Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હું ચા વેચીશ પણ દેશને નહીં વેચું : મોદી

- વડાપ્રધાનની ભુજ, જસદણ, ચલાલા અને સુરતના કાડોદરામાં ચૂંટણી સભા

- હું ગરીબ હોવાથી કોંગ્રેસ મારો વિરોધ કરી રહી છે, કોંગ્રેસે ગુજરાતમાં એટલો કાદવ ઊછાળ્યો છે કે આ વખતે

તોયબાના વડા હાફિઝને પાકિસ્તાને મુક્ત કર્યો ત્યારે કોંગ્રેસે તાળીઓ પાડી હોવાનો વડાપ્રધાનનો આક્ષેપ
સુરતમાં મોદીએ કહ્યું આવનારા દિવસોમાં સમગ્ર ભારતમાં ૨૪ કલાક વીજળી
સરકારમાં દમ છે, એટલે જ ગુજરાતમાં ૨૦૦૨થી શાંતિ છે, સુરક્ષા છે

નવી દિલ્હી, તા.27 નવેમ્બર, 2017, સોમવાર

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર શરૃ કરી દીધો છે. તેઓએ એક દિવસમાં ચાર જેટલી સભાઓેને સંબોધી હતી. અને કોંગ્રેસને આડેહાથ લીધી હતી. તેઓએ દાવા કર્યા હતા કે હું ચા વેચીશ પણ દેશને નહીં વેચુ, આ ઉપરાંત પાકિસ્તાને છોડી મુકેલા આતંકી હાફિઝ સઇદને લઇને પણ કોંગ્રેસ મોદી સરકાર પર માછલા ધોઇ રહી છે. જેનો જવાબ આપતા મોદીએ એવા આરોપો લગાવ્યા હતા કે જ્યારે હાફિઝ સઇદને છોડવામાં આવ્યો ત્યારે કોંગ્રેેેસે તાળીઓ પાડી હતી. મોદીએ ભુજથી પોતાની આ સભાઓની શરૃઆત કરી હતી. આ ઉપરાંત રાજકોટના જસદણ, અમરેલીના ચલાલા અને સુરતના કાડોદરામાં પોતાની જન સભાઓને સંબોધી હતી.  દરમિયાન મોદીએ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને ચીનના એમ્બેસેડર વચ્ચેની મુલાકાતની પણ ટીકા કરી સવાલો ઉઠાવ્યા હતા કે દોકલામ વિવાદ વચ્ચે કેમ રાહુલ ચીની એમ્બેસેડરને મળ્યા હતા ? મોદીએ કોંગ્રેસને આડેહાથ લેતા કહ્યું હતું કે તમે હાફિઝ સઇદ છુટે ત્યારે તાળીઓ પાડો છો, ચીનના એમ્બેસેડરને ગળે લગાવો છો પણ સૈન્ય સર્જિકલ સ્ટ્રાઇક કરે તો તેને માન નથી આપતા. કોંગ્રેસ ખુશ નથી કે એક ચા વેચવા વાળો વડા પ્રધાન બની ગયો છે, કોંગ્રેસ મને એટલા માટે સ્વીકારવા તૈયાર નથી કેમ કે હું ગરીબ છું તેવો દાવો મોદીએ કર્યો હતો.

નોટબંધીથી કોંગ્રેસનો જાણે કમાઉ દીકરો મૃત્યુ પામ્યો: મોદી
ચલાલા, તા.27 નવેમ્બર, 2017, સોમવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચલાલા ખાતે ચૂંટણી સભાને સંબોધતા કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે નોટબંધીના કારણે કોંગ્રેસનો જાણે કમાઉ દિકરો મૃત્યુ પામ્યો હોય તેમ નોટબંધીના એક વર્ષ બાદ પણ  કોંગ્રેસ તેના શોકમાંથી બહાર નથી આવી. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસમાં ગુજરાત માટે નફરત એટલી ઠાંસી ઠાંસીને ભરી છે કે ગુજરાતની જનતા તેમને ક્યારેય નહીં સ્વિકારે. ગુજરાતની ચૂંટણીને કોંગ્રેસે ગેરજવાબદાર અને વાહિયાત જૂઠ્ઠાણાથી ભરપુર રંગોથી રંગવા પ્રયાસ કર્યો છે. વિકાસની જરૃર નથી. વિકાસની કોઈ વાત ન કરો એવું કહેવાની કોંગ્રેસમાં હિંમત નથી. વિકાસ સામાન્ય માણસની જિંદગીમાં બદલાવ લાવવા માટે છે. નર્મદાના નીર આવ્યા પછી કેટલું પરિવર્તન આવ્યું તે તે આપણે ભલીભાતી જાણીએ છીએ. રાત્રે વાળું કરતી વખતે વિજળી માટે વલખા મારતો નાગરિક ૨૪ કલાક વિજળી મેળવતો થયો. પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાએ ખેડૂતોને સુરક્ષિત કર્યા, દક્ષિણ ગુજરાત સાથે નાતો વધ્યો, ફેરી સર્વિસથી માત્ર એક કલાકમાં સૌરાષ્ટ્રના લોકો ત્યાં પહોંચતા થયા. દેશના સામાન્ય માનવીઓને જે ૫૦ વર્ષ પહેલા મળવું જોઈએ તે અપાવવાની ઝુંબેશ હવે શરૃ થઈ છે ત્યારે શું દેશને હવે લૂંટાવવા દેવો જોઈએ તેવો સવાલ ઉઠાવી મોદીએ કહ્યું કે આ દેશની જનતા માટે આખા દેશમાં ભ્રષ્ટાચાર, કાળુ નાણું, બેઈમાની સહિતની બદીઓ દૂર કરી સફાઈની જરૃર છે. આ કામ હવે શરૃ થયું છે ત્યારે કોંગ્રેસ જૂઠ્ઠાણા અને વાહિયાત વાતો ચલાવી રહી છે.વડાપ્રધાન મોદીએ ભાજપ સરકાર દ્વારા થયેલા વિકાસ કામોની વિગતો આપી હતી.


મોરારજીભાઇને ડુંગળી-બટાટાની જેમ ફેંકી દીધા હતા
કોંગ્રેસે ગુજરાતમાં એકપણ પાટીદાર મુખ્યમંત્રીને જંપીને બેસવા દીધા નથી
બાબુભાઈ જશભાઈથી લઈ આનંદીબેન સુધી... મેં આવો દ્વેશ કયારેય જોયો નથી : કોંગ્રેસે તેનું ચરિત્ર ગુમાવી દીધું છે
કોંગ્રેસે સરદાર સાહેબનાં શું હાલ કયાં હતા, તે મણીબેનની ડાયરી વાંચવાથી ખબર પડે
કોંગ્રેસમાં ગુજરાત માટે નફરત ઠાંસી ઠાંસીને ભરી છે જેથી ગુજરાતની જનતા તેને ક્યારેય નહીં સ્વિકારે

જસદણ, તા.27 નવેમ્બર, 2017, સોમવાર
ભાજપથી વિમુખ થતાં પાટીદારોને ફરી ભાજપ તરફ  વાળવા માટેનાં પ્રયાસરૃપે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જસદણ ખાતેની જાહેર સભામાં પાટીદારોને લઈને કોંગ્રેસ ઉપર પ્રહારો કરતા કહ્યું હતું કે, કોંગ્રેસે ગુજરાતમાં એક પણ પાટીદાર મુખ્યમંત્રીને જંપીને બેસવા દીધા નથી, બાબુભાઈ જશભાઈ પટેલથી લઈ આનંદીબેન સુધી.. મેં આવો દ્વેશ કયારેય જોયો નથી, ગુજરાતનાં પનોતા પુત્ર એવા લોકપ્રિય  મોરારજીભાઈ દેસાઈને પણ કોંગ્રેસે ડુંગળી-બટાટાની જેમ ફેંકી દીધા હતાં.
 ગુજરાત  કે, પાટીદાર મુખ્યમંત્રીની વાત આવે ત્યારે લાગે કે કોંગ્રેસે તેનું ચારિત્ર ગુમાવી દીધુ છે. વડાપ્રધાને નોટબંધી, જીએસટીથી લઈ બહુચર્ચીત વિકાસ મુદ્દે કોંગ્રેસ ઉપર આકરા શાબ્દીક પ્રહારો કર્યા હતાં. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસે સરદાર પટેલનાં શું હાલ કર્યા તે કહેવું પડે તેમ નથી. મણીબેનની ડાયરીા વાંચવાથી ખબર પડે. બાદમાં ખમતીધર, બેદાગ અને ગાંધીજીનાં મૂલ્યો ઉપર ચાલનાર મોરારજીભાઈ દેસાઈ કે જેઓ ગુજરાતનાં હતાં. તેમને ડુંગળી, બટાટાની જેમ ફેંકી દીધા.
ગુજરાતમાં પ્રથમ વખત જન સંઘનાં ટેકાથી પટેલનો દિકરો બાબુભાઈ જશભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા તો નવ જ મહિનામાં કોંગ્રેસે બાબુભાઈ પટેલને ઘરે બેસાડી દીધા, ચિમનભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા તો તેમને પણ હટાવી દેવાયા. બાદમાં કાઠિયાવાડથી પ્રથમ વખત કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા તો ભૂકંપનાં મુદ્દે તેમની ખુરશી હલબલી જાય તેવી પ્રવૃત્તિ કોંગ્રેસે કરી, છેલ્લે ગુજરાતની પટેલની દિકરી પ્રથમ વખત મુખ્યમંત્રી બની તો કોંગ્રેસે તોફાનો કરાવી તેમને ડિસ્ટર્બ કર્યા.. હદથી પણ નીચે જવાની પ્રવૃત્તિ કોંગ્રેસે કરી છે. હવે, ગરીબનો દિકરો પી.એમ. બન્યો.. ચ્હા વેંચવાવાળાએ તેમની ગાદી લઈ લીધી તો તેમને એ પેટમાં દુ:ખે છે. ગાદી શું તમને વારસામાં મળી હતી તેવો સવાલ ઉઠાવી તેમણે કહ્યું કે, મોદી ચ્હા વેંચશે પણ દેશને વેંચવાની પ્રવૃત્તિ કયારેય નહીં કરે.
નર્મદાનું પાણી કચ્છ-કાઠિયાવાડને મળે તે માટે દિલ્હી સાથે મેં બાથભીડી, મુખ્યમંત્રી હોવા છતાં ઉપવાસ ઉપર બેસવું પડયું અને જ્યારે નર્મદાની પાઈપ લાઈન નાખી ત્યારે તેમાંથી પાણી નહીં હવા આવશે તેવી મજાક કોંગ્રેસે ઉડાવી, પણ હું ગુજરાતની ધરતીનો દીકરો છું, આ ધરતીમાં મોટો થયો છું માટેે તેનું કર્જ ચૂકવવા પ્રયાસ કરી રહ્યો છું, આ વિસ્તારનાં બે તળાવ નર્મદાનાં પાણીથી ભરાઈ ચૂકયા છે. બાકીનાં ૧૫ પણ ભરાઈ જશે તેની ખાતરી આપુ છું.
કોંગ્રેસ ઉપર પ્રહારો કરતા તેમણે કહ્યું કે, ચણાનું ઝાડ હોય કે છોડ હોય તેની પણ જેને ખબર પડતી નથી તેઓ ખેડુતોનાં પ્રશ્નો લઈને નિકળી પડયા છે. પરંતુ ગુજરાતનો ખેડૂત સમજદાર છે, ખોટી વાતોમાં નહીં ફસાય. વડાપ્રધાને ખેતરે-ખેતરે સોલાર પમ્પની દિશામાં કેન્દ્ર સરકાર કામ કરી રહી હોવાનું જણાવી કહ્યું હતું કે, આનાથી વીજ બીલનું નામો નિશાન નહીં રહે તેમ જ રાત ઉજાગરા કરવા નહીં પડે.
વિકાસનાં મુદ્દે તેમણે કહ્યું કે, વિકાસ શું કહેવાય તેની સાથે કોંગ્રેસને લેવાદેવા નથી. પણ ગુજરાતમાં વિકાસ નહીં અટકે, વિકાસને નવી ઊંચાઈ પર લઈ જવાશે. બાદમાં વડાપ્રધાને રાજકોટમાં નવું એરપોર્ટથી લઈ જનૌષધી કેન્દ્રો, સ્ટેન્ટનાં ઘટાડયા ભાવ લીંબડી હાઈ-વે હવે, ફોર લેનમાંથી સીકસ લેન, ખેડૂતોને નર્મદાનું પાણી સહિતનાં વિકાસકામો વિષે કહી સૌનો સાથ સૌનો વિકાસનો પુનરોચ્ચાર કર્યો હતો. જીએસટી મુદ્દે તેમણે કહ્યું કે, કોંગ્રેસ જુઠ્ઠાણા ચલાવી રહી છે. મિટીંગમાં તમામ રાજ્યો મળીને બધુ નક્કી કરે છે, તેમાં કોંગ્રેસનાં મુખ્યમંત્રીઓ પણ હોય છે. પરંતુ તેઓ બહાર આવીને ગપ્પા મારે છે.


ભુજથી વડાપ્રધાન મોદીએ ચુંટણી પ્રચારના કર્યાં શ્રીગણેશ
પરિવારથી આગળ જેણે કાંઈ જોયું નથી તે દેશનું શું ભલું કરશે: મોદી
આ ધરતી સાથે જેનો નાતો નથી તેઓ મર્યાદા ઓળંગી બીજાને નીતિ અને નિયત ન શીખવાડે

દોકલામ વિવાદ વચ્ચે ચીની રાષ્ટ્રપતિને ઉમળકાભેર મળવા બદલ રાહુલની પણ ટીકા
ભુજ, તા.27 નવેમ્બર, 2017, સોમવાર
પરિવારથી આગળ જેણે કાંઈ જ જોયું નથી કે, વિચાર્યું નથી તે દેશનું શું ભલું કરવાના છે. તવું નામ ન બોલીને કોંગ્રેસ પ્રમુખ સોનીયા ગાંધી તથા રાહુલ ગાંધી ૫ર ભુજથી વિધાનસભા ચુંટણી પ્રચારના શ્રીગણેશ કરતા વડાપ્રધાન મોદીએ વાકબાણ છોડયા હતા. રાહુલની બુધિૃધક્ષમતાની મજાક ઉડાવતા મોદીએ કટાક્ષ કર્યો હતો કે, અમુક લોકોને સમજાવા મુશ્કેલ હોય છે. તો પછી આપણે માથા પરચી કરવી જ નહીં, જેની નીતિ, રીતિ, નિયત તથા આ ધરતી સાથે કાંઈ નાતો નથી તેઓએ પોતાની મર્યાદા સાથે બીજાને ન તોલે એ જ બરોબર છે. કારણ કે, કોંગ્રેસ માટે વિકાસ મજાક છે પરંતુ અમારા માટે વિકાસ મિજાજ છે.
લોકોને આકર્ષવા કચ્છીમાં 'કીં આય.. મુજા ભા ભેણ' કહેતા જ લોકોએ ચીચીયારીઓ વળતો જવાબ આપ્યો હતો.મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, અમે માત્ર ચુંટણી સમયે નથી આવતા અમે સમયાંતરે ખબર અંતર પુછવા આવીએ છીએ.કચ્છથી ચુંટણી પ્રચારનો પ્રારંભ કરવાનું કારણ જણાવતા મોદીએ મમરો મુકયો હતો કે,ગુજરાત વિધાનસભાનો પ્રારંભ એકડો અબડાસાથી શરૃ થાય છ, તેમજ આશાપુરા માતાજીનું નામ પણ 'અ' થી શરૃ થાય છે, તેમજ કચ્છ અને કમળના શબ્દો પણ એકજ છે. સભામાં કોંગ્રેસને ભાંડતા વડાપ્રધાને ઉમેર્યું હતું કે, કોંગ્રેસે સરદાર પટેલને અન્યાય કર્યો તે ગુજરાત સહન કરી ગયું હતું પણ હવે રાજયને પાછળ ધકેલવામાં મહત્વનો ફાળો ભજવનારાઓને ગુજરાતના લોકો હવે સાંખી નહીં લ.ે જો નર્મદાના નીર ૩૦ વર્ષ પહેલા આવી ગયા હોતતો કચ્છીઓને હીજરત કરવાની નોબત ન આવત. આ ટાંકણે ખુદને ગુજરાતના દીકરા તરીકે મુકી લોકાની સંવેદના જીતવાનો પ્રયાસ કર્યો હતો. કચ્છને પોતાનું ટ્રેનીંગ સેન્ટર ગણાવીને કહ્યું હતું કે, ૨૦૦૧ના ભુકંપ સમયે કચ્છે મને વહીવટનો એકડો શીખવાડયો હતો. ત્યારે મારા માટે આ મુલક અલગ જગ્યા ધરાવે છે. તેમણે જવાહરલાલ નહેરૃ પણ પ્રહાર કરતા કહ્યું હતું કે, તેમના શાસનમાં અંજારમાં ભુકંપ આવ્યો અને ૨૦૦૧માંઅમારા શાસન દરમિયાન  કચ્છમાં બીજો ભુકંપ આવ્યો ત્યારે તેઓના અને છેલ્લા ૧૭ વર્ષમાં અમે કરેલા કાર્યોની સરખામણી કરશો તો ખ્યાલ આવશે વીકાસ કોને કહેવાય. વધુમાં તેમણે રાહુલની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે, ડોકલામ વિવાદ ટાણે સતત ૭૦ દિવસ સુધીવ સૈેનીકો ચીન સામે ડટીને ઉભા હતા, ત્યારે તેઓ ચીનને ગલે લગાવતા હતા. મુબઈ આતંકી હુમલા બાદ કોઈ કામગીરી ન કરનારા અમારી પાસેથી સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવાઓ માંગે છે. તેઓને આ માંગતા શરમ નથી આવતી, અમે શું ત્યાં કોઈ ફિલ્મ ઉતારવા ગયા હતા કે સીડી હોય! નોટબંધીને એક વર્ષ પુર્ણ થયું છે છતાં પણ જાણે તેઓનું બધુ લુટાઈ ગયું હોય તેમ પેટમાં દુખે છે. જીએસટી મુદે પણ વિવાદ ઉભા કરે છે. જીએસટી અમારા માટે દેશના હીતનો મુદો છે, તેથી અહંમ રાખ્યા વિના હજી પણ તેમાં ફેરફારો કરીએ છીએ. તેમણે અંતમાં જેમ રણ સુધી લોકોને લાવ્યા છીએ તેમ ધોળાવીરા સુધી આખી દુનિયાને લઈ આવવાની નેમ વ્યકત કરી હતી.
તો મુખ્યમંત્રી વિજય રૃપાણીએ કચ્છડો ખેલે ખલકમાં પંજાને કાઢો મુલ્કમાંથી કહી ભાષણનો પ્રારંભ કર્યો હતો.વીકાસની રાજનીતિ કરતા ડરનારાઓ રાજયનો વિકાસ ઈટાલિયન ચશમાથી જોઈ રહ્યા છે. તેઓને આ ચશમા ઉતારી વિકાસ જોવા ટકોર કરી હતી. રાહુલ બાબાના મોઢામાં બેરોજગારીની વાત શોભતી નથી. કોંગ્રેસી સરકારોએ કાંઈ કર્યું નથી.દેશમાં બેકારી વધારવામાં કોંગ્રેસનો સિંહ ફાળો છે. વિકાસ કોંગ્રેસ માટે મજાક છે. ભાજપ માટે વીકાસ મિજાજ છે. દોકલામમાં ભારતના જવાનો ૭૦ દિવસ સુધી ચીની સેના સામે લાલ આંખ કરી હતી, ત્યારે કોંગ્રેસીઓ ચીનના રાજદુતને ગલે લગાડી ફરતા હતા.

Post Comments