Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કોંગ્રેસે મેહુલ ચોક્સીના વકીલ રહી ચુકેલા ચંદ્રમૌલીને કર્ણાટકમાં ટીકીટ આપી : ભાજપ

- ચંદ્રમૌલીએ ૨૦૧૬માં મેહુલ ચોક્સીનો એક કેસ લડયો હતો

- સિદ્ધારમૈયાના સાથી બ્રિજેશની જગ્યાએ રાહુલના નજીકના ચંદ્રમૌલી પર આટલી મહેરબાની કેમ ? : ભાજપનો સવાલ

નવી દિલ્હી, તા.17 એપ્રિલ 2018, મંગળવાર

ભાજપે આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસે કર્ણાટકમાં મેહુલ ચોક્સીનો કેસ લડી ચુકેલા વકીલને ટીકીટ આપી દીધી છે. નિરવ મોદી અને મેહુલ ચોક્સી બન્ને એકબીજાના સગા થાય છે. બન્ને પર ૨૦ હજાર કરોડ રૃપિયાના બેંકિંગ કૌભાંડનો આરોપ છે. હાલમાં જ કોંગ્રેસે કર્ણાટકમાં ૨૨૪માંથી ૨૧૮ ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી હતી. ભાજપના આઇટી સેલના ઇનચાર્જ અમિત માલવીયાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મુકીને આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસે કર્ણાટકમાં વકીલ એચ. એસ. ચંદ્રમૌલીને ટીકીટ આપી છે.

અમિત માલવીયાએ ટ્વિટ પર હેશટેગ સાથે એક લાઇન શેર કરી હતી અને આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસ નિરવ મોદીની સાથે છે. માલવીયાએ સવાલ કર્યો હતો કે એચ.એસ. ચંદ્રમૌલીમાં શું ખાસ છે કે તેના પર કોંગ્રેસ આટલી બધી મહેરબાન છે? અને તેમને માદીકેરી પરથી ટીકીટ આપવામાં આવી જ્યારે આ બેઠક પર તો અગાઉ કોંગ્રેસના નેતા સિદ્ધારમૈયાના લિગલ એડવાઇઝર અને પ્રવક્તા બ્રિજેશ કલપ્પાને ટીકીટ આપવાની વાત ચાલતી હતી. રાહુલના મિત્રને સિદ્ધારમૈયાના સાથીની જગ્યાએ ટીકીટ આપવામાં આવી?

એવા દાવા થઇ રહ્યા છે કે ચંદ્રમૌલી ૨૦૧૬માં મેહુલ ચોક્સીના વકીલ હતા અને તે સમયે રાજ્ય સરકાર અને મેહુલ ચોક્સી વચ્ચેનો કેસ ચંદ્રમૌલીને આપવામાં આવ્યો હતો. બીજી તરફ કોંગ્રેસમાં હાલ ટીકીટની ફાળવણી બાદ કેટલાક નેતાઓ નારાજ છે જેમાં માલવીયાએ જે બ્રિજેશ કલપ્પાનો ઉલ્લેખ કર્યો તેમનો પણ સમાવેશ થાય છે. તેઓએ ટ્વિટર પર એક પોસ્ટ લખી હતી જેમાં તેઓએ કહ્યું હતું કે ૨૦૦૯ અને ૨૦૧૪ની લોકસભા, બાદમાં રાજ્યસભાની ટીકીટ અને હવે વિધાનસભામાં પણ તક ન આપવામાં આવી.

Post Comments