Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

17 વર્ષમાં પહેલી વખત કાશ્મીરમાં રમઝાન દરમિયાન સૈન્ય ઓપરેશન નહીં

- વધતા આતંકી હુમલા વચ્ચે મોદી સરકારે મેહુબુબા સરકારની માગ સ્વીકારી

- આતંકીઓ હુમલો કરે તો વળતો જવાબ આપવાનો સૈન્યને અધિકાર તેવી સરકારની સ્પષ્ટતા

- અમરનાથ યાત્રા દરમિયાન પણ સૈન્ય ઓપરેશન રહ કરાશે કે કેમ તેને લઇને કોઇ સ્પષ્ટતા નહીં

- છેલ્લે વર્ષ ૨૦૦૦માં વાજપેયી સરકારે પણ આ પ્રકારની છુટ આપી હતી : કાશ્મીરમાં મુસ્લિમો શાંતિથી રમઝાન ઉજવી શકે માટે આ માગ સ્વીકારવામાં આવી છે તેવો કેન્દ્રનો દાવો

નવી દિલ્હી, તા. ૧૬ મે 2018, બુધવાર

રમઝાનમાં કાશ્મીરમાં સૈન્ય ઓપરેશન જારી ન રાખવાની મુખ્ય પ્રધાન મેહબુબા મુફ્તીની માગને કેન્દ્રની મોદી સરકારે સ્વીકાર કરી લીધી છે. અગાઉ એવા અહેવાલો હતા કે સુરક્ષા એજન્સીઓ મેહબુબા મુફ્તીની માગ સ્વીકારવા તૈયાર નહોતી અને રમઝાનમાં જો સૈન્ય કાર્યવાહી રોકવામાં આવી તો તેનાથી સુરક્ષાને ખતરો વધી શકે છે. જોકે એજન્સીઓ અંગેના આ અહેવાલો વચ્ચે હવે મોદી સરકારે મેહબુબા મુફ્તિની માગને સ્વીકારી લીધી છે. જેને પગલે આખા રમઝાન મહિના દરમિયાન કાશ્મીરમાં સૈન્ય કાર્યવાહીને રોકવામાં આવી છે.

હજુ બે દિવસ પહેલા જ કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન નિર્મલા સિતારમને જણાવ્યું હતું કે અમે મેહબુબા મુફ્તિની માગ સાથે સહમત નથી. તેથી તેમની માગને ઠુકરાવવામાં આવે છે. જોકે હવે અચાનક બુધવારે સરકારે જાહેરાત કરી હતી કે રમઝાન મહિનામાં કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધનું ઓપરેશન રદ કરવામાં આવે છે. રમઝાન મહિનાની ઉજવણી કાશ્મીરીઓ શાંતિથી કરી શકે માટે આ પગલુ ભરવામાં આવ્યું છે તેમ સરકારે જણાવ્યું હતું. સાથે એવી પણ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે આતંકીઓ કોઇ હુમલો કરે તો તેનો વળતો જવાબ આપવાની સૈન્યને છુટ છે કેમ કે આ સૈન્યનો અધિકાર પણ છે.

આ પહેલા વર્ષ ૨૦૦૦માં વાજપેયીની સરકારમાં પણ આ જ પ્રકારનું પગલુ ભરવામા આવ્યું હતું અને રમઝાન મહિના પુરતા આતંકીઓ વિરુદ્ધનું ઓપરેશન અટકાવવામાં આવ્યું હતું. હવે ફરી કેન્દ્રમાં એનડીએની સરકાર હોવાથી આ છુટ આપવામા આવી છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયને મુખ્ય પ્રધાન મેહબુબા મુફ્તી અને નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ આવકાર્યું હતું. રમઝાન મહિનાની શરૃઆત શુક્રવારથી થઇ રહી છે. મેહબુબા મુફ્તીએ માગણી કરી હતી કે રમઝાન મહિનામાં અને સાથે અમરનાથ યાત્રા દરમિયાન પણ આ છુટ આપવામાં આવે. જોકે હાલ માત્ર રમઝાન મહિનામાં જ આ છુટ આપવામાં આવી છે. અમરનાથ યાત્રા દરમિયાન પણ સીઝ ફાયર જારી રહેશે કે કેમ તેને લઇને કોઇ સ્પષ્ટતા મંત્રાલય દ્વારા નથી કરવામાં આવી.

ગૃહ મંત્રાલયે જારી કરેલા એક નિવેદનમાં મેહબુબાની માગ સ્વીકારી લીધી હોવાની જાહેરાત કરી હતી, સાથે કાશ્મીરમાં મુસ્લિમોને શાંતીથી રમઝાન મહિનો ઉજવવામાં સાથ સહકાર આપવાની અપીલ પણ કરી હતી. બીજી તરફ બુધવારે સુરક્ષા જવાનોએ પુલવામામાં સૈન્ય ઓપરેશન જારી કર્યું હતું. અહીં આતંકીઓ છુપાયા હોવાની બાતમીના આધારે તપાસ હાથ ધરી હતી. જ્યારે શોપિયામાં પણ સૈન્ય અને આતંકીઓ વચ્ચે સામસામે ગોળીબાર થયો હતો.

મોદીની કાશ્મીર મુલાકાત પહેલા સૈન્ય સક્રિય
ગોળીબાર કરીને આતંકીઓને ઘુસાડવાનો પાક. સૈન્યનો તખ્તો બીએસએફએ નિષ્ફળ બનાવ્યો
સામ્બા સેક્ટરમાં બીએસએફે પાક.ના ગોળીબારનો આક્રામક જવાબ આપ્યો, સતત ચોથા દિવસે પણ પાક.ની નાપાક હરકત

નવી દિલ્હી, તા. ૧૬
બીએસએફ દ્વારા સરહદે આતંકીઓની ઘુસણખોરીને નિષ્ફળ બનાવી હતી. બીએસએફના આઇજી રામ અવતારે જણાવ્યું હતું કે પાકિસ્તાની સૈન્યએ ગોળીબાર કરીને સામ્બા વિસ્તારમાં આતંકીઓને ઘુસાડવાનો પ્રયાસ કર્યો હતો.

જોકે તેનો ભારતીય સૈન્યએ આક્રામક જવાબ આપ્યો હતો અને આ ઘુસણખોરીને નિષ્ફળ બનાવી હતી. છેલ્લા ચાર દિવસમાં ચોથી વખત પાકિસ્તાની આતંકીઓએ સરહદ પાર કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેને ભારતીય સૈન્યએ નિષ્ફળ બનાવ્યું હતું.

ગઇ કાલે જ આતંકીઓને ઘુસાડવા માટે પાકિસ્તાન સૈન્યએ ભારતીય જવાનો પર ગોળીબાર કર્યો હતો, જેને પગલે એક જવાન શહીદ થયો હતો. અનેક વખત પાકિસ્તાન સૈન્યએ ગોળીબાર કરીને આતંકીઓને ઘુસાડવાના કાયર કામ કર્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે આ અંગેની રજુઆત છતા પાકિસ્તાનને કોઇ જ શરમ નથી. દરમિયાન આગામી ૧૯મી મેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી કાશ્મીરની મુલાકાતે જવાના છે. જેને પગલે પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. બીજી તરફ રમઝાન મહિનામાં સૈન્ય ઓપરેશનને રદ કરવામાં આવ્યું છે.

કોઇ પણ સંજોગોમાં સરહદ પાર કરવાના આતંકીઓના હવાતીયા
કઠુઆમાં ટનલની મદદથી આતંકીઓ ઘુસ્યા હોવાની ભીતી, બીએસએફનું સર્ચ ઓપરેશન જારી

નવી દિલ્હી, તા. ૧૬
બીએસએફ દ્વારા કઠુઆ અને સામ્બા સેક્ટરમાં સરહદે મોટા પાયે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. એક સૈન્ય અધિકારીએ જણાવ્યું હતું કે એવી બાતમી મળી છે કે આતંકીઓ ટનલ ખોદીને કઠુઆમાં પ્રવેશ્યા છે.
જેસીબી જેવા ભારે વાહનોની મદદથી ટનલની શોધખોળ હાથ ધરાઇ, ૨૦૧૨માં ૪૦૦ મીટર લાંબી ટનલ મળી હતી 

આ ટનલ ભારત અને પાકિસ્તાન સરહદે ખોદવામા આવી હોઇ શકે છે. જેથી તેની શોધખોળ માટે આ તપાસ અભીયાન જારી કરવામાં આવ્યું છે. આ પહેલા પણ આ વિસ્તારમાં આવી અનેક ટનલો મળી ચુકી છે. આતંકીઓ રાત્રે આ ટનલોનું ખોદકામ કરતા હોય છે. અને અંધારામા જ પ્રવેશ કરે છે.

બીએસએફએ જેસીબી જેવા મોટા વાહનોની મદદથી હાલ સરહદે ખોદકામ પણ હાથ ધર્યું છે. આ પહેલા બીએસએફના ડીજી કેકે શર્માએ જણાવ્યું હતું કે પાકિસ્તાન દ્વારા જ આ આતંકીઓને ભારતમાં ઘુસાડવામાં આવી રહ્યા છે. સતત પાકિસ્તાન આ પ્રકારના પ્રયાસો કરી રહ્યું છે. જેને કોઇ પણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. આ પહેલા ૨૦૧૭માં ૩૦મી સપ્ટેમ્બરે પણ આ જ પ્રકારનું ઓપરેશન હાથ ધરાયું હતું, જે દરમિયાન એક મોટી ટનલ મળી આવી હતી. આ ટનલ પાકિસ્તાનથી ભારત તરફ ખોદવામાં આવી હતી. આ જ વર્ષે ફેબ્રઆરીમાં પણ એક ટનલ અહીંથી મળી આવી હતી. જ્યારે ૨૦૧૬માં ૩૦ મિટર લાંબી ટનલ મળી આવી હતી. ૨૦૧૨માં સૌથી મોટી ૪૦૦ મિટર લાંબી ટનલ સરહદેથી મળી આવી હતી. એટલે કે ટનલ ખોદી પ્રવેશ કરવાનું ઘણા વર્ષોથી પાકિસ્તાની આતંકીઓ અપનાવી રહ્યા છે. આ ટનલોને કારણે ગ્રામજનોમાં પણ ભયનો માહોલ છે.

ભારતના શસ્ત્રવિરામને ફગાવ્યો
રમઝાન દરમિયાન પણ ભારતીય સેના પર હુમલા ચાલુ રાખવા તોયબાની ધમકી
જમ્મુ- કાશ્મીરમાં રમઝાન દરમિયાન શાંતિ સ્થપાય તેવી કેન્દ્રની આશા પર સવાલ ઉઠયો

નવી દિલ્હી, તા. ૧૬
રમઝાનમાં કેન્દ્રે જાહેર કરેલા આતંકી સામેના શસ્ત્રવિરામને આતંકી જૂથ લશ્કરે તૌયબાએ ફગાવી દીધો હતો અને જણાવ્યું હતું કે, તે રમઝાન માસમાં પણ સુરક્ષા દળો પર હુમલા ચાલુ રાખશે.
કેન્દ્ર સરકારે રમઝાન માસમાં આતંક વિરોધી ઓપરેશન બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો અને કાશ્મીરમાં શાંતિ સ્થપાય તેવી આશા હતી પરંતુ તોયબાની ધમકી બાદ આ આશા પર પાણી ફરી વળે તેવી શક્યતા છે.
સરકારે જો કે હુમલા થશે તો સેના જવાબી કાર્યવાહી કરશે તેવી શરત સાથે રાજ્ય સરકારની શસ્ત્ર વિરામની માગ સ્વીકારી હતી. કેન્દ્ર સરકારે તેના આ પગલા માટે તમામનો સહકાર માગ્યો હતો જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી મુફ્તિએ શસ્ત્રવિરામની માંગણી કરી હતી.

Post Comments