Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઉગ્ર દેખાવોના કારણે દાર્જિલિંગ ઝૂના ૩૫૦ સજીવો માટે ખોરાકની વ્યવસ્થા કપરી બની

- ગોરખાલેન્ડ આંદોલનની પશુ-પંખીઓ ઉપર પણ ગંભીર અસર

- દાર્જિલિંગ ઝૂમાં ૩૫૦ સજીવોના ભરણપોષણ માટે દરરોજ ૧૦૦ કિલો માંસ, ૮૦ કિલો ચારો, ૬૦ કિલો ફળોની જરૃરિયાત

- ઊંચાઈ ઉપર આવેલા દેશના સૌથી વિશાળ પ્રાણી સંગ્રહાલયમાં કટોકટી સર્જાઈ : દાર્જિલિંગ ઝૂ ૪૯ પ્રજાતિના ૩૫૦ સજીવોનું રહેઠાંણ

(પીટીઆઈ)    દાર્જિલિંગ, તા. ૧૯ સોમવાર, જૂન 2017
દાર્જિલિંગ ઝૂના નામે વધુ જાણીતા પદ્મજા નાયડુ હિમાલયન ઝુઓલોજિકલ પાર્કના ૩૫૦ સજીવોની સ્થિતિ ખૂબ નાજુક થઈ રહી છે. દાર્જિલિંગમાં ગોરખાલેન્ડની માગણી સાથે ઉગ્ર આંદોલન થઈ રહ્યું છે ત્યાર ઝૂના ૩૫૦ સજીવો ભૂખે મરે એવી દયનીય સ્થિતિ સર્જાઈ છે.

ગોરખાલેન્ડના માગણી સાથે થઈ રહેલા ઉગ્ર દેખાવોના કારણે દાર્જિલિંગમાં તમામ પ્રકારની સવલતોને અસર થઈ છે. વાહન વ્યવહાર ખોરવાયો છે અને જીવન જરૃરી ચીજવસ્તુઓની હેરફેરને પણ સીધી અસર થઈ છે. એ કારણે દાર્જિલિંગ ઝૂમાં રહેલા ૩૫૦ સજીવોની હાલત દયનીય બની ગઈ છે. દાર્જિલિંગ ઝૂમાં ૪૯ પ્રજાતિના ૩૫૦ સજીવો રહે છે. રેડ પાન્ડા, બરફમાં રહી શકતો દુર્લભ ચિત્તો, તિબેટીયન વરુ અને એ સિવાય ઊંચાઈ ઉપર રહેલાં કેટલાક સજીવો દેશના સૌથી ઊંચાઈ ઉપર આવેલાં વિશાળ પ્રાણી સંગ્રહાલયમાં રહે છે.

એ તમામનો નિભાવ થાય તે માટે દરરોજ ૧૦૦ કિલો માંસ, ૮૦ કિલો ચારો, ૬૦ કિલો ફળો, ૫૦ કિલો ઘઉં અને ૫૦ કિલો લોટની જરૃર પડે છે. પણ દાર્જિલિંગમાં દેખાવોના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. સજીવો માટે ઝૂને મળતો આ ખોરાકનો જથ્થો પહોંચતો બંધ થઈ ગયો છે.

ખોરાકનો જથ્થો મળતો બંધ થઈ જતાં પ્રાણી સંગ્રહાલયના પ્રાણીઓએ ભૂખે મરવાની કપરી સ્થિતિ આવે છે. આ મૂંગા સજીવો ભૂખ્યા પેટે આંસુ સારી રહ્યા છે અને અત્યારે સંચાલકો પાસે એ સ્થિતિ નિવારવાનો કોઈ જ વિકલ્પ નથી. ઝૂના સંચાલકે કહ્યું હતું કે ઝૂમાં સજીવોને કેટલાક દિવસ ચાલે એટલો જથ્થો રાખવામાં આવે છે, પણ છેલ્લાં થોડા દિવસોમાં વાહન વ્યવહાર ખોરવાયો છે એટલે એ જથ્થો વપરાતો હતો. હવે એકાદ-બે દિવસમાં જ જે થોડો ઘણો ખોરાકનો જથ્થો ઝૂમાં પડયો છે એનું પણ તળિયું દેખાઈ જશે.

સંચાલકોએ ચિંતા વ્યક્ત કરી હતી કે થોડા દિવસ ખોરાકનો જથ્થો નહીં મળે તો ઝૂના સજીવો ભૂખ્યા ટળવળીને મરી જશે.

Post Comments