Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

માલ્યા બાદ હવે લલિત મોદીની વારો, EDએ ઇન્ટરપોલને લખ્યો પત્ર

- લલિત મોદી પર નકલી ડોક્યુમેન્ટ્સ જમા કર્યા હોવાની શંકા વ્યક્ત કરી

નવી દિલ્હી, તા. 21 એપ્રિલ 2017, શુક્રવાર

વિજય માલ્યા બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ( ED)એ લલિત મોદીને લઇને પણ પોતાની કવાયત ઝડપી બનાવી દીધી છે. EDએ ફરી એકવાર આ કેસમાં ઇન્ટરપોલ સાથે વાતચીત શરૂ કરી દીધી છે. EDએ ઇન્ટરપોલને પત્ર લખીને લલિત મોદીની માહિતી શેર કરી છે. ઇન્ટરપોલ દ્વારા લલિત મોદી વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરવાનો ઇન્કાર કર્યા બાદ EDએ પહેલીવાર ઇન્ટરપોલ સાથે સંપર્ક સાધ્યો છે.

EDએ પત્રમાં લલિત મોદી પર ઇન્ટરપોલ પાસે ખોટી માહિતીવાળા નકલી ડોક્યુમેન્ટ્સ જમા કરાવવાની શંકા વ્યક્ત કરી છે. EDએ લલિત મોદી વિરુદ્ધ રેડ કૉર્નર નોટિસ ઇશ્યૂ કરાવવા માટે લખ્યુ હતુ જે ઇન્ટરપોલે નકારી દીધુ હતુ.

જાણકારી અનુસાર લલિત મોદીએ ઇન્ટરપોલને જણાવ્યુ છે કે તેના વિરુદ્ધ જે આઇપીએલ પ્રસારણ અધિકારનો કેસ ચાલી રહ્યો છે તે ક્રિમિનલ ઑફેન્સ નથી તેથી તેમના વિરુદ્ધ નોટિસ જાહેર ન કરવામાં આવે અને ન તો ભારતની પ્રત્યાર્પણ માંગણીને માનવામાં આવે.

EDનું કહેવુ છે કે ચેન્નઇના જે મામલામાં લલિત ખોટી માહિતી આપી રહ્યા છે તેવો કોઇ રિપોર્ટ ચેન્નાઇ પોલીસ દ્વારા આપવામાં આવ્યો નથી. ઉલ્લેખનીય છે કે લલિત મોદી પર આરોપ હતો કે 2009માં આઇપીએલ મેચના પ્રસારણ અધિકાર ખોટી રીતે વિદેશી કંપનીઓને આપવામાં આવે. આ મામલામાં ચેન્નઇ પોલીસ પણ તપાસ કરી રહી હતી અને મોદીનું કહેવુ હતુ કે તેમના વિરુદ્ધ કોઇ આરોપ પુરવાર થયો નથી એટલા માટે પોલીસે ચાર્જશીટ દાખલ કરી નથી.

હવે ED તેના વિરુદ્ધ કોર્ટ અને ઇન્ટરપોલ સામે નવા પુરાવા અને ડોક્યુમેન્ટસ સાથે અપીલ કરવા જઇ રહ્યુ છે.

Post Comments