Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

૨૦૦૦માં લાલ કિલ્લા પર હુમલામાં બિલાલે પાક.ના ફંડનો ઉપયોગ કરેલો

- ૧૭ વર્ષથી નાસતા ફરતા બિલાલને ૧૦ દિવસના રિમાન્ડ પર મોકલાયો

- બિલાલ લશ્કરે તોયબા સાથે સંકળાયેલો હોવાની શંકા, પોલીસ દિલ્હી, મુંબઇ જેવા શહેરોમાં લઇ જઇ પુછપરછ કરશે

નવી દિલ્હી, તા. 11 જાન્યુઆરી, 2018, ગુરૂવાર

૨૦૦૦માં લાલ કિલા પર જે આતંકી હુમલો થયો હતો તેમાં ધરપકડ કરાયેલા એક શંકાસ્પદ આતંકીએ પાકિસ્તાનથી ફંડ લઇને આ આતંકી હુમલામાં તેનો ઉપયોગ કર્યો હતો. બિલાલ અહેમદ કાવાને આ કેસમા દિલ્હીની એક કોર્ટ દ્વારા ૧૦ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. કોર્ટે સાથે એ આરોપોની પણ નોંધ લીધી હતી જેમાં દાવો કરાયો હતો કે બિલાલે આતંકી હુમલા માટે પાકિસ્તાનથી ફંડ લીધુ હતું.

૨૨મી ડિસેમ્બર, ૨૦૦૦ના રોજ થયેલા આ આતંકી હુમલામાં જે આતંકીઓ સામેલ હતા તેને બિલાલે જ નાણાકીય મદદ કરી હતી. આ મદદ માટે પાકિસ્તાનથી ફંડ લાવવામાં આવ્યું હતું. પાકિસ્તાનના આશરે ૨૯.૫ લાખ રૃપિયાના ફંડનો ઉપયોગ આ હુમલામાં થયો હતો. બિલાલ લશ્કરે તોયબા સાથે સંકળાયેલો હોવાની શંકાના આધારે તપાસ ચાલી રહી છે. આ હુમલામાં બે સૈન્ય જવાનો અને એક સામાન્ય નાગરીકનું મોત નિપજ્યું હતું. આ કેસમાં બિલાલ નાસતો ફરતો હતો ત્યારે ૨૦૦૫માં લશ્કરે તોયબાના આતંકી મોહમ્મદ આરીફ ઉર્ફે અશફાકને ફાંસીની સજા સંભળાવાઇ હતી.

આ કેસમાં અન્ય બે કાવતરાખોરો નાઝીર અહેમદ કાસીદ એ તેના પુત્ર ફારુક અહેમદ કાસીદને આજીવન કારાવાસની સજા કરાઇ હતી. એડિશનલ જજ ઓ.પી. સૈનીએ અશફાકની ભારતીય પત્ની રેહમાના યુસફને સાત વર્ષની જેલ ફટકારી હતી. જોકે ૨૦૦૭માં માત્ર અશફાકની ફાંસીની સજાને હાઇકોર્ટે બરકાર રાખી હતી જ્યારે બાકી છને પુરાવાના અભાવે છોડી મુક્યા હતા. હાલ અશફાકની અરજી સુપ્રીમમાં પેન્ડિંગ છે. જ્યારે બિલાલ શ્રીનગરથી દિલ્હી તરફ જઇ રહ્યો હતો ત્યારે તેની દિલ્હી એરપોર્ટ પરથી જ ગઇ સાંજે ધરપકડ કરવામાં આવી હતી. એટલે કે તે ૧૭ વર્ષથી નાસતો ફરતો હતો.

Post Comments