Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હાલ ૭૮૫૦ ભારતીય વિદેશની જેલોમાં સજા ભોગવે છે : સરકાર

- સૌથી વધુ ૨૧૮૧ ભારતીયો સાઉદી અરેબિયાની જેલમાં

(પી.ટી.આઈ.)    નવી દિલ્હી, તા. ૭ માર્ચ 2018, બુધવાર

વિદેશની જેલોમાં અત્યારે ૭૮૫૦ ભારતીય નાગરિકો સજા ભોગવી રહ્યા છે. જેમાં સૌથી વધુ ભારતીયો સાઉદી અરેબિયામાં જેલવાસ ભોગવે છે.  હાલ ત્યાં ૨૦૦૦ ભારતીય નાગરિકો જેલવાસ ભોગવી રહ્યા છે.

સરકારે એ પણ સ્પષ્ટતા કરી હતી કે ઘણા દેશોમાં 'પ્રાઈવસી' અંગેના કાયદાઓ કડક અને જટીલ હોવાથી, તે દેશોમાંથી ભારતીય કેદીઓની માહિતી મેળવવી મુશ્કેલ બને છે. જો કેદી પોતે, પોતાની માહિતી આપવા ઈચ્છતો હોય તો જ તેને અંગેની માહિતી તે દેશમાંથી મેળવી શકાય છે. આ પ્રકારે જે રાષ્ટ્રો પાસેથી માહિતી મેળવવી શક્ય હતી તે મેળવાઈ છે. તે અનુસાર વિદેશની જેલોમાં હાલ ૭૮૫૦ કેદીઓ છે. જે પૈકી ૨૮,૨,૨૦૧૮ના રોજ ૩૬૦ કેદીઓની સજા પૂર્ણ થઈ હતી.

સરકારે કહ્યું કે સૌથી વધુ ભારતીયો સાઉદી અરેબિયાની જેલમાં છે. જેમની સંખ્યા ૨૧૮૧ છે. બીજા ક્રમે સંયુક્ત આરબ અમિરાતમાં ૧૬૨૮ ભારતીય કેદીઓ છે. જેમાં  રિપેટ્રીએશન ઓફ પ્રાઈઝનર્સ એક્ટ ૨૦૦૩ અનુસાર ૧૭૦ કેદીઓએ સ્વદેશ મોકલી આપવા અરજી કરી  હતી. જેમાં ૬૩ને ભારત મોકલી દેવાયા છે. ૨૦૧૪થી ઈરાકના મોસૂલમાંથી ગુમ થયેલા ૩૯ ભારતીય કામદારોના ડી.એન.એ. ટેસ્ટની કાર્યવાહી સરકારે પૂર્ણ કરી કે કેમ તેવા એક સવાલના જવાબમાં રાજનાથસિંહે કહ્યું કે સંબંધિત રાજ્ય સરકારોએ મોકલેલા ડીએનએ માટેના લોહીના નમૂના ઈરાક મોકલી અપાયા છે. જે ત્યાંની સામુહિક કબરોમાંથી મળતા અવશેષો સાથે સરખાવીને અહેવાલ મોકલવામાં આવશે. હાલ સરકાર તે  અહેવાલની રાહમાં છે.

Post Comments