Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જે.એન.યુ.ની હોસ્ટેલમાં સ્વામીનું અયોધ્યા પ્રવચનો અંગેનું ભાષણ રદ્દ થતા વિવાદ

- પ્રકાશ કરાતનું લોકશાહી અંગેનું ભાષણ પણ બંધ રહ્યું

- કેમ્પસમાં શાંતિ જાળવવા નિર્ણય લીધાનો યુનિ.નો દાવો

(પી.ટી.આઈ.)    નવી દિલ્હી, તા. ૬ ડિસેમ્બર 2017, બુધવાર

દિલ્હીની જવાહરલાલ નહેરૃ યુનિવર્સિટીએ કહ્યું હતું કે યુનિવર્સિટી કેમ્પસમાં યોજાનારા ભાજપના સુબ્રમણ્યમ સ્વામી તેમજ સી.પી.આઈ. (એમ.)ના પ્રકાશ કરાતના પ્રવચનો કેમ્પસમાં એકતા અને શાંતિ જળવાઇ રહે તે માટે રદ્દ કરવામાં આવ્યા છે.

જો કે આ બંને નેતાઓ વિદ્યાર્થીઓને અલગ-અલગ હોસ્ટેલમાં, અલગ વિષયો પર આજ રાત્રે સંબોધવાના હતા. જેમાં સ્વામી વ્હાય રામ મંદિર ઇન અયોધ્યા ? વિષય પર કોયાના હોસ્ટેલમાં રાત્રીના ૯.૩૦ કલાકે બોલવાના હતા જયારે કરાત સાબરમતી હોસ્ટેલમાં રાત્રીના ૯.૦૦ કલાકે જે.એન.યુ.ના સ્ટુડન્ટ યુનિયન તરફથી 'રીક્લેમિંગ ધ રિપબ્લીક' વિષય પર બોલવાના હતા.

બંને વક્તાઓએ યુનિ.ના આ પગલાં અંગે ડીને બહાર પાડેલા સર્ક્યુલરમાં જણાવાયું હતું કે કેમ્પસમાં ૬ ડિસેમ્બર જ્યારે બાબરી ધ્વંશની ૨૫મી વાર્ષિકી સમયે કોમવાદી સંવાદિતા અને શાંતિ જળવાઇ રહે તે માટે આ બંને કાર્યક્રમ રદ્દ કરાયા છે. કરાતે યુનિ.ના  આ પગલાંને બિનલોકશાહી  ગણાવ્યું છે. જ્યારે સ્વામીના ટિવટર એકાઉન્ટમાં કહેવાયું છે કે જે.એન.યુ.ની આ આપખુદશાહી છે. જે ત્રાસવાદી અફઝલ ગુરૃની મૃત્યુતિથી ઉજવવા દે છે પણ ડૉ. સ્વામીની રામમંદિર અંગેની ચર્ચાને રદ્દ કરી દીધી. સ્વામીની ચર્ચાને વિદ્યાર્થીઓની સંસ્થા વિવેકાનંદ વિચાર મંચ દ્વારા યોજવામાં આવી હતી. વળી યુનિ.એ ૨૭મી નવેમ્બરે આ અંગે મંજૂરી પણ આપી હતી. જયારે પાંચમી તારીખે ચાર વાગ્યે આ કાર્યક્રમ રદ્દ થયાની નોટિસ અપાઇ હતી અને વિદ્યાર્થીઓ પાસે આ અંગે રજૂઆત કરવાનો સમય પણ ન હતો કેમ કે પાંચ વાગે યુનિ. બંધ થઈ જયા છે. તેમ એક વિદ્યાર્થી નેતાએ કહ્યું હતું.

Post Comments