Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દાઉદનો સાથી ગેંગસ્ટર ફારુક ટકલા દુબઇમાં ઝડપાયો, સીબીઆઇ દિલ્હી લાવી

- ૧૯૯૩ બ્લાસ્ટના માસ્ટરમાઇન્ડ દાઉદ સુધી પહોંચવાની કડી મળી

- દુબઇમાં રહીને પાકિસ્તાનની મદદથી દાઉદના બે નંબરના ધંધા સંભાળતો હતો

- ૨૫૭નો ભોગ લેનારા ૧૯૯૩ના મુંબઇ બ્લાસ્ટમાં ફારુક પણ સામેલ, દાઉદ સાથે ભાગ્યો હતો

- મુંબઇની કોર્ટમાં રજુ કરાયો, પૂછપરછમાં મોટા ખુલાસાની શક્યતાઓ

નવી દિલ્હી, તા. ૮ માર્ચ 2018, ગુરૂવાર

વર્ષોથી ફરાર ગેંગસ્ટર દાઉદ ઇબ્રાહિમનો સાથી અને ૧૯૯૩ના બ્લાસ્ટ કેસમાં સામેલ ફારુક ટકલાની સીબીઆઇએ દિલ્હી એરપોર્ટ પરથી ધરપકડ કરી છે. સીબીઆઇના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ટકલાને એરપોર્ટ પરથી ઝડપી લેવામાં આવ્યો હતો. ફારુક ટકલાને યુએઇથી દિલ્હી એરપોર્ટ પર લાવવામાં આવ્યો હતો. સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સીની મદદથી ટકલાને એક સ્પેશિયલ ફ્લાઇટમાં દિલ્હી લવાયો હતો. બાદમાં તેની એરપોર્ટ પર જ ધરપકડ કરી લેવામાં આવી હતી.

કેટલાક અધિકારીઓએ જણાવ્યું હતું કે ફારુક ટકલા દાઉદ ઇબ્રાહિમના સંપર્કમાં હતો અને દુબઇમાં તે ડી કંપનીનું સ્મગલિંગ સહીતનુ ગેરકાયદે કામ સંભાળતો હતો. ૧૯૯૩માં મુંબઇમાં જે બ્લાસ્ટ થયા તેમાં દાઉદ ઇબ્રાહિમની સાથે ફારુક ટકલાનો પણ હાથ હોવાનું સામે આવ્યું હતું. આ કેસની સુનાવણી હાલ મુંબઇની કોર્ટમાં ચાલી રહી હોવાથી ટકલાને મુંબઇ લાવવામાં આવ્યો હતો. અહીં તેને કોર્ટ સમક્ષ રજુ કરાયો હતો.

૧૯૯૩માં મુંબઇમાં સિલસિલાવાર વિસ્ફોટ થયા હતા, જેમાં દાઉદ ઇબ્રાહિમનો હાથ હતો. આ હુમલામાં ૨૫૭ લોકો મૃત્યુપામ્યા હતા જ્યારે સરકારી અને ખાનગી મળી કુલ ૮૨ કરોડ રૃપિયાની સંપત્તિને નુકસાન થયું હતું. આ હુમલાના તુરંત બાદ દાઉદ ઇબ્રાહિમ અને તેના સાથીઓ દુબઇ અને ત્યાંથી બાદમાં પાકિસ્તાન ભાગી ગયા હતા. દાઉદની સાથે ફારુક ટકલા પણ હોવાની શક્યતાઓ છે. હાલ દાઉદ અને તેના બાકી સાથીઓ પાકિસતાનમાં હોવાની શક્યતાઓ છે અને ત્યાંથી તે દુબઇ સહીતના દેશોમાં પોતાના ધંધાને ઓપરેટ કરી રહ્યો છે.

થોડા દિવસ પહેલા એવા અહેવાલો હતા કે દાઉદ સરેન્ડર કરવા માટે તૈયાર છે પણ પોતાની શરતોને ભારત સરકારે માનવાની રહેશે. આ અહેવાલો વચ્ચે જ હવે દાઉદનો સાથે ફારુક ટકલા ઝડપાયો છે. સીબીઆઇ ફારુકની મદદથી દાઉદ ઇબ્રાહિમ સુધી પહોંચવાનો પ્રયાસ કરશે. ફારુક ટકલા મુંબઇમાં દાઉદ ગેંગની સાથે હતો, તે સમયે ગવલીની ગેંગ પણ સક્રિય થઇ ગઇ હતી. ગવલી ગેંગમાં સામેલ શૈલેશ હલદાનકરની હત્યામાં ફારુક ટકલાનો હાથ હતો.

શૈલેશની હત્યા બાદ જ ફારુક અન્ડર ગ્રાઉન્ડ થઇ ગયો હતો. એક વર્ષ બાદ મુંબઇમાં ૧૯૯૩માં આતંકી હુમલા થયા જેમા ફારુક પણ સામેલ હોવાના અહેવાલો છે. ફારુક દુબઇમાં રહીને ડી કંપનીનો ધંધો સંભાળતો હતો, તે પાકિસ્તાનથી અનેક શખ્સોને આ બે નંબરના ધંધાઓમાં સામેલ કરીને તેને તાલીમ આપતો હતો. કેવી રીતે અન્ય દેશોમાં ઘુસી શકાય તેની તાલીમ ફારુક આપતો હતો.

Post Comments