Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મેડિકલ બિલના વિરોધમાં દેશભરમાં ડોક્ટરોની હડતાળ: આરોગ્ય સેવા ઠપ

- સરકાર માટે મેડિકલ કાયદામાં સુધારા કરવા કપરાં ચઢાણ

- અંતે સરકાર બિલમાં સુધારા માટે તૈયાર થતા ડોક્ટરોએ હડતાળ આટોપી

નવી દિલ્હી, તા. 2 જાન્યુઆરી, 2018, મંગળવાર

નેશનલ કમિશન બિલના વિરોધમાં દેશભરમાં હજારો ડોક્ટરો હડતાળ પર ઉતરી ગયા હતા, જેને પગલે દેશભરની હોસ્પિટલોમાં સ્વાસ્થ્ય સેવા ખોરવાઇ હતી. હોસ્પિટલની ઇમર્જન્સી સર્વિસ પણ ખોરવાઇ હતી, અનેક દર્દીઓને સારવાર સમયસર ન મળતા સ્ટ્રેચર પર જ પડયા રહ્યા હતા. તો કેટલાકના મોતની પણ ભીતી છે. જોકે દિવસ દરમિયાન જે સ્વાસ્થ્ય સેવા ખોરવાઇ હતી તે સાંજે ઠીક થઇ ગઇ હોવાના દાવા થઇ રહ્યા છે.

ડોક્ટરો જે માગણી કરી રહ્યા હતા તેને સરકારે સ્વીકારી લીધી હતી. જેને પગલે આખરે ડોક્ટરો કામ પર પરત ફર્યા હતા, જોકે દિવસ દરમિયાન અનેક હોસ્પિટલોમાં દર્દીઓને સારવાર નહોતી મળી તેવી ફરિયાદો સામે આવી હતી. નેશનલ મેડિકલ કમિશન બિલ (એનએમસી)ને શુક્રવારે સંસદમાં રજુ કરવામાં આવ્યું હતું જેમાં મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને રિપ્લેસ કરવાની જોગવાઇ છે. અન્ય પણ કેટલાક સુધારા સુચવવામાં આવ્યા હતા જેનો વિરોધ કરવામાં આવ્યો હતો.

આ બિલમાં એવી જોગવાઇ કરાઇ હતી કે અત્યાર સુધી જે પ્રાઇવેટ મેડિકલ કોલેજોમાં ૧૫ ટકા સીટોની ફીસ મેનેજમેન્ટ નક્કી કરતું હતું હવે નવા બિલ મુજબ મેનેજમેન્ટને ૬૦ ટકા સીટોની ફીસ નક્કી કરવાનો અધિકાર રહેશે.  આ પહેલા ૧૩૦ સભ્યો હતા, અને દરેક રાજ્યના ત્રણ પ્રતિનિધિ હતા. હવે નવા બિલમાં ૨૫ સભ્યો હશે અને ૩૬ રાજ્યોમાંથી માત્ર પાંચ જ પ્રતિનિધિ હશે, આયુષને બ્રિસ કોર્સ કરવાવીને ઇન્ડિયન મેડિકલ રજિસ્ટરમાં સામેલ કરવાની પણ જોગવાઇ છે, જે એમબીબીએસ બરાબર છે.

એમબીબીએસ બાદ પણ પ્રેક્ટિસ કરવા માટે વધુ એક પરિક્ષા આપવી પડતી હતી.  આવી પરિક્ષાની જોગવાઇ વિદેશમાં એમબીબીએસ કરનારા માટે હતી. હવે નવા બિલમાં તેઓને આ પરિક્ષામાંથી છુટછાટ આપવમાં આવશે. આ સમગ્ર મામલે ભારે વિરોધ બાદ આખરે સરકારે તેમાં સુધારા કરવાની ખાતરી આપતા ડોક્ટરોએ હાલ હડતાળ આટોપી લીધી છે.

Post Comments