Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સપ્ટેમ્બર માસમાં દેશનો ઔદ્યોગિક વિકાસ દર ઘટીને ૩.૮ ટકા થયો

- ઉત્પાદન ક્ષેત્રના નબળા દેખાવની અસર

- એપ્રિલથી સપ્ટેમ્બર સુધી ઉત્પાદન ક્ષમતા ગયા વર્ષના ૬.૧ ટકા સામે માત્ર ૧.૯ ટકા નોંધાઈ

(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. 10 નવેમ્બર, 2017, શુક્રવાર

સપ્ટેમ્બર માસમાં દેશના ઔદ્યોગિક વિકાસ દરમાં ઘટાડો થઈ ૩.૮ ટકા નોંધાયો હતો. ઉત્પાદન ક્ષેત્રોના નબળા દેખાવના કારણે વિકાસ દર ઘટયો હતો. સપ્ટેમ્બર ૨૦૧૬માં ફેક્ટરી આઉટપુટ આધારિત ઔદ્યોગિક વિકાસદર પાંચ ટકા હતો અને ઓગસ્ટમાં ૪.૫ ટકા હતો તેમ સીએલઓના આંકડામાં દર્શાવાયું હતું.

કુલ ઇન્ડેક્સના ૭૭.૬૩ ટકા ભાગ રોકતો ઉત્પાદન ક્ષેત્રનો વિકાસ ધીમો પડી ૩- ૪ ટકા નોંધાયો હતો. અગાઉ તે ૫.૮ ટકા હતો. ગ્રાહક વપરાશની ચીજોનો ઉત્પાદન દર ઘટીને ૪.૮ ટકા થયો હતો. દેશમાં વીજળીનો ઉત્પાદન દર ૫.૧ ટકાથી ઘટીને ૩.૪ ટકા રહ્યો હતો. જો કે, ખાણ ઉદ્યોગમાં વધારો થઈ ૭.૯ ટકા થયો હતો.

દરમિયાન રેટિંગ એજન્સી ક્રિસીલે જણાવ્યું હતું કે, કેપિટલ ગુડ્ઝ સપ્ટેમ્બર માસમાં ૭.૪ ટકાનો વિકાસદર નોંધાયો હતો આ પછી નબળો દેખાવ હતો. રોકાણ પ્રવૃત્તિ વધે તેમ કહેવું વહેલું ગણાશે. ઔદ્યોગિક ક્ષેત્રે ૨૩ ટકા ઉદ્યોગ ગૃહો પૈકી ૧૧ની ઉત્પાદન ક્ષમતા સકારાત્મક હતી. અન્ય એક એજન્સીએ જણાવ્યું કે ૨૦૧૭ના ઓગસ્ટમાં જીએસટીને કારણે વિકાસદર ઘટયો છે.
 

Post Comments