Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

લોન લઇને લાપતા થયેલાઓને શોધવા પીએનબી જાસૂસી એજન્સીઓની મદદ લેશે

- લોન કૌભાંડોથી ત્રસ્ત પીએનબી જાસૂસોના શરણે !

- પીએનબીએ જાસૂસી એજન્સીઓ પાસેથી અરજીઓ મંગાવી : પાંચ મે સુધી અરજી કરી શકાશે

-  જાસૂસી એજન્સીઓ લોન વસૂલ કરનારા પીએનબીના કર્મચારીઓની મદદ કરશે

(પીટીઆઇ)    નવી દિલ્હી, તા. ૨૫ એપ્રિલ 2018, બુધવાર

લોન કૌભાંડોથી ત્રસ્ત પંજાબ નેશનલ બેંક(પીએનબી)એ લોેન લઇને લાપતા થઇ ગયેલા લોકોને શોધવા માટે જાસૂસી એજન્સીઓની નિમણૂક કરવાની પ્રક્રિયા શરૃ કરી દીધી છે. આ માટે બેંકે જાસૂસી એજન્સીઓ પાસેથી અરજીપત્રકો મંગાવ્યા છે.

જાસૂસી એજન્સીઓએ લોન લેનારાઓને ગેરંટી આપનાર અને તેમના કાયદેસર વારસદારોની જાણકારી મેળવવાની રહેશે. ઉલ્લેખનીય છે કે પીએનબી દેશની બીજી સૌથી મોટી બેંક છે. ડિસેમ્બર, ૨૦૧૭ સુધીમાં પીએનબીની એનપીએ ૫૭,૫૧૯ કરોડ રૃપિયા હતી. જે કુલ લોનના ૧૨.૧૧ ટકા થાય છે.

એનપીએની સમસ્યાના ઉકેલ માટે પીએનબીએ ગાંધીગીરીનો માર્ગ પણ અમલમાં મૂક્યો છે. જે હેઠળ લોન જમા નહીં કરાવનારાઓના નામ જાહેર કરવામાં આવશે. બેંક દર મહિને ૧૫૦ કરોડ રૃપિયા વસૂલ કરવાના પ્રયત્નો કરશે.

ઉલ્લેખનીય છે કે હીરાના વેપારી નિરવ મોદી અને મેહુલ ચોકસીએ આચરેલી છેતરપિંડીને કારણે પીએનબીને ૧૩,૦૦૦ કરોડ રૃપિયાથી વધુનું નુકસાન થયું છે.

બેંકે જણાવ્યું છે કે જાસૂસી કરનારી એજન્સીઓની પેનલ બનાવવા માટે આજે અરજી પત્રકો બહાર પાડવામાં આવ્યા હતાં. આ પ્રક્રિયાને ઉદ્દેશ ફંસાયેલા નાણાંની ઝડપી વસૂલાત કરવાનો છે.

આ એજન્સીઓ લોન વસૂલ કરવા માટે કાર્ય કરી રહેલા પંજાબ નેશનલ બેંકના કર્મચારીઓની મદદ કરશે. જાસૂસી એજન્સીઓ પાંચ મે સુધી અરજી કરી શકશે.

Post Comments