Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જજ લોયાના મૃત્યુની તપાસ સીટ દ્વારા કરાવવા રાષ્ટ્રપતિ સમક્ષ માગ

- રાહુલ ગાંધીના વડપણ હેઠળ વિપક્ષના ૧૧૪ સાંસદોએ રાષ્ટ્રપતિને આવેદન આપ્યું

- જજ લોયા પછી તેમના વિશ્વાસુ સાથી વકીલ અને ડિસ્ટ્રીક્ટ જજના પણ અકસ્માતમાં શંકાસ્પદ મોત થયા

સોહરાબુદ્દીન કેસમાં સીબીઆઇના અધિકારીઓ શું કર્યું તે અમે જાણીએ છીએ : સિબલ
(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. 9 ફેબ્રુઆરી, 2018, શુક્રવાર

વિરોધ પક્ષના સાંસદોએ આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મુલાકાત લઈને સીબીઆઇ જજ લોયાના મૃત્યુની તપાસ કોર્ટ સંચાલિત સીટ દ્વારા કરવા માંગણી કરી હતી અને ઉમેર્યું હતું કે, તેમને સીબીઆઇએ કે એનઆઇએ પર વિશ્વાસ નથી. કોંગ્રેસ, તૃણમૂલ અને ડીએમકે સહિતના ઘણા પક્ષના નેતાઓએ રાષ્ટ્રપતિની મુલાકાત લઈ માંગણી સંદર્ભે આવેદનપત્ર આપ્યું હતું. આ આવેદનપત્ર પર ૧૫ પક્ષોના ૧૧૪ સાંસદોએ સહી કરી હતી જેમાં તૃણમૂલ, સ.પા., એનસીપી, ડીએમકે, આરજેડી અને આપ તેમજ ડાબેરી પક્ષોનો સમાવેશ થાય છે. બસપાના કોઈ સાંસદે સહી કરી નથી.

ન્યાયની સર્વોપરિતા જાળવવા માટે તેમણે રાષ્ટ્રપતિની દરમિયાનગીરીની માગણી કરી હતી. આ કેસમાં સંપૂર્ણ તપાસની જરૃર છે અને તે સુપ્રીમ દ્વારા નીમાયેલી સીટ દ્વારા કરવા વિનંતી કરી હતી. આ તપાસ સીબીઆઇ કે એનઆઇએને ન સોંપવા વિનંતી કરતા જણાવ્યું હતું કે, બંને સંસ્થા વિશ્વસનીય નથી. ઉલ્લેખનીય છે કે, સીબીઆઇ જજલોયા સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસની સુનાવણી કરતા હતા તેમની નાગપુરમાં ૨૦૧૪ની ડિસેમ્બરની પહેલીએ હૃદયરોગથી અવસાન થયું હતું.

વિરોધ પક્ષોની આગેવાની લેનારા કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, સંખ્યાબંધ સાંસદોને લોયાના મૃત્યુ કેસમાં શંકા છે. ત્યારબાદ થયેલા બે મૃત્યુ પણ શંકાસ્પદ છે તેઓ સ્વતંત્ર તપાસની માગણી કરે છે. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિએ આ મુદ્દે ઘટતું કરવાની ખાતરી આપી સકારાત્મક જવાબ આપ્યો હતો. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ જજ લોયાના મૃત્યુ બાદ તેમના બે વિશ્વાસુ સાથી જાણીતા વકીલ શ્રીકાંત ખેડાલકરનું બહુમાળી મકાન પરથી પડી જવાથી મોત થયું હતું.

ઉપરાંત નિવૃત્ત જિલ્લા જજ પ્રકાશ થોમ્બેરનું પણ ૨૦૧૬માં રેલવેના ડબામાં બર્થ પરથી પડી જવાથી મૃત્યુ થયું હતું. તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે, ફરજ બજાવી રહેલા જજ અને વકીલોનો ભોગ લેવાયો છે. તે લોકશાહી ખતરામાં હોવાની નિશાની છે. સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં સીબીઆઇએ શું કર્યું તે બધા જાણે છે. સીબીઆઇએ અપીલ પણ કરી નહોતી તેમના પર અમને વિશ્વાસ નથી તેમ વકીલ સિબ્બલે જણાવ્યું હતું.

Post Comments