Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

લેનિન, આંબેડકર, પેરિયાર બાદ હવે ગાંધીજીનું સ્મારક તોડી નખાયું

- ભાજપના નેતાઓએ ત્રિપુરામાં શરૃ કરેલો સિલસિલો દેશભરમાં જારી

- મોદી, અમિત શાહની ચેતવણીને પણ ભાજપના નેતાઓ ઘોળીને પી ગયા

- ઉત્તર પ્રદેશમાં કોમવાદ ભડકાવવાના પ્રયાસો, હનુમાનજીનું સ્મારક તોડી નાખ્યું

નવી દિલ્હી, તા. ૮ માર્ચ 2018, ગુરૂવાર

ભાજપના નેતાઓએ ત્રિપુરમાં લેનીનનું સ્મારક તોડી પાડયું તે બાદ દેશભરમાં સ્મારકો તોડવાનો સિલસિલો જારી છે. લેનિન બાદ પેરિયાર, આંબેડકરનું સ્મારક તોડવામાં આવ્યું હતું હવે ઉત્તર પ્રદેશમાં હનુમાનજીની મુર્તીને તોડી નાખવાની ઘટના સામે આવી છે. ઉત્તર પ્રદેશના બલિયામાં કેટલાક અજાણ્યા શખ્સોએ હનુમાનજીની મુર્તીને તોડી નાખી હતી. આ મામલે પોલીસે એક એફઆઇઆર દાખલ કરી છે જોકે કોઇ વ્યક્તિની ધરપકડ કરવામાં નથી આવી. આ ઘટના બાદ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે રાજ્યસભના જિલ્લાના પોલીસ વડાઓને જેટલા પણ પ્રતિષ્ઠિત વ્યક્તિઓના સ્મારકો આવેલા છે તેની સુરક્ષાના આદેશ આપ્યા છે. જ્યારે કેરળમાં ગાંધીજીના સ્મારકને નિશાન બનાવાયું હતું.

૪૮ કલાકમાં આંબેડકરનું વધુ એક સ્મારક નિશાન બનાવાયું, ચેન્નઇમાં ચેહરા પર કાળી શ્યાહી લગાવાઇ

ત્રિપુરમાં રશિયાના ક્રાંતિકારી લેનીનું સ્મારક તોડી નાખ્યા બાદ તામિલનાડુમાં પણ સમાજ સુધારકોના સ્મારકો તોડવાની ઘટનાઓ જારી છે. અહીં હાઇકોર્ટની ટકોર છતા બંધારણના ઘડવૈયા ડો. બી.આર. આંબેડકરનું સ્મારક ચેન્નઇમા તોડી નાખવામાં આવ્યું હતું. આંબેડકરના સ્મારકને બે દિવસમાં બીજી વખત નિશાન બનાવાયું છે. આ પહેલા મેરઠમા પણ એક સ્મારક તોડી નખાયુ હતું. હવે વધુ એક સ્મારક તોડી નાખ્યું છે થતા સરકારો આંખ આડા કાન કરીને બેઠી છે. જે પણ રાજ્યોમાં સ્મારકો તુટવાની ઘટનાઓ બની રહી છે ત્યાં લોકોમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે.

હવે રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીજીનું સ્મારક પણ તોડવાની ઘટના સામે આવી છે. કન્નુર જિલ્લામાં તાલીપારંબા નગરમાં ગાંધીજીનું સ્મારક તોડી નાખવામાં આવ્યું હતું. જે વિસ્તારમાં આ સ્મારક રાખવામાં આવ્યું હતું ત્યાં સીસીટીવી કેમેરા પણ ફીટ કરાયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઇ ગઇ હતી. એક અજાણ્યો શખ્સ સીસીટીવીમાં ગાંધીજીનું સ્મારક તોડતો જોવા મળી રહ્યો છે. ગઇ કાલે જ આરએસએસના સ્થાપક શ્યામા પ્રસાદ મુખર્જીનું સ્મારક પણ તોડી નાખવામાં આવ્યું હતું. શ્યામા પ્રસાદ મુખર્જી સંઘના સ્થાપક હતા, જોકે ગાંધીજીનું સ્મારક કેમ નિશાન બનાવવામાં આવ્યું તેને લઇને અનેક અટકળો ચાલી રહી છે.

શ્યામા પ્રસાદ મુખર્જીનું સ્મારક તુટયા બાદ અમિત શાહ, નરેન્દ્ર મોદીએ ચેતવણી આપી હતી કે હવે કોઇ પણનું સ્મારક તોડવામાં આવશે તો આકરી કાર્યવાહી થશે. જોકે આ ચેતવણીની પણ કોઇ જ અસર નથી જોવા મળી રહી છે. હવે દેશના રાષ્ટ્રપિતા ગાંધીજીને પણ નિશાન બનાવાયા છે. સ્મારક તોડવાની શરૃઆત ભાજપના કાર્યકર્તાઓએ કરી હતી. અને ખુલ્લેઆમ સોશિયલ મીડિયા પર સ્મારકો તોડવાની ધમકીઓ પણ આપી હતી. લેનિન અને પેરિયારના સ્મારકો તોડવામાં ભાજપના નેતાઓના હાથ હોવાનું સામે આવ્યું છે. જેને પગલે પક્ષે એક નેતાને કાઢી મુક્યા છે.



સ્મારકો તોડવાનો સિલસિલો

લેનિન : સૌપ્રથમ ત્રિપુરમાં સત્તા મેળવ્યા બાદ ભાજપના નેતાઓએ રશીયાના ક્રાંતીકારી લેનીનું સ્મારક તોડી નાખ્યું

પેરિયાર : લેનિનનુ સ્મારક તોડી પાડયા બાદ ભાજપના નેતાઓએ તામિલનાડુમાં સમાજ સુધારક પેરિયારનું સ્મારક તોડી નાખ્યું

આંબેડકર : મેરઠમાં બંધારણના ઘડવૈયા આંબેડકરનું સ્મારક કેટલાક અસામાજીક તત્વોએ તોડી નાખ્યું, ચેન્નઇમા સ્મારકને કાળી શ્યાહી લગાવાઇ

શ્યામા પ્રસાદ મુખર્જી : સંઘના સ્થાપક શ્યામા પ્રસાદ મુખર્જીનું કોલકાતામાં આવેલું સ્મારક કેટલાક વિદ્યાર્થીઓએ તોડી નાખ્યું

ગાંધીજી : શ્યામા પ્રસાદ મુખર્જીનું સ્મારક તુટયાના બીજા દિવસે કેરળમાં ગાંધીજીના સ્મારકને તોડી નખાયું

હનુમાનજી : ઉત્તર પ્રદેશમાં હનુમાનજીની મુર્તીને તોડી કોમવાદ ભડકાવવાનો પ્રયાસ કરાયો

Post Comments