Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ડૉન દાઉદના સાગરિતની પત્ની પાસેથી શસ્ત્રોનો જથ્થો મળ્યો

- બાતમીને આધારે ખંડણી વિરોધી શાખાની કાર્યવાહી

- ગોરેગામના ઘરમાંથી એકે-56, રાઈફલ, બે પિસ્તોલ, 108 કારતૂસ જપ્ત

(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ,તા. 07 જુલાઈ 2018, શનિવાર

અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહિમના ગુંડાના ગોરેગામ સ્થિત ઘરમાંથી તેની પત્ની પાસેથી એકે૫૬ રાઈફલ, બે પિસ્તોલ, ત્રણ મેગઝીન, ૧૦૮ જીવંત કારતૂસ મળતા ખળભળાટ મચી ગયો છે. થાણે ખંડણી વિરોધી શાખાએ નશીલો પદાર્થ વેચવાના કેસમાં પકડેલા બે આરોપી પાસેથી મળેલી માહિતી પરથી આ શસ્ત્ર કબજે કર્યા હતા.

થાણે સ્થિત સાકેત રોડ પર બે શખસ નશીલો પદાર્થ વેચવા આવવાના છે એવી માહિતી થાણે ખંડણી વિરોધી શાખાના સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટર પ્રદિપ શર્માને મળી હતી. જેના આધારે ગુરુવારે પોલીસે છટકું ગોઠવીને બાઈક પર આવેલા નાગપાડાના જાહિદ અલી શૌકત કાશ્મીરી (ઉ.વ.૪૭) અને સંજય બિપીન શ્રોફ (ઉ.વ.૪૭)ની ધરપકડ કરી હતી. તેમની પાસેથી કોકેન, મોબાઈલ ફોન, રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી.
કોર્ટે બંનેને ૧૧ જુલાઈ સુધી પોલીસ કસ્ટેડીમાં રાખવાના આદેશ આપ્યો હતો.

મુખ્ય આરોપી જાહિદ અલીએ પોલીસને પૂછપરછમાં ચોંકાવનારી માહિતી આપી હતી. કુખ્યાત દાઉદ ગેંગના ગુંડા નઈમ ફઈમ ખાનના ઘરમાં શસ્ત્રો હોવાની પોલીસને જાણ થઈ હતી. ગોરેગામ સ્થિત ભગત સિંહ નગર નં.૧માં પોલીસે છાપો મારીને નઈમ ખાનની પત્ની યાસ્મિન પાસેથી એ.કે. ૫૬ રાઈફલ, બે પિસ્તોલ, ૧૦૮ જીવંત કારતૂસ કબજે કરી હતી. આ કેસમાં યાસ્મિન નઈમ ખાની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે એપ્રિલ, ૨૦૧૬ના નઈમ ખાનની ધરપકડ કરી હતી. આ કેસમાં ચાર આરોપીને પકડવામાં આવ્યા છે. ગેંગસ્ટર છોટા શકીલના કહેવાથી તેઓ ઈકબાલ અત્તરવાલાની હત્યા કરવા આવ્યા હતા. તમામ આરોપી થાણેની જેલમાં છે.

Post Comments