Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

#પદ્માવતના વિરોધમાં કરણી સેના સારા નરસાનું ભાનભુલી: કર્યો સ્કૂલબસ ઉપર હૂમલો

- નોઈડામાં સ્કૂલબસ ઉપર કરણીસેનાએ વરસાવ્યા પથ્થર

- શાળાએ જતા ભૂલકાં કરી ઉઠ્યા રોકકળ

નવી દિલ્હી, તા. 25 જાન્યુઆરી 2018, ગુરુવાર

પદ્માવતના વિરોધમાં કરણીસેના સારા નરસાનું ભાન ભૂલી ગઈ છે. ભારત બંધ કરાવવાની લ્હાયમાં કરણીસેનાએ આજે ગુડગાંવની એક સ્કૂલ બસ ઉપર પથ્થર મારો કર્યો હતો.

સમગ્ર દેશમાં ફિલ્મ પદ્માવતની રીલિઝના વિરોધમાં કરણી સેના દ્ધારા બંધની જાહેરાત કરવામાં આવી છે. ફિલ્મના વિરોધમાં હિંસક પ્રદર્શન કરી રહેલા પદ્માવત ફિલ્મના વિરોધીઓએ દિલ્હીના ગુડગાંવમાં એક સ્કૂલ બસ પર હુમલો કરી દીધો હતો. ગુડગાંવમાં કરણી સેનાએ ધમકી આપી હતી કે થિયેટરમાં પદ્માવત ફિલ્મ રીલિઝ થશે તો થિયેટરને સળગાવી દઈશું.

બુધવારે વિરોધ કરી રહ્યા હતા ત્યારે ત્યાંથી પસાર થઇ રહેલી સ્કૂલ બસ ઉપર હુમલા કર્યો હતો જેમાં શાળાએ જતા ભૂલકાઓ ડરી ગયા હતા અને રોકકળ કરી મૂકી હતી. હાલમાં આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. આ પથ્થબાજીને કારણે બે બાળકો ઘાયલ થયા હતા. મીડિયા રિપોર્ટસ પ્રમાણે, આ હુમલામાં સ્કૂલ બસના કાચ પણ તૂટ્યા હતા. બસમાં સવાર શિક્ષકોએ તમામ બાળકોને સીટ નીચે બેસાડી દીધા હતા. હુમલાથી બાળકો ખૂબ ડરી ગયા હતા અને રડવા લાગ્યા હતા.

આ ઘટના પર હરિયાણાના મંત્રી અનિલ વિજે કહ્યું જે લોકો તોડફોડ કરી રહ્યા હતા તે ગુંડા હતા. કોઇને તોડફોડ કરવાની મંજૂરી નથી. આ ઘટના બાદ પોલીસે કેટલાક લોકોની ધરપકડ કરી હતી. જોકે, કરણી સેનાએ આ ઘટનાની નિંદા કરી હતી. કરણી સેનાએ કહ્યું કે, આ બિલકુલ ખોટી અને નિંદનીય ઘટના છે. રાજપૂતોનું કામ ગુંડાગર્દી કરવાનું નથી.

Post Comments