Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગોરખપુરમાં બાળકોના મોત માટે જવાબદાર કોણ? મૃત્યુઆંક 70 ઉપર પહોંચ્યો

આજે વધુ એક બાળકનું મોત, શનિવારે 11 બાળકો મોતની ચિરનીદ્રામાં પોઢી ગયા

- શુક્રવારે જ મૃત્યુઆંક 60 પહોંચ્યો હતો

ગોરખપુર, તા. 13 ઓગસ્ટ 2017, રવિવાર

ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં બાબ રાઘવ દાસ મેડિકલ કોલેજમાં સર્જાયેલ કરૂણાંતિકામાં મૃત્યુઆંક 70 ઉપર પહોંચ્યો છે. આજ સવારે એક બાળકનું મૃત્યુ થતા આ આંક 70 પહોંચ્યો છે.

11 બાળકો શનિવારે ચિરનીદ્રામાં પોઢી ગયા હતા અને શુક્રવાર સુધીમાંજ મૃત્યુઆંક 60ને વળોટી ગયો હતો.

આટલી ગંભીર પરિસ્થિતિ હોવા છતાં યોગી સરકાર મીડિયામાં ઉહાપોહ થતા આ મામલાને ગંદકીને લીધે થતા મોત અને મોસમને કારણે થતા મોતમાં ખપાવવાનો મરણિયો પ્રયાસ કરી રહી છે. જો કે નેશનલ લેવલે આ ઈશ્યુ છતો થઈ જતા યોગી સરકારે શનિવારે આ અંગે તપાસના ઓર્ડરો આપીને એકશન લેવાના શરૂ કર્યા હતા.

યુપીના આરોગ્ય મંત્રી સિદ્ધાર્થ નાથ સિંહે જણાવ્યું હતું કે, આ હોસ્પિટલમાં રોજના 17-18 લોકોના મોત થાય છે. ઓગસ્ટ 2016માં પણ BRD કોલેજમાં 668 મોત થયા હતા. મંત્રીએ એવો દાવો પણ કર્યો હતો કે, આ હોસ્પિટલમાં મોટાભાગના પેશન્ટ છેલ્લા સ્ટેજમાં આવતા હોવાથી અહીં મૃત્યુદર વધુ રહે છે. તેમણે કહ્યું હતું કે, દર વર્ષે ઓગસ્ટ મહિનામાં વધુ સંખ્યામાં મોત થાય છે. તેમણે દાવો કર્યો હતો કે, ઓક્સિજનનો સપ્લાય બે કલાક જ અટક્યો હતો. આ ઘટનાની ઉચ્ચ સ્તરિય તપાસ કરવા આદેશ આપી દેવાયા છે, અને હાલ કોલેજના પ્રિન્સિપાલને સસ્પેન્ડ કરી દેવાયા છે.

(આ પણ વાંચો http://gujaratsamachar.com/index.php/articles/display_article/national/11-year-old-suffering-from-encephalitis-passes-away-taking-death-toll-at-gorakhpurs-brd-med )

યુપીના ગોરખપુરની બીઆરડી મેડિકલ કોલેજમાં ઓક્સિજન સપ્લાય બંધ થવાથી થયેલા મોતનો આંકડો 70 ને આંબી ગયો છે. આ મામલે હવે રાજ્ય સરકારને જવાબ આપવો ભારે પડી રહ્યો છે. હોસ્પિટલ દ્વારા પણ હવે આ મામલાને રફેદફે કરી દેવા પ્રયાસ શરુ થઈ ગયા છે. મહત્વનું છે કે, 69 લાખ રૂપિયાનું બાકી બિલ ન ભરાયું હોવાથી ઓક્સિજન સપ્લાય કરનારી કંપનીએ સપ્લાય રોકી દીધો હતો. જેના કારણે હોસ્ટિલમાં સારવાર લઈ રહેલા બાળકો સહિત 54 લોકોના ટપોટપ મોત થયા હતા. બીજી તરફ, ઓક્સિજન પૂરો પાડનારી કંપની પર દરોડા પડ્યાના અહેવાલો આવી રહ્યા છે, અને કંપનીનો માલિક ફરાર જણાવાઈ રહ્યો છે.

હોસ્પિટલમાં ગંભીર બીમારીની સારવાર લઈ રહેલા માસૂમ બાળકોના એક સાથે આટલી મોટી સંખ્યામાં મોત થતાં સમગ્ર દેશમાં તેની ચર્ચા થઈ રહી છે. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે, આ ઘટનાના સમાચાર સ્થાનિક મીડિયામાં આવી રહ્યા હતા ત્યારે યુપીના સીએમ યોગી આદિત્યનાથ અને આરોગ્ય મંત્રી સિદ્ધાર્થ નાથ સિંહને તેના વિશે કશીય જાણકારી નહોતી. હજુ બે દિવસ પહેલા જ સીએમ આદિત્યનાથે પોતાના મતક્ષેત્રમાં આવેલી આ હોસ્પિટલની મુલાકાત લીધી હતી, અને છતાંય આટલી મોટી ઘટના ઘટી ગઈ. આજે દિવસભર આ ઘટનાનો રાજકીય લાભ લેવા સત્તાપક્ષ અને વિપક્ષના નેતાઓનો જમાવડો રહી શકે છે તે શક્યતા જોતા હોસ્પિટલ બહાર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

બીજી તરફ, ચાર સિનીયર કોંગ્રેસી નેતાઓ ગુલામ નબી આઝાદ, રાજ બબ્બર, સંજય સિંહ અને પ્રમોદ તિવારી ગોરખપુર પહોંચ્યાં છે. આ ઉપરાંત સરકારમાંથી સ્વાસ્થ્ય મંત્રી સિદ્ધાર્થ નાથ સિંહ અને મેડિકલ એજ્યુકેશન મંત્રી આશુતોષ ટંડન પણ ગોરખપુર જશે. સીએમ યોગી આદિત્યનાથ સાથે આ બંને મંત્રીઓની બેઠક થઈ હતી. તેઓ સમગ્ર ઘટનાનો પૂરો રિપોર્ટ સીએમ યોગીને આપશે. બીઆરડી મેડિકલ કોલેજ હોસ્પિટલની આ ગોઝારી ઘટનાને પગલે સરકારે મેજિસ્ટેરિયલ તપાસના આદેશ આપ્યાં છે.

તંત્રની નફ્ફટાઈએ હદ ત્યાં વટાવી હતી કે આટલી મોટી કરુણાંતિકા છતાં ડીએમ અથવા કમિશનર શુક્રવારે આખો દિવસ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યાં નહોતાં. મેડિકલ કોલેજના ડોક્ટરોએ જણાવ્યું હતું કે, બંને અધિકારીને મામલાની જાણકારી આપી દેવાઇ હતી. ગુરુવારથી જ હોસ્પિટલમાં લિક્વિડ ઓક્સિજનની ટાંકી ખાલી થઇ ગઇ હતી. બહારથી મગાવેલા સિલિન્ડર પણ ગુરુવારે ખલાસ થઇ ગયાં હતાં. ત્યારબાદ હોસ્પિટલમાં હાહાકાર મચી ગયો હતો. બાળદર્દીઓ ઓક્સિજન વિના તડપવા લાગ્યા હતા. ડોક્ટરરોએ એમ્બુ બેગ દ્વારા બાળકોને ઓક્સિજન આપવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે બાળકોનાં જીવ બચાવી શક્યાં નહોતાં.

ગુરુવારે ઓક્સિજન પ્લાન્ટમાં ગેસ ખલાસ થઇ ગયા બાદ હોસ્પિટલમાં ઓક્સિજનનું સંકટ પેદા થયું હતું. ગુરુવારે આખા દિવસમાં બહારથી 90 સિલિન્ડર મગાવાયાં હતાં. જે રાતના એક વાગ્યા સુધીમાં ખલાસ થઇ ગયાં હતાં. રાત્રે સાડા 3 કલાકે બીજા 50 સિલિન્ડર મગાવાયાં પરંતુ તે સવારે સાડા સાત કલાકે તો પૂરા થઇ ગયાં હતાં. આમ છતાં જિલ્લા મેજિસ્ટ્રેટ કે ગોરખપુરના કમિશનરના પેટનું પાણી હાલ્યુ નહોતું. શુક્રવારે આખો દિવસ બંને અધિકારી હોસ્પિટલ પહોંચ્યા નહોતાં.

આ હોસ્પિટલમાં 54 બાળકો વેન્ટિલેટર પર સારવાર લઇ રહ્યાં હતાં. હોસ્પિટલના ઇંસેફેલાઇટિસ વોર્ડમાં 100 બેડ છે. તેમાં 73માંથી 54 બાળકોને વેન્ટિલેટર પર સારવાર અપાઇ રહી હતી. શુક્રવારે સવારે સાડા સાત કલાકે ઓક્સિજનનો સપ્લાય બંધ થઇ જતાં વોર્ડમાં હંગામો શરૂ થઇ ગયો હતો. એમ્બુબેગ દ્વારા બાળકોને બચાવવાનો પ્રયાસ પણ નિષ્ફળ ગયો હતો. હોસ્પિટલમાં બે વર્ષ પહેલાં લિક્વિડ ઓક્સિજન પ્લાન્ટ લગાવાયો હતો. તેના દ્વારા 300 દર્દીઓને ઓક્સિજન અપાતો હતો. પુષ્પા સેલ્સ નામની કંપનીના અધિકારીએ જણાવ્યું હતું કે હોસ્પિટલ પર ૬૯ લાખ રૂપિયાનું બિલ ચડી ગયું હતું. કરાર પ્રમાણે મહત્તમ 10 લાખનું બિલ બાકી રાખી શકાતું હતું પરંતુ રકમ નિયંત્રણ બહાર જતાં ઓક્સિજન પૂરો પાડતી દેહરાદૂનની આઇનોક્સ કંપનીના એલએમઓ ગેસ પ્લાન્ટે સપ્લાય કરવાનો ઇનકાર કરી દીધો હતો.

30 બાળકોનાં જીવ ગયા બાદ વહીવટી તંત્રે 22 લાખ રૃપિયા ચૂકવવાની કવાયત હાથ ધરતાં કંપનીએ ઓક્સિજનનો પુરવઠો ફરી ચાલુ કર્યો હતો. અગાઉ પણ ગયા વર્ષે એપ્રિલમાં કંપનીનું બિલ 50 લાખ થઇ જતાં ઓક્સિજન સપ્લાય ઠપ કરી દેવાયો હતો. હોસ્પિટલમાં ઓક્સિજનનો સપ્લાય બંધ થયાની ફરિયાદો તંત્રના બહેરા કાને અથડાઇને પાછી ફરી ત્યારે ખાનગી હોસ્પિટલો અને સેના સશસ્ત્ર દાળની હોસ્પિટલ મદદે આવ્યાં હતાં. તેમણે હોસ્પિટલને તાત્કાલિક જમ્બો સિલિન્ડર મોકલી આપ્યાં હતાં.    
 

Post Comments