Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

Eyjafjallajokull - Veena World


આ મથાળાનો શબ્દ કઈ રીતે ઉચ્ચાર કરવો ? ૨૦૧૦માં તે કઈ રીતે ઉચ્ચારવો એ ખબર ન હોવાથી અનેક ન્યૂઝરીડર્સે તો તેનો ઉચ્ચાર જ ટાળી દીધો હતો. એરલાઈન્સ ઈન્ડસ્ટ્રીને ઠપ કરી ધી હતી. બીજા મહાયુદ્ધ પછી દુનિયામાં પહેલી જ વાર આટલો મોટો અવરોધ આવ્યો હતો

આ 2010 ની વાત છે. હું મનાલીની પહેલી મહિલાઓની સહેલગાહ કરતી હતી. સ્નો પોઈન્ટ ખાતે મોજમસ્તી પાછાં વળતી વખતે ઓન કર્યો અને મોબાઈલ ઓન થતાં જ ધડાધડ મેસેજીસ આવ્યા, 'કોલ અર્જંટલી.' આટલા બધા મેસેજીસ જોઇને ધ્રાસકો બેઠો. ડરતાં ડરતાં ફોન લગાવ્યો. સામે અમારા એર રિઝર્વેશનનો પ્રમોદ હતો. 'મેમ, યુરોપમાં બધાં એરપોર્ટસ બંધ થઇ ગયાં છે, એશ ક્લાઉડ આવ્યું છે, ઝીરો વિઝિબિલિટીવને લીધે બધા વ્યવહાર ઠપ થઇ ગયા છે. બન્યું એવું કે આઈસલેન્ડ એ ઈંગ્લેન્ડ પર રહેલો, દુનિયાના નકશા પર અત્યંત નાનો દેખાતો વોલ્કેનિક ઈરપ્શન્સ સંબંધમાં પ્રસિદ્ધ આ દેશમાં જ્વાળામુખી ફાટી નીકળ્યો હતો અને તેમાંથી બહાર નીકળતી જ્વાળામાંથી નીકળતો ધુમાડો, રાખ અને માટીનું મિશ્રણ એટલું તેજ ગતિથી ભૂગર્ભમાંથી આવતું હતું અને આકાશ ત્રીસથી પાંત્રીસ હજાર ફૂટ ઊંચાઇ પર ફેંકાતું હતું અને હજારો કિલોમીટર્સના પરિઘમાં પ્રસરતું હતું. નેચરલી, વિમાનોનું ઉડાણ બંધ કરવામાં જ શાણપણ હતું. આ પછી તો ન્યૂઝ ચેનલ્સને જોઈતું મળી ગયું હતું. જોકે તેમાં સૌથી મજેદાર બાબત એ હતી કે આઈસલેન્ડમાં જે પર્વત પર આ જ્વાળામુખી ફાટી નીકળ્યો હતો તે પર્વતનું નામ કોઇ પણ ટીવી ચેનલ પર ન્યૂઝરીડરને ઉચ્ચારવાનું ફાવતું નહોતું. આ પછી તેમણે ક્લિપ્સ બતાવવાનું શરુ કર્યું. આવતા-જતા લોકોને પૂછવા લાગ્યા કે આ શબ્દનો ઉચ્ચાર કઇ રીતે કરવો ? દરેક જણ કાગળ પર તે શબ્દ વાંચતા હતા અને નિષ્ફળ પ્રયાસ કરતા હતા. આવી ફજેતીને લીધે હાસ્યની છોળો ઊડતી હતી.


દુનિયાને બંધ કરવાની તાકાત ધરાવતો આ જ્વાળામુખી પ્રગટ થયો હતો. આઈસલેન્ડમાં Eyjafjallajokull આ સાડાપાંચ હજાર ઊંચા અને સો કિલોમીટર્સ ક્ષેત્રફળના માઉન્ટન પર. જોકે તેની વ્યાપ્તિ કેટલી પ્રચંડ હતી તે જરા જુઓ. પેરિસ કે લંડનથી આઈસલેન્ડમાં વિમાનથી પહોંચવા માટે ત્રણ કલાક લાગે છે. આટલા દૂર સુધી આ એશ પ્રસરી હતી. આ દેશ કેવો હશે એ જોવાની ઉત્સુકતા તે સમયથી હતી. 'ડાય અનધર ડે' નામે જેમ્સ બોન્ડની ફિલ્મમાં અને શાહરુખની દિલવાલે ફિલ્મમાં આઈસલેન્ડનું શૂટિંગ હતું. આથી વચ્ચે વચ્ચે આઈસલેન્ડ વિષય માથું ઊંચકતો હતો. સુધીરે અચાનક નક્કી કર્યું કે આઈસલેન્ડમાં જવું છે અને મને પૂછ્યા વિના જ બુકિંગ પણ કરી નાખ્યું. પતિની આજ્ઞાનું આખરે પાલન તો કરવું જ પડે ને ? આમ તો મને પણ લાંબા સમયથી ત્યાં જવાની ઈચ્છા હતી. આથી પત્નીસુલભ ઉત્સાહ નહીં બતાવતાં મેં કહ્યું, ''હવે તેં બુકિંગ કરી જ નાખ્યું છે તો આવું છું.''


'લેન્ડ ઓફ ફાયર એન્ડ આઈસ' તરીકે જેને ઓળખવામાં આવે છે તે નોર્થ પોલ નજીક આર્કટિક રિજનમાં આઈસલેન્ડ ફક્ત સાડાત્રણ લાખ લોકવસતિનો દેશ છે. પાંચ હજાર કિલોમીટર્સનો સમુદ્રકિનારો લાભેલા આ દેશની રાજધાની રેક્યાવિક છે. 1918 માં સ્વાતંત્ર્યની ચળવળ શરૃ થઇ અને 17 જૂન, 1944 માં ડેન્માર્ક પાસેથી સ્વાતંત્ર્ય મેળવ્યુ ને આઈસલેન્ડ એક સ્વતંત્ર દેશ તરીકે અસ્તિત્વમાં આવ્યો. ખ્રિસ્તી ધર્મનો સ્વીકાર કરવાને લીધે અહીંના વધુમાં વધુ લોકો ખ્રિસ્તી જ છે. આઈસલેન્ડિક નામે થોડી અઘરી ભાષા (હજુ ઉપરના ટાઈટલનો ઉચ્ચાર ફાવ્યો નથી ને !) મુખ્યત્વે બોલવામાં આવે છે. આ પછી ઈંગ્લિશ, ડેનિશ, નોર્વેજિયન અને જર્મન પણ અસ્તિત્વમાં છે. અહીંનો મુખ્ય વ્યવસાય ફિશિંગ છે. આ જ રીતે હાઇડ્રો પાવર અને જિયો થર્મલ પાવરની દેણ છે. 2009 થી ટુરીઝમે જોર પકડયું છે અને હવે ફિશિંગ પછી ટુરીઝમ ઈન્ડસ્ટ્રી બીજા ક્રમે આવી છે. આ દેશ 100%  સાક્ષરતા ધરાવે છે, કારણ કે અહીં સ્કૂલિંગ ફ્રી છે અને શિક્ષણને સૌથી વધુ અગ્રતા આપવામાં આવે છે. આઈસલેન્ડ પાસે પોતાની સેના નથી. આઈસલેન્ડિક નેશનલ પોલીસ અને કોસ્ટલ ગાર્ડસ આ જ સિક્યુરીટી છે. આઈસલેન્ડમાં ગુનાનું પ્રમાણ લગભગ ઝીરો છે. ત્યાંની જેલમાં ફક્ત સાત કેદી છે. સ્ત્રીઓ માટે તેમણે જેલ બનાવી તેમાંથી વર્ષોવર્ષ કોઇ સ્ત્રી કેદી ન આવવાથી અંતે તેમણે તે જેલને 'બ્રેડ એન્ડ બ્રેકફાસ્ટ' હોટેલમાં ફેરવી નાખી છે. આઈસલેન્ડ વોલ્કેનો લેન્ડ હોવાથી વીસ જાગૃત જ્વાળામુખી પર્વત અહીં છે. વત્નાકુત્લ નામે સૌથી મોટું ગ્લેશિયર હોઇ તેનાથી આ દેશનો આઠ ટકા ભાગ વ્યાપ્ત છે. તેની પર હાયેસ્ટ પીક સાત હજાર ફૂટ ઊંચું છે. આઈસલેન્ડિક લોકો મટન, માછલાં, ડાર્ક બ્રાઉન બ્રેડ, દુગ્ધજન્ય પદાર્થોનો ઉપયોગ તેમના ભોજનમાં કરે છે.


આવા નાનાઅમસ્તા સુંદર દેશમાં અમે બહુ ભટક્યાં. સુંદર સુંદર વોટરફોલ્સ જોયા. હોટ સ્પ્રિંગ્ઝ, મડ પૂલ્સ, ગલ્ફોસ જિયોથર્મલ વેન્ટ્સમાંથી દર ત્રણ મિનિટે ઊંચા ઊડનારા ગરમ પાણીના ફુવારા અને વોલ્કેનિક ક્રેટર્સ સહિત ઘણાં બધાં આકર્ષણો જોયાં. લોકલ રેસ્ટોરાંમાં જમ્યાં. અમે ગયાં ત્યારે સૂર્યાસ્ત રાત્રે 11.58 થતો હતો અને સૂર્યોદય પરોઢિયો 2 વાગ્યે થતો હતો. આથી અમે રાત જોઇ જ નહીં. વિંટરમાં આઈસલેન્ડમાં આનાથી એકદમ ઊલટ પરિસ્થિતિ હોય છે. ચારેક કલાક અલપઝલપ થશે એટલું જ. સૌથી વધુ આઈસલેન્ડ ત્યાંની એક્ટિવિટીઝને લીધે આપણને ગમે છે. ગ્લેશિયર વોક કરતી વખતનો અનુભવ અને અત્યંત સોફિસ્ટિકેટેડ અલ્ટ્રામોડર્ન બ્લુ લેગૂનમાં થર્મલ બાથ લેવાની મજા જીવનમાં ક્યારેય ભૂલી શકાશે નહીં. અમે આઈસલેન્ડ જઇને આવ્યાં અને અમારા હમણાં સુધીના જોયેલા દેશોમાં આ વધુ એક દેશનો ઉમેરો થયો છે. હવે તમને લઇને જવાનું છે. લેટસ એક્સપ્લોર સમથિંગ ડિફરન્ટ!
અને હા, આજના ટાઈટલનો ઉચ્ચાર છે, 'એયા ફૈતલા યોકુત્લ' અને તેનો અર્થ છે, 'આઈલેન્ડમાઉન્ટગ્લેશિયર.'

 

Post Comments