Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કાશ્મીરના પૂંચમાં પાક.નો શસ્ત્રવિરામ ભંગ, બીએસએફ દ્વારા અપાયો જડબાતોડ જવાબ

- પહેલી ઓગસ્ટથી અત્યાર સુધી પાક.નો ૨૮૫ વખત શસ્ત્રવિરામ ભંગ

- પૂંચમાં આતંકીઓના અડ્ડાનો પણ પર્દાફાશ, ચાઇનીઝ બનાવટના શસ્ત્રો અને વિસ્ફોટકોનો જથ્થો જપ્ત :  બારામુલ્લામાં કાશ્મીરી યુવાનોને હિઝબુલમાં જોડાઈને ભાંગફોડ કરવા ઉશ્કેરતો એક શખસ પણ ઝબ્બે

(પીટીઆઈ)    જમ્મુ, તા.૧૩ બુધવાર, સપ્ટેમ્બર 2017
કાશ્મીરમાં પાકિસ્તાની સેનાએ પૂંચ સરહદે ફરી એકવાર શસ્ત્રવિરામ ભંગ કર્યો હતો. પાકિસ્તાની રેન્જર્સે પૂંચના પર્ગવલ સેક્ટરમાં અખનૂરમાં આવેલી સેનાની કેટલીક પોસ્ટને પણ ઓટોમેટિક રાયફલોથી ફાયરિંગ અને તોપમારો કરીને નિશાન બનાવી હતી.

સેનાના જણાવ્યાનુસાર, પાકિસ્તાની સૈનિકોએ બપોરે ૩:૧૫ વાગ્યાથી સતત ત્રણેક કલાક સુધી ધમાસાણ ફાયરિંગ કર્યું હતું. પાકિસ્તાને આ વર્ષે પહેલી ઓગસ્ટ સુધી જ ૨૮૫ વાર શસ્ત્રવિરામ ભંગ કર્યો છે, પરંતુ બોર્ડર સિક્યોરિટી ફોર્સે પાકિસ્તાની રેન્જર્સને જડબાતોડ જવાબ આપ્યો હતો.

આ દરમિયાન સેનાએ પૂંચમાં આતંકવાદીઓનો એક અડ્ડાનો પણ પર્દાફાશ કર્યો હતો. અહીંથી જવાનોએ વિસ્ફોટકો અને શસ્ત્રોનો મોટો જથ્થો કબ્જે કર્યો હતો, જેમાંના કેટલાક હથિયારો ચાઈનીઝ બનાવટના પણ હતા.

એટલું જ નહીં, સેનાના જવાનોએ બારામુલ્લા જિલ્લામાંથી હિઝબુલ મુજાહિદ્દિનના એક ઓવરગ્રાઉન્ડ વર્કરને પણ ઝડપી લીધો હતો. ઇશ્તિયાક અહેમદ વાની નામનો આ કાર્યકર ગુઝબાગ પટ્ટન નામના વિસ્તારનો રહેવાસી છે. સેનાના પ્રવક્તાએ કહ્યું હતું કે, આ પ્રકારના વર્કરોનું કામ અન્ડરગ્રાઉન્ડ જાસૂસથી અલગ હોય છે. તેઓ મોટા ભાગે અન્ય યુવાનોને ઉશ્કેરીને હિઝબુલ મુજાહિદ્દિન જેવા સંગઠનોના કામમાં જોતરી દેતા હોય છે.

પોલીસે દાવો કર્યો હતો કે, અત્યાર સુધી ઉત્તર કાશ્મીરમાં સૌથી વધારે ભાંગફોડિયા સંગઠનો કાર્યરત હતા, જે બધા જ પાકિસ્તાન કે અલગતાવાદી સંગઠનોથી પ્રેરિત છે. જોકે, વિવિધ સુરક્ષા એજન્સીઓના સતત દબાણ પછી આવા અનેક આતંકવાદી જૂથોના તાકાત નેસ્તનાબૂદ થઈ ગઈ છે. હાલમાં જ અમે દસ કિશોરોને હિઝબુલ પાસેથી બચાવ્યા હતા, જેમાંથી પાંચેકને ઇશ્તિયાક વાનીએ હિઝબુલમાં જોડાઇ જવા ઉશ્કેર્યા હતા.

Post Comments