્કુલના અને ૨૫૩૪૩૫ ઇન્ટરમીડીએટના હતા. પરીક્ષાના પ્રથમ દિવસે ૨૮૯૩૦૮ વિદ્યાર્થીઓ આવ્યા જ નહતા. સત્તાવાળાઓ માને છે કે આ વલણ જોતાં લાગે છે કે પરીક્ષાના અંત સુધીમાં સાડા સાત લાખ કરતાં વધુ  વિદ્યાર્થીઓ પરીક્ષામાં ગેરહાજર રહેશે.વાસ્તવમાં ગયા વર્ષ કરતાં આ વર્ષે પરીક્ષા નહીં આપનારાઓની સંખ્યામાં ખૂબ વધારો થયો છે.

શિક્ષણ માફિયાઓ જે ગેરકાયદે રીત રસમો અપનાવતા હતા તેમાં સાચાને બદલે અન્ય વિદ્યાર્થીને બેસાડવો, પરીક્ષા કેન્દ્રમાં પેપર આવે તે પહેંલા જ તેનો ડુપ્લીકેટ જવાબ પત્ર છાપી દેવા સુધીનો સમાવેશ થતો હતો.'માફિયાઓના પ્રયાસોને નકામા બનાવવા રાજ્ય સરકારે કડક કાર્યવાહી કરતાં આ શક્ય બન્યું હતું. અમે સીસીટીવી કેમેરા લગાવ્યા,  પરીક્ષા કેન્દ્રોની ઓનલાઇન ફાળવણી અને રાજ્ય પોલીસની ખાસ ટીમની સેવાઓ લેતાં આ શક્ય બન્યું હતું'એમ તેમણે કહ્યું હતું.

Post Comments