Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

'અરે યાર' થી 'ભેલપૂરી' સુધીના કેટલાય હિન્દી શબ્દનો ઑક્સફૉર્ડ ડિક્શનરીમાં સમાવેશ

- 14 સપ્ટેમ્બરને ભારતભરમાં હિન્દી દિવસ તરીકે મનાવવામાં આવે છે

- હિન્દી ભાષા દુનિયાની બીજી સૌથી બોલવામાં આવતી ભાષાઓમાં સામેલ

નવી દિલ્હી, તા. 14 સપ્ટેમ્બર 2017, ગુરુવાર 
 
14 સપ્ટેમ્બરે ભારતમાં હિન્દી દિવસ મનાવવામાં આવે છે. હિન્દી એક એવી ભાષા છે જે દુનિયાના 258 મિલિયન લોકો દ્વારા બોલવામાં આવે છે અને આ દુનિયાની બીજી સૌથી વધારે બોલવામાં આવતી ભાષાઓમાં સામેલ છે. 14 સપ્ટેમ્બર 1949ના રોજ ભારતની બંધારણ સભાએ દેવનાગરીમાં લિખિત હિન્દીને ભારતની સત્તાવાર ભાષા તરીકે અપનાવી હતી. 
 
26 જાન્યુઆરી 1950ના રોજ બંધારણની કલમ 343 હેઠળ 14 સપ્ટેમ્બરના દિવસે હિન્દી દિવસ તરીકે મનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. હાલમાં ભારતમાં 22 ભાષાઓ છે જેમાં બે ભાષા કેન્દ્ર સરકાર દ્વારા માન્યતા મળી છે, અંગ્રેજી અને હિન્દી. 
 
જ્યારે દુનિયાના કરોડો લોકો હિન્દી બોલે છે તો સ્પષ્ટ છે કે તેના કેટલાક શબ્દ સુપરહિટ હશે. ઑક્સફૉર્ડ ડીક્શનરી દ્વારા જ્યારે ગત વર્ષે નવમી આવૃત્તિ બહાર પાડવામાં આવી ત્યારે તેમાં લગભગ 240 શબ્દ ભારતીય ભાષા સાથે સંકળાયેલા હતા. આ શબ્દોને અગ્રતા આપવામાં આવી હતી. ડિક્શનરી દ્વારા લગભગ 900થી 1,000 એવા હિન્દી શબ્દ છે જેને ઘણા સમયથી ડિક્શનરીમાં સામેલ કરવામાં આવ્યા છે. એક નજર એવા હિન્દી શબ્દ પર જેને દુનિયાભરમાં માન્યતા મળી છે. 
 
અરે યાર -  Arre yaar
ઢાબા - Dhaba 
પાયજામા - Pyjama 
ચૂડીદાર - Chudidaar 
ભેલપૂરી - Bhelpuri
કીમા - Keema
પાપડ - Papad
કરી - curry
ચટની - chutney 
અવતાર - Avatar
ચીતા - Cheetah
ગુરુ - Guru
જિમખાના - Gymkhana
જંગલ -Jungle
કર્મ - Karma
મુગલ - Mogul
મહારાજા - Maharaja
મંત્ર - Mantra
નિર્વાણ - Nirvana
પંડિત - Pundit
ઠગ - Thug
બરામદા - Varanda
યોગ - Yoga

Post Comments