Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

DRDOએ એન્ટી ટેન્ક 'નાગ' મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યુ

- આ ટેન્ક સાત કિલોમીટર સુધી પોતાના લક્ષ્યનું નિશાન બનાવી શકશે

નવી દિલ્હી, તા. 14 સપ્ટેમ્બર 2017 ગુરુવાર

સંરક્ષણ સંશોધન વિકાસ સંસ્થા (ડીઆરડીઓ)એ દેશમાં વિકસિત ત્રીજી પેઢીના એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલ (એટીજીએમ) નાગનું રાજસ્થાનમાં સફળ ફ્લાઈટ પરીક્ષણ કર્યું છે. આ પરીક્ષણની સાથે જ એટીજીએમના નિર્માણ ક્રમમાં થનાર ટ્રાયલ પણ પૂરા થયા છે.

રક્ષા મંત્રાલયે કહ્યું કે રાજસ્થાનમાં શુક્રવારે DRDOએ 'નાગ' મિસાઈલને બે જુદા-જુદા લક્ષ્ય ઉપર સફળતાપૂર્વક ફ્લાઈટનું પરીક્ષણ કર્યું છે. આ મિસાઈલ સાત કિલોમીટર સુધી પોતાના લક્ષ્યને નિશાન બનાવી શકે છે.

મંત્રાલયે કહ્યું કે ATGM 'નાગ' મિસાઈલે જુદી જુદી રેન્જોમાં અને સ્થિતિઓમાં બંને લક્ષ્યોને વધારે શુધ્ધતા સાથે સફળતાપૂર્વક તફાવત આપ્યો અને આવું જ સશસ્ત્રબળ ઈચ્છે છે. ભારત ક્ષેત્રમાં બદલાતા સુરક્ષા લેન્ડસ્કેપની મર્યાદાથી પોતાની સેનાની ક્ષમતાઓને વધારવાની તૈયારીઓમાં લાગ્યુ છે.

Post Comments