Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમેરિકા આર્થિક મદદ નહીં કરે તો પણ પાકિસ્તાન આતંક ફેલાવતું રહેશે

- વિશ્વમાં અમેરિકાની સૌથી વધુ મદદ મેળવતો દેશ પાકિસ્તાન

- ચીન અને સાઉદીની આર્થિક મદદથી પાકિસ્તાન ભારત પર દબાણ વધારશે

નવી દિલ્હી, તા. 2 જાન્યુઆરી, 2018, મંગળવાર

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનની આર્થિક મદદ રોકી હોવા છતાં ભારત જેવા પાકિસ્તાનથી પીડિત દેશોને કોઈ જ ફર્ક નહીં પડે. અમેરિકા ૨૦૧૦થી પાકિસ્તાનને હજારો કરોડની સૈન્યને ટેક્નોલોજી અને આર્થિક  ક્ષેત્રે કરોડો રૃપિયાની મદદ કરી જ ચૂક્યું છે.

અમેરિકાએ ૨૦૦૨થી ૨૦૦૯ વચ્ચે પાકિસ્તાનને દર વર્ષે ઓછામાં ઓછા ૨.૨ અબજ ડૉલર આપ્યા હતા પરંતુ ૨૦૦૧ના આતંકી હુમલા ૯/૧૧ પછી અમેરિકાએ કેટલાક ક્ષેત્રે મદદ કરવાનું બંધ કરી દીધું હતું. જોકે,  મદદ ઘટાડયા પછીયે ૨૦૧૬માં અમેરિકાએ પાકિસ્તાન માટે ૭૯ કરોડ, ૪૦ લાખ ડોલરનો ખર્ચ કર્યો હતો. 

અમેરિકાના પૂર્વ પ્રમુખ બરાક ઓબામા માટે પણ પાકિસ્તાન માથાનો દુ:ખાવો હતું. તેઓના શાસનમાં જ પાકિસ્તાનને મળતી મદદ ઘટાડાઇ હતી, પરંતુ ટ્રમ્પે અચાનક જ તમામ પ્રકારની મદદ બંધ કરીને અમેરિકાના અનેક સેનેટર્સની વાહવાહી મેળવી છે. અમેરિકન સેનેટના અહેવાલ પ્રમાણે, અમેરિકાની સૌથી વધુ આર્થિક અને સૈન્ય મદદ મેળવતો દેશ પાકિસ્તાન છે.

જોકે, આ બધી મદદ બંધ થઈ જશે તો પણ પાકિસ્તાનને ચીન અને સાઉદી અરેબિયા જેવા દેશની સતત મદદ મળશે. ચીને તો અમેરિકા સાથેની વ્યૂહાત્મક નીતિનો અમલ કરતા પાકિસ્તાનને મદદ કરવાની જાહેરાત પણ કરી દીધી છે. આ સ્થિતિમાં પાકિસ્તાન ચીનના પૈસા અને અન્ય મદદથી આતંકવાદ ફેલાવીને ભારતને ભીંસમાં રાખશે.

Post Comments