Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સતત બીજા દિવસે પણ AIADMKના નેતા શશીકલાના અનેક સ્થળે ITના દરોડા

- અનેક શહેરોમાં 187 જગ્યાએ સર્ચ ઓપરેશન શરૂ કરાયા હતા

(પીટીઆઇ) ચેન્નાઈ, તા. 11 નવેમ્બર 2017 શનિવાર

જેલવાસ ભોગવી રહેલા AIADMK ના નેતા વી.કે.શશીકલા અને તેમના સંબધીઓ સામે કરચોરીની શંકાના આધારે તેમના ઘર અને અન્ય સ્થળોએ આવક વેરા વિભાગે આજે સતત બીજા દિવસે પણ દરોડા પાડયા હતા જ્યારે તેમના શોધકામમાં અવરોધ ઊભા કરવા બદલ આઠ જણાની ધરપકડ કરવામાં આવી હતી.

અત્રેની તામિલ  જયા ચેનલ ટીવી અને તેના સહયોગીઓ સહિત અનેક શહેરોમાં 187 જગ્યાએ સર્ચ ઓપરેશન શરૂ કરાયા હતા જે આજે પણ જારી રહ્યા હતા.

જો કે અન્ય સ્થળોએ શોધ પૂરી કરી હતી. સર્ચ ઓપરેશનમાં કેટલાક દસ્તાવેજો અને રોકડ રકમ જપ્ત કરવામાં આવી હોવાનું અધિકારીએ કહ્યું હતું.

નાણા મંત્રાલયના ગુપ્તચર વિભાગમાંથી મળેલી બાતમીના આધારે વિવિધ પરિબળોને આવરી લેતા આક્ષેપોના પગલે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યા હતા.આમાં શેલ કંપનીઓ, શંકાસ્પદ રોકાણ, શંકાસ્પદ ફંડનો ફલો અને ખાતાઓને ટ્રાન્સફર કરવાના પરિબળોનો સમાવેશ થતો હતો.

થાંજાવુરમાં સર્ચ ઓપરેશન કરવા ગયેલા અધિકારીઓ સાથે જીભાજોડી કરવા અને તેમના કામને અવરોધવાના આરોપસર આઠ જણાની ધરપકડ કરી લેવામાં આવી હતી.

શશીકલાના સબંધીની મનાતી એક કોલેજના કર્મચારીઓએ કર વિભાગના અધિકારીઓની બેગ અને તેમનો સામાન ઝુંટવી લેવા પ્રયાસ કર્યો ત્યારે હાથાપાઇના દ્રશ્યો સર્જાયા હતા. અંતે તેમની ધરપકડ કરવામાં આવી હતી.

ગઇ કાલે નેતા દિનાકરણે સર્ચ ઓપરેશનને ષડયંત્ર ગણાવ્યા હતા અને કેન્દ્ર સરકારની ભારે ટીકા કરી હતી. ચેન્નાઇમાં જયા ટીવીની જગ્યાએ અને દિનાકરણના ફાર્મહાઉસમાં ઓપરેશન કલિન મની ના ભાગ રૂપે દરોડા પાડવામાં આવ્યા હતા.


લેટેસ્ટ સમાચારોની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઇક કરો તથા ટ્વિટર પર ફોલો કરો

https://twitter.com/gujratsamachar

http://bit.ly/Gujaratsamachar

Post Comments