Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દિલ્હીની જામા મસ્જિદ અગાઉ જમુનાદેવી મંદિર હતું : વિનય કટિયાર

- ઔરંગઝેબે ઘણા મંદિરો તોડયા હતા

- ભાજપના નેતાએ કોંગ્રેસ પર પ્રહાર કરતાં તેના નેતાઓને મોગલોના વંશજ કહ્યા

નવી દિલ્હી, તા. ૬ ડિસેમ્બર 2017, બુધવાર

રામમંદિર મુદ્દે ભાજપના નેતા વિનય કટિયારે કોંગ્રેસ પર આક્ષેપ કરીને કોંગ્રેસી નેતાને બાબર, શાહજહાં અને ઔરંગઝેબની ઔલાદ કહ્યા પછી નવો વિવાદ છેડતા કહ્યું હતું કે દિલ્હીની જામા મસ્જિદ અગાઉ જમુનાદેવીનું મંદિર હતું.

અયોધ્યા રામમંદિરમાં દર્શનાર્થીઓની સંખ્યા વધી છે અને મંદિર તે જ સ્થળે થશે. આ કેસની સુપ્રીમમાં દરરોજ સુનાવણી થવી જોઈએ તેમ જણાવી તેમણે ઉમેર્યું હતું કે કપિલ સિબ્બલની વાત ખોટી છે. તેઓ મોગલોના વંશજ છે. તેમને કારણે જ રામમંદિર બનવામાં મોડું થયું છે.

ઔરંગઝેબે મથુરા, કાશીમાં ઘણા મંદિરો તોડયા હતા. દિલ્હીની જામા મસ્જિદ છે તે જમુનાદેવી મંદિર હતું. ઈતિહાસ વાંચો તો લગભગ સાડા છ હજાર હિન્દુ સ્થાનો છે. કોંગ્રેસ જૂઠું બોલે છે. રાહુલ ગાંધી જનોઈનું નાટક કરે છે. જનોઈ માટે ઘણા સંસ્કાર હોવા જરૃરી છે.

અયોધ્યામાં રામલલ્લાની જમીન છે તેના પર હિંદુઓનો જ અધિકાર છે. કોંગ્રેસ ત્યાં મસ્જિદ બનાવવા માગે છે પરંતુ તે શક્ય નથી. અયોધ્યામાં રામમંદિર બનતા કોઈ અટકાવી શકશે નહીં.

Post Comments