Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

Video: કોઈમ્બતુરમાં ભાજપના કાર્યાલય ઉપર પેટ્રોલ બોમ્બથી હૂમલો

- સમગ્ર ઘટના CCTVમાં થઈ કેદ

કોઈમ્બતુર, તા. 7 માર્ચ 2018, મંગળવાર

તામિલનાડુના કોઈમ્બતુરમાં કેટલાક અજાણ્યા લોકોએ ભાજપની ઓફિસ પર પેટ્રોલ બોમ્બથી હૂમલો કર્યો છે. કોઈમ્બતુરના તિથાપુડુરમાં આજે વહેલી સવારે લગભગ 4 વાગ્યે આ દુર્ઘટના ઘટી હતી. પેટ્રોલ બોમ્બ ફેંકાયો ત્યારે કોઈ કાર્યકર્તા કાર્યાલયમાં હાજર ન હોવાથી કોઈ જાનહાની સર્જાઈ નથી. પરંતુ આ સમ્ગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે.
 

CCTVમાં કેદ થયેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેટલાક અજાણ્યા શખ્સો પાછળથી આવે છે અને કાર્યાલય પર બોમ્બ ફેંકે છે. ત્યારે જ કાર્યાલયથી એક વ્યક્તિ બહાર આવે છે અને શું થઈ રહ્યું છે તે કઈ સમજે તે પહેલા તો અજાણ્યા લોકો બોમ્બ ફેંકીને ફરાર થઈ જાય છે. પોલીસે હાલ સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે અજાણ્યા લોકો વિરુદ્ધ મામલો નોંધીને તપાસ શરૂ કરી દીધી છે.

Post Comments