Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હનીપ્રીત લખીમપુરના જંગલોમાંથી નેપાળ ભાગી ગઈ હોવાના અહેવાલ

- ડેરા સચ્ચા સોદાની મિલકતોની તપાસ માટે હનીપ્રીતને શોધવી જરૃરી

- મુંબઈના દરિયામાંથી વિદેશ ભાગવાની યોજના બનાવતી હોવાની પણ પોલીસને શંકા

ગુરમિત રામ રહીમ સિંઘ જેલમાં ધકેલાયા પછી તેમની પુત્રી કહેવાતી હનીપ્રીતને પણ પોલીસ શોધી રહી છે. પોલીસને શંકા છે કે, હનીપ્રીત એક ગુપ્ત કારમાં સવાર થઈને લખીમપુરના જંગલોમાંથી નેપાળ ભાગી ગઈ છે.

હાલમાં જ હરિયાણા પોલીસ હનીપ્રીતને શોધવા લખીમપુર પહોંચી હતી, જ્યાં પોલીસને તેની કારના માલિકનો પતો લાગ્યો હતો. જોકે, હવે હનીપ્રીતને શોધવી એ પોલીસ માટે પડકારજનક સાબિત થયું છે. એવું પણ કહેવાય છે કે, હનીપ્રીત મુંબઈથી સાત સમંદર પાર કરીને વિદેશ ભાગી જવાની યોજના બનાવી રહી છે. હાલમાં જ બાબાએ જેલમાં મળવા માટે પોલીસને દસ લોકોની યાદી સોંપી હતી. આ યાદીમાં હનીપ્રીતનું પણ નામ હતું.   

હરિયાણા પોલીસે હનીપ્રીત પર ગુરમિત રામ રહીમને ભગાડવાની તેમજ હિંસા ભડકાવવાની યોજના બનાવવાનો આરોપ મૂક્યો છે. પોલીસના જણાવ્યાનુસાર, ૨૫મી ઓગસ્ટે ગુરમિત રામ રહીમને જેલ લઈ જવાયો ત્યારે હનીપ્રીતે એક યોજના અંતર્ગત ભાડુતી ગુંડા રોકીને હિંસા ભડકાવવાનું કાવતરું ઘડયું હતું. એટલું જ નહીં, હનીપ્રીતે રામ રહીમને ફરાર કરી દેવાની પણ કોશિષ કરી હતી.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, રોહતકની સુનારિયા જેલમાંથી હનીપ્રીત સાથે ત્રણ શખસો નીકળ્યા હતા, જેમાંનો એક સંજય ચાવલા હતો. સંજય ચાવલા જ હનીપ્રીતને છેલ્લે મળ્યો હતો. તેની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, ડેરા સાથે સંકળાયેલા બે માણસો હનીપ્રીતને લઈને ફરાર થઈ ગયા છે.

Post Comments