Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દેશના ભાગલા પડે ત્યારે શું થાય?

નવાં રાજ્યો કે નવા દેશની ડિમાન્ડ સર્વત્ર થઈ રહી છે. ઉત્તર પ્રદેશમાંથી કોઈને અલગ પડવું છે, તો બંગાળમાં ગોરખાલેન્ડની બબાલ ઉભી છે.

પરંતુ કોઈ પ્રદેશના ભાગ પડે ત્યારે શું થાય તેનો ખરો અનુભવ ભાગ્યે જ લોકોને હોય છે. એવો એક અનુભવ ભારતે અને આખા જગતે ૧૯૪૭માં જોયો હતો. અંગ્રેજોએ ૪૧ લાખ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા અખંડ ભારતના ભાગ પાડી દીધા હતા. માત્ર કાગળ પર રેખા આંકી દેવાથી ભાગલા પૂરા નહોતા થયા.

પરંતુ ભાગલાની પ્રક્રિયા મહિનાઓ સુધી ચાલી હતી. મુસ્લિમો પાકિસ્તાન તરફ જ્યારે હિન્દુ ભારત તરફ પ્રવાસ કરી રહ્યાં હતા. એ વખતે ભયંકર હિંસા થઈ હતી. નાનામા નાના અંદાજ પ્રમાણે પણ ૧ લાખ લોકોના મોત થયા હતા. જાન-માલનું નુકસાન અને તેના લાંબાગાળાની અસરોની ગણતરી તો અલગ.. એ ભાગલાની પીડા સમજવા માટે કેટલીક તસવીરો...

ચલ ઉડ જા રે પંછી...

પાર્ટીશનની આ અત્યંત પ્રચલિત તસવીર અમેરિકન લેડી ફોટોગ્રાફર માર્ગરેટ બર્ક વ્હાઈટે લાઈફ મેગેઝિન માટે લીધી હતી. પાર્ટિશનની ઘણી-ખરી તસવીરો બર્ક વ્હાઈટના કેમેરામાં જ કેદ થઈ હતી. આ તસવીરમાં શીખ પરિવારો ભાગલા નક્કી થયા પછી ભારત તરફ ગાડા ભરીને આવી રહ્યાં છે, જે અગાઉ પાકિસ્તાનમાં રહેતા હતા

દેશના ભાગ પાડતી બેઠક

વાઈસરોય માઉન્ટબેટનની અધ્યક્ષતામાં આ બેઠક જૂન ૧૯૪૭માં મળી હતી. તેમાં જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ, જિન્નાહ, આચાર્ય કૃપલાણી, સરદાર બળદેવસિંહ વગેરે નેતાઓ હાજર હતા. પોતાને ભારતમાં સત્તા નહીં મળે એવુ સમજી ચૂકેલા જિન્નાહ કોઈ પણ ભોગે અલગ રાષ્ટ્રની જિદ્દ લઈને બેઠા હતા.

વન મેન બાઉન્ડ્રી ફોર્સ

૧૫મી ઓગસ્ટે ગાંધીજી બંગાળના નોઆખલીમાં હતા અને હિંસા ન થાય એટલા માટે ઉપવાસ પર હતા. એ સરહદે ખરેખર હિંસા થઈ પણ ન હતી. માટે માઉન્ટબેટને લખ્યું હતું કે એ માણસ વન મેન બાઉન્ડ્રી ફોર્સ (એકે હજારા જેવો) છે. આ તસવીર નવી દિલ્હીના પુરાના કિલ્લા ખાતે શરૃ કરાયેલા નિરાશ્રિત કેમ્પની છે. ૨૨મી સપ્ટેમ્બર, ૧૯૪૭ના દિવસે ગાંધીજી ત્યાં સ્થિતિની તપાસ માટે આવ્યા હતા.

કુબૂલ હૈ..


જૂન ૧૯૪૭માં મળેલી કોંગ્રેસની બેઠકમાં સર્વ નેતાઓ હાથ ઊંચો કરીને ભાગલા મંજૂર હોવાની વાતને સહમતી આપી રહ્યાં છે.


સામુહિક અંતિમવિધિ


હિંસક મારામારી ઉપરાંત બીજો ખતરો કોલેરા સહિતના ઘાતક રોગોનો હતો, જેની સામે કોઈ રીતે રક્ષણ મળી શકે એમ ન હતું. સામુહિક લાશોનો નિકાલ પણ સામુહિક રીતે કરવામાં આવતો હતો.

હવાઈ હેરાફેરી

રેફ્યુજી અને ડિફેન્સ ફોર્સની હેરાફેરી માટ જમ્મુના પૂંચ વિસ્તારમાં વાયુસેનાનું વિમાન ઉતર્યું હતું. લોકો તેમાં સવાર થઈ રહ્યા છે. દરેક ચીજની માફક સૈન્ય ટૂકડીના પણ ભાગ પડયા હતા.

શિપ ટુ ઈન્ડિયા

કરાંચી બંદરેથી ત્યાં રહેતા હિન્દુઓને લઈને આ જહાજ ભારત આવવા માટે રવાના થઈ રહ્યું છે.

બ્રિટિશ સૈન્ય ટૂકડીની વિદાય

ભારતમાં રહેલી આખરી બ્રિટિશ સૈન્ય ટુકડી 'ધ રોયલ નોર્ફોક રેજિમેન્ટે' ૧૯૪૭ની ૧૭મી ઓગસ્ટે ભારતમાંથી મુંબઈ બંદરેથી વિદાય લીધી હતી.

પુસ્તકના પણ ભાગ પડશે

પાર્ટિશન વખતે બરાબરની જફા થઈ હતી. દેશની સરકારની દરેક ચીજોનો ભાગ થઈ રહ્યો હતો. એટલે સુધી કે એન્સાઈક્લોપિડિયા જેવા ગ્રંથોના પણ અમુક ભાગ પાકિસ્તાન રાખે, અમુક ભારત રાખે એવુ નક્કી થયું હતું. આ તસવીર એવા ગ્રંથોના ભાગલા વખતની જ છે, જેમાં પાકિસ્તાન તરફનો થપ્પો અને ભારત તરફનો થપ્પો અલગ અલગ થઈ રહ્યો છે.

 

કામચલાઉ રેનબસેરા

પહેરેલે કપડે પાકિસ્તાનમાંથી ભારતમાં આવનારા લોકો ક્યાં રહે? રાતોરાત ઘર-બાર ક્યાંથી ઉભા કરે? માટે સરકારે ૨૦૦થી વધુ સ્થળે રાહત છાવણી (રેફ્યુજી કેમ્પ) ઉભી કરી હતી. આ તસવીર એવા જ એક કેમ્પની છે. ગુજરાતમાં તો પાકિસ્તાનથી આવેલા લોકો માટે જમીન ફાળવીને ત્યાં આખુ નગર ઉભુું કરવામાં આવ્યું હતુ. એ નગરનું નામ ગાંધીધામ! આ તસવીર જોકે સરહદી કેમ્પની છે.

લાશોના ઢગલા

ભાગલા વખતે રીતસરના લાશોના ઢગલા ખડકાયા હતા. અહીં રજૂ કરેલી તસવીર એ વાતની સાક્ષી પૂરાવે છે. મૃતદેહનો ખોરાક બનાવતા ગીધને પણ વધી પડે એટલો બધો ખોરાકનો પૂરવઠો મળ્યો હતો. પરિણામે કેટલાક ગીધ છત પર આરામ ફરમાવી રહ્યાં છે, લાશોને ફોલી ખાવાને બદલે. જ્યાં જૂઓ ત્યાં લાશોના ઢગલા હતા, ટ્રકોમાં તેને ગોઠવીને પછી સામુહિક અંતિમવિધિ માટે લઈ જવાતી હતી.

સાથી હાથ બઢાના...

વૃદ્ધો, અશક્તો, બાળકો કઈ રીતે રાતોરાત કિલોમીટર્સ સુધી ચાલીને સરહદ પાર કરે? તેમને સગાં-વ્હાલા-મિત્રો આ રીતે કાવડ કરીને પાર ઉતારતા હતા.

ટ્રેન ટુ પાકિસ્તાન


ભારતે પાકિસ્તાન જવા ઈચ્છતા રહેવાસીઓ માટે ટ્રેનોની વ્યવસ્થા કરી હતી. આ રીતે ટ્રેનમાં શક્ય એટલા વધુ મુસાફરો સવાર થઈને પોતાના નવા દેશમાં જઈ રહ્યા હતા. ત્યારે ભારતની વસતી ૧૪ કરોડ જ્યારે અલગ પડયુ એ પાકિસ્તાન ૫ કરોડની વસતી ધરાવતુ હતું. આખા જગતમાં આટલી મોટી સંખ્યામાં લોકોએ સરહદ પાર કરી ન હતી! ઈતિહાસમાં એ સૌથી મોટું સ્થળાંતર હતું.

 

Post Comments