Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મહિલા ક્રિકેટર હરમનપ્રિત કોરની DSPમાંથી હકાલપટ્ટી

- ગ્રેજ્યુએશન માટેના ખોટા પ્રમાણપત્રો રજૂ કર્યા હતા

- કાનૂની કાર્યવાહી થશે તો અર્જુન એવોર્ડ પણ છીનવી લેવાશે

નવી દિલ્હી. તા,10 જુલાઈ 2018 મંગળવાર

ભારતીય મહિલા ક્રિકેટર અને હાલના સમયે ટી-20 માં કેપ્ટન રહી ચુકેલી પંજાબની હરમનપ્રિત કોર માટે અત્યારે ખરાબ સમય ચાલી રહ્યો છે. હકીકતમાં હરમનપ્રિતની ડિગ્રી નકલી સાબિત થઈ છે.

ત્યારબાદ પંજાબ સરકાર એક્શનમાં આવતા તેની પાસેથી ડીએસપી રેન્ક છીનવી લઈ કોન્સ્ટેબલની નોકરી આપવામાં આવશે. અર્જુન એવોર્ડથી સન્માનિત થયેલ હરમનપ્રિત કોરને આ વર્ષે જ માર્ચ મહિનામાં ડીએસપીની નોકરી ઓફર કરવામાં આવી હતી.

હરમનપ્રિત કોરની ગ્રેજ્યુએશની ડીગ્રી ચૌધરી ચરણસિંહ યુનિવર્સિટી મેરઠમાંથી મેળવેલી હોવાનો દાવો કરવામાં આવ્યો છે પરંતુ તપાસમાં આ ડીગ્રી ખોટી હોવાનું બહાર આવ્યુ છે. હવે પંજાબ સરકારે હરમનપ્રિત કોરને એક પત્ર લખી જણાવ્યુ છે કે તેની ડીગ્રી માત્ર 12 ધોરણ સુધીની હોવાથી તેમને ફક્ત કોન્સ્ટેબલ બની શકશે.

કાનૂની કાર્યવાહી થશે તો અર્જુન એવોર્ડ પણ છિનવી લેવામાં આવશે

આ તમામ ઘટનાઓની વચ્ચે જોઈએ તો હજી સુધી તેના પર કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી નથી. એક અધિકારીએ જણાવ્યુ હતુ કે જો તેના પર છેતરપિંડીનો કેસ દાખલ કરાવામાં આવશે તો તેમની પાસેથી અર્જુન એવોર્ડ પણ છીનવી લેવામાં આવશે.

Post Comments