Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દેશનો સૌથી ઊંચો ત્રિરંગો..

કુલ વજન : ૫૫ ટન

ઊંચાઈ : ૩૫૫ ફીટ

ધ્વજની પહોળાઈ: ૮૦ ફીટ

ધ્વજની લંબાઈ : ૧૨૦ ફીટ

કુલ ખર્ચ : રૃ. ૩.૫ કરોડ

અટારી સરહદે ભારતે સૌથી ઊંચો, મોટો, કદાવર ત્રિરંગો ફરકાવ્યો હતો. દેશના સૌથી ઊંચા ધ્વજની એટલે કે થાંભલાની ઊંચાઈ ૧૧૦ મિટર (૩૫૫ ફીટ) હતી. ધ્વજ પોતે ૧૨૦ ફીટ લાંબો અને ૮૦ ફીટ પહોળો હતો જ્યારે થાંભલા સહિત સમગ્ર ધ્વજનું વજન ૫૫ ટન થતું હતું.

૨૦૧૭ની ૫મી માર્ચે સૌથી પહેલી વખત તેને ફરકાવાયો હતો. સમગ્ર પ્રોજેક્ટ પાછળ ૩.૫ કરોડ રૃપિયાનો ખર્ચ અમૃતસર ઈમ્પ્રૂવમેન્ટ ટ્રસ્ટે કર્યો હતો.

વાઘા સરહદેથી તુરંત પાકિસ્તાન શરૃ થાય છે. માટે પાકિસ્તાને એવી શંકા વ્યક્ત કરી હતી અને પાકિસ્તાનને તો હજુ પણ શંકા છે જ કે ભારતે આ ધ્વજના બહાને ટોચ પર જાસૂસીની સામગ્રી ગોઠવી છે! પાકિસ્તાની રેન્જરે કહ્યું હતું કે તમે ધ્વજના બહાને ઊંચા કેમેરા ગોઠવ્યા છે. મોટા કદનો ધ્વજ ફરકતો હતો ત્યાં સુધી એ લાહોરના અનારકલી બાજારમાંથી સ્પષ્ટ જોઈ શકાતો હતો.

જોકે આ કદાવર ધ્વજ સતત ફરકતો રહી ન શક્યો. તેનું વિશાળ કદ અને સરહદ પર ફૂંકાતા તેજ પવનને કારણે કાપડ ફાટી ગયું હતું. માટે હવે ધ્વજ નાનો કરી તેનું કદ ૭૨ ફીટ બાય ૪૮ ફીટ રાખવામાં આવ્યુ છે. અહીં સરહદ જોવા આવતા પ્રવાસીઓ માટે આ ધ્વજ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
 

Post Comments