Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

૩૦ જૂને મધ્યરાત્રિએ સંસદના સેન્ટ્રલ હોલમાં જીએસટી લોન્ચ કરાશે

- ૧૯૪૭ની ૧૫ ઓગસ્ટની મધ્યરાત્રિની યાદ તાજી થશે

(પીટીઆઇ)             નવી દિલ્હી, તા. ૧૯ સોમવાર, જૂન 2017
સંસદના ઐતિહાસિક સેન્ટ્રલ હોલમાં ૩૦ જૂને મધ્યરાત્રિએ જીએસટી લોન્ચ કરવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જ ૧૯૪૭ની ૧૫ ઓગસ્ટની મધ્યરાત્રિ યાદ તાજા થશે.  જીએસટી લોન્ચ કરવા માટે સરકાર વર્તુળાકાર સંસદના સેન્ટ્રલ હોલનો કદાચ પ્રથમ વખત ઉપયોગ કરશે. જીએસટીને કારણે ૨ ટ્રિલિયનના અર્થતંત્રમાં મોટા પાયે પરિવર્તન જોવા મળશે. ૩૦ જૂને યોજાનારો આ કાર્યક્રમ રાતે ૧૧ વાગ્યે શરૃ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી હાજર રહેશે.

આ કાર્યક્રમ માટે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને એચ ડી દેવગોડા ઉપરાંત તમામ રાજ્યોના મુખ્યપ્રધાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે.

આ દરમિયાન આજે પંજાબ વિધાનસભામાં જીએસટી બિલ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું. પંજાબના નાણાપ્રધાન મનપ્રિતસિંહ બાદલે આ બિલ રજૂ કર્યુ હતું.

બીજી તરફ તમિલનાડુ વિધાનસભામાં ડીએમકી ધારાસભ્યોના વોકઆઉટ વચ્ચે જીએસટી બિલ પસાર કરવામાં આવ્યું હતું.


જીએસટીના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કેન્દ્રે અમિતાભ બચ્ચનને નિમ્યા
પહેલી જુલાઈથી દેશભરમાં લાગુ થનારા નવા કરને પ્રમોટ કરતો વિડયો ટ્વીટર પર જાહેર

(પ્રતિનિધિ દ્વારા)    મુંબઈ, તા. ૧૯
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) પહેલી જુલાઈથી દેશભરમાં લાગુ થઈ રહ્યો છે ત્યારે તેના પ્રમોશન માટે બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનની પસંદગી કરવામાં આવી છે.

કેન્દ્રીય જકાત અને સીમા શુલ્ક વિભાગે બિગ બીને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે. આ માટે તૈયાર કરાવમાં આવેલા ૪૦ સેકન્ડના વિડિયોને અર્થ મંત્રાલયે ટ્વીટ કર્યો છે. 'જીએસટી-એકસંઘ રાષ્ટ્રીય બજાર નિર્માણ કરવાની પહેલ' એવું શિર્ષક વિડિયોને અપાયું છેે. ભારતના તિરંગામાં ત્રણ રંગ પ્રમાણે જીએસટી એ એકત્રિત શક્તિ છે. જીએસટી એ 'એક રાષ્ટ્ર, એક કર, એક બજાર' નિર્માણ કરવા માટેે લેવાયેલું પગલું છે, એમ બચ્ચન આ વિડિયોમાં જણાવે છેે.
આ પૂર્વે બેડમિંટન ખેલાડી પી. વી. સિંધૂની નિયુક્તિ કરવામાં આવી હતી. જકાત,સેેવા કર, વેટ જેવા કેન્દ્ર અને રાજ્યના વિવિધ કરને બદલે જીએસટી એક માત્ર કરવેરો લાગુ થશે.

 

Post Comments