Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભારતીય ફિલ્મોનાં 'નૂર' નૂર જહાઁએ પાકિસ્તાનને 'જહાં' બનાવ્યું!

ભારતના ભાગલા પડયાં એ સાથે એ સમયની ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પણ રાતોરાત ભાગલા પડી ગયાં હતાં. કેટલાંય નિર્માતાઓની ફિલ્મો અટકી પડી હતી.

કારણ કે ભારતના કેટલાંક કલાકારોએ પાકિસ્તાન જવાનું નક્કી કર્યું હતું. જેમાં એક નામ અભિનેત્રી નૂર જહાઁનું હતું. ૩૦મી ઓગસ્ટ, ૧૯૪૭ના દિવસે દિલીપ કુમાર અને નૂર જહાઁ અભિનીત ફિલ્મ 'જુગનૂ' રીલિઝ થઈ હતી. નૂર જહાઁની દિલીપ કુમાર સાથેની બીજી એવી જ એક મહત્વની ફિલ્મ એ જ દિવસોમાં રીલિઝ થઈ હતી,

જેનું નામ હતું 'દો ભાઈ'. ભાગલા વખતે નૂર જહાઁ ભારતીય ફિલ્મને અલવિદા કરીને તેમના પતિ શૌકત હુસૈન રીઝવી સાથે પાકિસ્તાન જવાનું પસંદ કર્યું હતું. પછી પાકિસ્તાનમાં ય તેમણે પંદરેક ફિલ્મોમાં અભિનય કર્યો હતો. તેમણે અસંખ્ય ફિલ્મોમાં પાશ્વગાયક તરીકે ય કામ કર્યું હતું. એટલે જ તેમને પાકિસ્તાનમાં મલ્લિકા-એ-તરન્નુમ (મેલોડી ક્વિન) તરીકે સન્માન મળે છે.

પ્રથમ પાકિસ્તાની ફિલ્મ, મેડ ઈન ઈન્ડિયા

પાકિસ્તાનમાં ૧૯૪૭ના ઓગસ્ટમાં 'તેરી યાદ' ફિલ્મ રીલિઝ થઈ હતી. એ ફિલ્મ પાકિસ્તાનની પ્રથમ ફિચર ફિલ્મનું સન્માન મેળવે છે. ભાગલાની પ્રક્રિયા શરૃ થઈ હતી એટલે અધવચ્ચેથી ફિલ્મના યુનિટને લાહોરમાં ખસેડાયું હતું.

એ ફિલ્મમાં 'આશા'ના ઉપનામથી જાણીતી અખંડ ભારતની અભિનેત્રી શબીરા બેગમે કામ કર્યું હતું. આ અભિનેત્રી પંજાબના પટિયાલામાં જન્મી હતી. ભાગલા પછી તે પાકિસ્તાન જતી રહી હતી.

એ ફિલ્મના હીરોનું નામ હતું - નાસીર ખાન. ભાગલા પહેલાં નાસીર ખાનનેે નવા સર્જાઈ રહેલાં પાકિસ્તાનમાં અભિનયની ઉજળી તક જણાતા તેણે પાકિસ્તાનની વાટ પકડી હતી પણ ૧૯૫૧માં ફરીથી ભારત આવીને અભિનય શરૃ કર્યો હતો.

ભારત આવવા માટે નાસીરને દિલીપ કુમારની મદદ મળી હતી અને પછી ૧૯૬૧માં દિલીપ કુમારે જ પોતાની ફિલ્મ 'ગંગા-જમના'માં તેણે પોતાના ભાઈની મહત્વપૂર્ણ ભૂમિકા અપાવી હતી. નાસીર ખાનને આટ-આટલી મદદ કરવા પાછળનું દિલીપ કુમાર પાસે દેખીતું કારણ એ હતું નાસીર દિલીપ કુમારનો સગો નાનો ભાઈ હતો!
 

Post Comments