Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નિરવ મોદી કૌભાંડમાં EDને લેટર્સ રોગેટરી ઈસ્યૂ કરવા અદાલતની મંજૂરી

- PNB કૌભાંડમાં મની લોન્ડરિંગ એક્ટ હેઠળ EDને સફળતા

- ED લેટર્સ રોગેટરીના આધારે નિરવ મોદીના વિદેશોમાં કાર્યરત બિઝનેસ અને મિલકતોની માહિતી મેળવશે

(પીટીઆઈ) મુંબઈ, તા. 26 ફેબ્રુઆરી, 2018, સોમવાર

પંજાબ નેશનલ બેંકના રૃ. ૧૧,૪૦૦ કરોડના કૌભાંડમાં આજે ખાસ અદાલતે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને લેટર્સ રોગેટરી ઇસ્યૂ કરવાની મંજૂરી આપી હતી. લેટર્સ રોગેટરીના આધારે ઈડીને નિરવ મોદીના વિદેશસ્થિત બિઝનેસ અને મિલકતોની વધુ ઊંડી માહિતી મળશે. એક દેશની અદાલત બીજા દેશ પાસે કોઇ કેસની માહિતી માંગતી વિનંતી કરે તેને લેટર્સ રોગેટરી કહેવાય છે.

નિરવ મોદીના કૌભાંડમાં સીબીઆઈ સહિતની કેન્દ્રિય તપાસ એજન્સીઓથી પણ વધુ આક્રમક તપાસ ઈડી  દ્વારા થઈ રહી છે. ઈડીએ નિરવ મોદી સામે મની લોન્ડરિંગ એક્ટ હેઠળ નોંધેલા ગુનાના આધારે અદાલત પાસે લેટર્સ રોગેટરી ઈસ્યૂ કરવાની મંજૂરી માંગી હતી. 

જજ એમ. એસ. આઝમીએ સરકારી વકીલ હિતેન વેણગાંવકરની દલીલો સાંભળીને લેટર્સ રોગેટરી મંજૂર કરી દીધી હતી.  ઈડીએ જણાવ્યું હતું કે, આ કેસમાં અમે નિરવ મોદીના યુએસ, યુકે, યુએઈ, દક્ષિણ આફ્રિકા, સિંગાપોર અને હોંગકોંગ સ્થિત બિઝનેસની પણ તપાસ કરી રહ્યા છીએ. આ દેશોમાંથી નિરવ મોદીના બિઝનેસને લગતા દસ્તાવેજો અને મિલકતોને લગતી માહિતી મેળવવી જરૃરી છે. આ કૌભાંડ નિરવ મોદીના વિદેશ સ્થિત બિઝનેસ સાથે પણ સંકળાયેલું છે.  

ઈડીએ અદાલતમાં રજૂઆત કરી હતી કે, નિરવ મોદી વિદેશોમાં ડાયમન્ડ આર યુએસ, સોલાર એક્સપોર્ટ્સ, સ્ટેલર ડાયમન્ડ અને ફાયરસ્ટાર ડાયમન્ડ જેવી કંપનીઓ હેઠળ બિઝનેસ કરે છે. નિરવ મોદીની કંપની હીરાનું ઉત્પાદન કરવા રફ હીરાની ખરીદી કરે છે. ત્યાર પછી પોલિશ્ડ હીરા, તેના ઝવેરાત અને બીજા કિંમતી નંગોનું પણ વેચાણ કરે છે. તેઓ થર્ડ પાર્ટી માટે પણ હીરાના ઝવેરાતનું ઉત્પાદન કરે છે.

આ બિઝનેસ ઉપરોક્ત તમામ દેશોમાં કાર્યરત છે. આ કંપનીઓ વતી જ તેણે વિદેશ સ્થિત ભારતીય બેંકોની શાખામાં છેતરપિંડીથી લેટર્સ ઓફ અન્ડરટેકિંગ ઈસ્યૂ કરીને જંગી ભંડોળ મેળવ્યું હતું. આ દરમિયાન આવકવેરા વિભાગે નિરવ મોદીના રહેઠાણ અને ઓફિસ સહિતના સ્થળે દરોડા પાડીને કુલ 173મૂલ્યવાન પેઇન્ટિંગ્સ, આર્ટ વર્ક જપ્ત કર્યા હતા.

દ્વારકા દાસ કૌભાંડમાં ચાર ડિરેક્ટર સામે લૂકઆઉટ નોટિસ    
દિલ્હીની દ્વારકાદાસ સેઠ ઈન્ટરનેશનલ પ્રા. લિ.ના રૃ. ૩૮૯.૮૫ કરોડના લોન કૌભાંડમાં સીબીઆઈએ ચારેય ડિરેક્ટર વિરુદ્ધ નોટિસ ફટકારી છે. આ કંપનીના કર્તાહર્તાઓ સામે ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ સાથે  લોન લઇને છેતરપિંડી કર્યો હોવાનો આરોપ છે. આ કંપનીના ચાર ડિરેક્ટર સભ્યા સેઠ, રીટા સેઠ, ક્રિશ્ના કુમાર સિંઘ અને રવિ સિંઘ સામે સીબીઆઈએ લૂકઆઉટ સર્કયુલર જારી કર્યો છે.

આ સર્કયુલર જારી થવાના કારણે તેઓ દેશ બહાર નહીં જઈ શકે. આ ઉપરાંત દેશના અન્ય કોઇ એરપોર્ટ સહિતના સ્થળો એ પણ તેમની એન્ટ્રી પર પ્રતિબંધ લાગી જશે.  નોંધનીય છે કે, દ્વારકા દાસ સેઠ ઈન્ટરનેશનલ પ્રા. લિ. એ દ્વારકા દાસ સેઠ સેઝ ઇનકોર્પોરેશનની પેટા કંપની છે. આ કંપનીના ચારેય ડિરેક્ટર સામે બેંકની ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો છે.

Post Comments