Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આધારકાર્ડ ફરજિયાત કેમ કર્યું? સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને સવાલ

- 2015માં SCએ સરકારી યોજનાઓ માટે આધાર ફરજિયાત કરવા પર પ્રતિબંધ મૂકેલો

- પાન કાર્ડ વડે થતી છેતરપિંડી અટકાવવા ફરજિયાત કર્યું હોવાનો સરકારનો બચાવ

નવી દિલ્હી, તા. 21 એપ્રિલ 2017, શુક્રવાર

આઇટી રિટર્ન ફાઇલ કરવામાં આધાર કાર્ડ ફરજિયાત કરવાના વિરુદ્ધમાં દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતા શુક્રવારે સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ એ.કે. સીકરી અને ન્યાયમૂર્તિ અશોક ભૂષણની બેન્ચે કેન્દ્ર સરકારને ઠપકો આપ્યો છે. બેન્ચે કહ્યુ કે જ્યારે અમે આધાર કાર્ડને વૈકલ્પિક રીતે ઉપયોગ કરવાના આદેશ આપી ચૂક્યા છે તો તેને ફરજિયાત કેમ કરવામાં આવ્યુ?

જોકે એટર્ની જનરલ મુકુલ રોહતગીએ આ મામલામાં સરકારનો બચાવ કર્યો છે. રોહતગીએ કહ્યુ કે ફન્ડ્સ ટ્રાન્સફર કરવામાં પાન કાર્ડનો ખોટો ઉપયોગ થઇ રહ્યો છે. પાન કાર્ડના ખોટા ઉપયોગને અટકાવવા માટે જ સરકારે આધાર કાર્ડને ફરજિયાત કર્યુ છે. 11 એપ્રિલ 2015ના આદેશમાં સુપ્રીમ કોર્ટ સરકારી યોજનાઓ માટે આધાર કાર્ડના ફરજિયાતપણા પર પ્રતિબંધ મુકી ચૂકી છે.

પાન કાર્ડ સાથે આધાર કાર્ડને જોડવા માટે કેન્દ્ર સરકારના નિર્ણયની બંધારણીય કાયદેસરતા પર સુપ્રીમ કોર્ટ નિર્ણય આપશે. ન્યાયમૂર્તિ એ.કે. સીકરી અને ન્યાયમૂર્તિ અશોક ભૂષણની બેન્ચે શુક્રવારે કહ્યુ કે તેઓ કેન્દ્ર સરકારના નિર્ણયની બંધારણીય કાયદેસરતા પર વિચાર કરશે.

કેન્દ્ર સરકારે ગત મહિને જ આઇટી રિટર્ન ફાઇલ કરવા, પાન કાર્ડ માટે અરજી કરવા અને તેમાં સુધારા કરવા માટે આધાર કાર્ડને ફરજિયાત કર્યુ હતુ. તેની પાછળ સરકારે તર્ક આપ્યો હતો કે અત્યારે મોટી સંખ્યામાં ડુપ્લીકેટ પાન કાર્ડનો ઉપયોગ કરીને નાણાંકીય છેતરપિંડી કરવામાં આવી રહી છે.

Post Comments