Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બૂંદ સે ગઇ હોજ સે નહીં આતી: GSTમાં સરકારની પીછેહઠ

- અંતે મોદી સરકારે ૧૭૮ વસ્તુઓનો GST ૨૮ ટકાથી ઘટાડી ૧૮ ટકા કર્યો

- ૨૮ ટકાના સ્લેબમાં ૨૨૮ને બદલે માત્ર ૫૦ વસ્તુઓ: ચોકલેટ, મેકઅપ, શેવિંગની વસ્તુઓ, શેમ્પૂ, ડિટર્જન્ટ, ગ

જીએસટીના દરોમાં અત્યાર સુધી સાત વખત ફેરફાર
૮ વસ્તુઓ પરનો ૧૨ ટકા જીએસટી ઘટાડીને પાંચ ટકા
૬ વસ્તુઓ પરનો ૧૮ ટકા જીએસટી ઘટાડીને પાંચ ટકા
૧૩ વસ્તુઓ પરનો ૧૮ ટકા જીએસટી ઘટાડીને ૧૨ ટકા
સિમેન્ટ, વોશિંગ મશીન, એસી પરનો ૨૮ ટકા જીએસટી યથાવત
જીએસટી કાઉન્સિલના નિર્ણયથી સરકારની  આવક પર ૨૦,૦૦૦ કરોડની અસર થશે
બહાર જમવાનું સસ્તું થશે, રેસ્ટોરન્ટ પરનો જીએસટી ઘટાડી પાંચ ટકા કરાયો : ૧૫ નવેમ્બરથી ટેક્સના નવા દરોનો અમલ

(પીટીઆઇ) ગુવાહાટી, તા. 10 નવેમ્બર, 2017, શુક્રવાર

જીએસટી કાઉન્સિલે ચોકલેટથી લઇને ડિટર્જન્ટ સુધીની મોટા પ્રમાણમાં વપરાતી ૧૭૮ વસ્તુઓ પરનો જીએસટી ૨૮ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરવાનો નિર્ણય લીધો છે તેમ બિહારના નાયબ મુખ્યપ્રધાન સુશીલકુમાર મોદીએ જણાવ્યું હતું.  સુશીલ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે અગાઉ ૨૮ ટકા સ્લેબમાં ૨૨૮ વસ્તુઓ હતી જે હવે ઘટાડીને ૫૦ કરી દેવામાં આવી છે.  જીએસટી કાઉન્સિલની મળેલી ૨૩મી બેઠકમાં ૧૭૮ વસ્તુઓ પરનો જીએસટી ઘટાડવામાં આવ્યો છે.

રેસ્ટોરન્ટ પરનો જીએસટી ઘટાડી પાંચ ટકા કરાતા બહાર જમવાનું હવે સસ્તું થશે. જીએસટીના નવા દરોનો અમલ ૧૫ નવેમ્બરથી કરવામાં આવશે. ફાઇવ સ્ટાર હોટેલમાં આવેલી રેસ્ટોરન્ટ પર ૧૮ ટકા જીએસટી લાગશે. રેસ્ટોરન્ટ ઉદ્યોગને ઇનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ મળશે નહીં. આઉટડોર કેટરિંગ પર ૧૮ ટકા જીએસટી લાગશે. જીએસટી રિટર્ન ભરવાનું સરળ બનાવવામાં આવ્યું છે. લેટ ફી ૨૦૦ રૃપિયાથી ઘટાડી ૫૦ રૃપિયા કરવામાં આવી. કરદાતાઓએ માર્ચ, ૨૦૧૮ સુધા ૩બી ફાઇલ કરવાનું ચાલુ રાખવું પડશે. કરદાતાઓને ૩૦ એપ્રિલ, ૨૦૧૮ સુધી ફક્ત જીએસટીઆર-૧ જ ભરવાનું રહેશે.

ઉલ્લેખનીય છે કે વિપક્ષી પાર્ટી દ્વારા શાસિત રાજ્યો રોજિંદા વપરાશની વસ્તુઓને ૨૮ ટકાના દાયરામાં રાખવાનો વિરોધ કરી રહ્યાં હતાં.  હવે જીએસટીના ૨૮ ટકાના સ્લેબમાં ફક્ત વૈભવી અને ઓછી વપરાતી વસ્તુઓને જ રાખવામાં આવી છે. દરો નક્કી કરતી ફિટમેન્ટ કમિટીએ ૨૮ ટકાના સ્લેબમાં ૬૨ વસ્તુઓ રાખવાની ભલામણ કરી હતી. જો કે આજે આજે આ સ્લેબમાં ફક્ત ૫૦ વસ્તુઓ જ રાખવામાં આવી છે.

દેશમાં પહેલી જુલાઇથી જીએસટીનો અમલ શરૃ કરવામાં આવ્યો છે. જેમાં ટેક્સના પાંચ સ્લેબ ૦ ટકા, ૫ ટકા, ૧૨ ટકા, ૧૮ ટકા અને ૨૮ ટકા રાખવામાં આવ્યા છે.  સુશીલ મોદીએ જણાવ્યું હતું કે તમામ પ્રકારની ચ્વિંગ ગમ, ચોકલેટ, ફેશિયલ મેકઅપ, શેવિંગ અને શેવિંગ પછી વપરાતી વસ્તુઓ, શેમ્પૂ, ડિયોડોરન્ટ, કપડા ધોવાના ડિટરજન્ટ પાઉડર, ગ્રેનાઇટ અને માર્બલ પર હવે ૧૮ ટકા જીએસટી લાગશે. વોશિંગ મશીન, એર કન્ડિશનરને પણ ૨૮ ટકામાં રાખવામાં આવ્યા છે. જીએસટી કાઉન્સિલના આજના નિર્ણયને પગલે સરકારની આવક પર દર વર્ષે ૨૦,૦૦૦ કરોડની અસર પડશે.

મને તો શું સીએને પણ GSTમાં ખબર પડતી નથી : મ.પ્ર.ના ભાજપ પ્રધાન
મને જીએસટીમાં કશી પણ ખબર પડતી નથી તેમ મધ્યપ્રદેશના પ્રધાન ઓમ પ્રકાશ ધુ્રવે આજે જણાવ્યું હતું.
 તેમણે જણાવ્યું હતું કે મને તો શું દેશના મોટા વેપારીઓ અને સીએને પણ જીએસટીમાં ખબર પડતી નથી. તેથી આ મુદ્દે હું કંઇ પણ બોલી શકું તેમ નથી. ચારેબાજુથી જીએસટીનો વિરોધ થઇ રહ્યો છે ત્યારે મધ્યપ્રદેશ ભાજપના આ પ્રધાનની ટિપ્પણીથી ભાજપની મુશ્કેલી વધી શકી છે.

કઈ વસ્તુઓ પરનો GST ઘટાડી ૧૮ ટકા કરાયો ?
તેલ, કોકો પાઉડર, ચોકલેટવાળા વેફર્સ, આલ્કોહોલ વગરના પીણાં, પોર્ટલેન્ડ સિમેન્ટ, પેઇન્ટ્સ, વાર્નિશ, હેરડાઇ, ફૂટવેરની પોલીશ અને ક્રીમ, ફર્નિચર, સ્ટવ, કૂકર, સૂટકેસ, સ્કૂલ બેગ, ટ્રાવેલિંગ બેગ, પર્સ, પ્લાયવુડ, વોલ પેપર, કૃત્રિમ ફૂલો, ઉન, ટાઇલ્સ, સિરામિક ફ્લોરિંગ બ્લોક, સેનિટરી વેર, દરવાજા, બારી અને તેની ફ્રેમ, ઇલેક્ટ્રોનિક વજનકાંટા, પંખો, હાથની ઘડિયાળ, પ્રિન્ટર, વેક્યુમ ક્લીનર, એનિટર પ્રોજેક્ટર, સિરામિક વસ્તુઓ, વિડિયો ગેમ


જેટલી ફરી યશવંત સિંહાના નિશાન પર
GSTમાં જેટલીએ મગજ દોડાવ્યું નથી, તેમને બરતરફ કરો : યશવંત સિંહા
જીડીપી બે ટકા ઘટવાથી દેશને રૃ. ૩ લાખ કરોડનું નુકસાન થયું છે : વર્તમાન સરકારે બંધારણને પણ મજાક બનાવી દીધું છે

વાજપેયી સરકારમાં નાણા પ્રધાન રહેલા યશવંત સિંહાએ ફરી એક વખત અરુણ જેટલીને નિશાન બનાવ્યા છે. જીએસટી દરોમાં કરાયેલા ફેરફાર અંગે સિંહાએ જણાવ્યું છે કે જીએસટીનો અમલ કરતી વખતે જેટલીએ મગજ જ દોડાવ્યું ન હોવાથી વડાપ્રધાન મોદીએ તેમને તાત્કાલિક બરતરફ કરવા જોઇએ.
જેટલી પર ફરી એક વખત હુમલો કરતા તેમણે જણાવ્યું હતું કે કેટલાક લોકો મારા વિશે જણાવે છે કે હું ૮૦ વર્ષની ઉંમરમાં પણ નોકરી શોધી રહ્યો છું. જે લોકો આવું કહી રહ્યાં છે તેમને હું જણાવવા માગું છું કે મેં ક્યારેય તેમની જેમ બેસીને બજેટ રજૂ કર્યુ નથી. તેમણે જણાવ્યું હતું કે જીડીપીમાં બે ટકા ઘટાડો થયો હોવાથી દેશને ત્રણ લાખ કરોડ રૃપિયાનું નુકસાન થયું છે. બિહારમાં દલિતો અંગે ચાલી રહેલા રાજકારણ અંગે સિંહાએ જણાવ્યું હતું કે શોષિતોને તેમનો બંધારણીય અધિકાર મળવો જોઇએ. વર્તમાન સરકાર બંધારણનું પણ મજાક ઉડાવી રહી છે. જો નીતીશ ખાનગી નોકરીમાં પણ અનામત આપવા ગંભીર હોય તો તેમણે કાયદો બનાવી કેન્દ્રને મોકલવો જોઇએ.


'થેન્ક યુ ગુજરાત, સંસદે ન કર્યું એ ગુજરાતે કરી બતાવ્યું'
ભયભીત મોદી સરકાર પાસે  GST ઘટાડવા સિવાય કોઇ વિકલ્પ નથી : ચિદમ્બરમ
ગુજરાતની ચૂંટણીને કારણે સરકારને વિપક્ષોની માગ સ્વીકારવી પડી

ભયભીત મોદી સરકાર પાસે હવે જીએસટીના દર ઘટાડવા સિવાય અન્ય કોઇ વિકલ્પ રહ્યો નથી તેમ કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે આજે જણાવ્યું હતું.
તેમણે ટ્વિટર પર વધુમાં જણાવ્યું હતું કે આવતા મહિને ગુજરાતમાં થનારી વિધાનસભા ચૂંટણીને કારણે સરકારને વિરોધ પક્ષો અને નિષ્ણાતોની સલાહને માનવાની ફરજ પડી છે.જીએસટીનો દર ૨૮ ઘટાડીને ૧૮ ટકા કરવાનો બોધ પાઠ મોડે મોડે પણ સરકારે લીધો ખરો. જે કામ સંસદે ન કર્યું તે ગુજરાતની ચૂંટણીએ કરી બતાવ્યું.
કોંગ્રેસ શાસિત રાજ્યોન મુખ્યપ્રધાનોએ નાણા પ્રધાન જેટલીને લખેલા પત્રોને કારણે પણ જીએસટી કાઉન્સિલને જીએસટીના દરો ઘટાડવાની ફરજ પડી છે. કોંગ્રેસ નેતાએ વધુમાં જણાવ્યું હતું કે સરકાર જીએસટી કાઉન્સિલમાં વિરોધ પક્ષોની અવગણના કરી શકે તેમ નથી કારણકે કાઉન્સિલમાં કોંગ્રેસ શાસિત રાજ્યોના નાણા પ્રધાનો પણ હાજર હોય છે.

Post Comments